________________
139
શ્રી ભક્તામરસ્તોત્રના રચયિતા આચાર્ય માનતુંગસૂરિજી સૂરિજી દિગમ્બર હતા તો તેમણે આ મહત્ત્વપૂર્ણ વાતનો ઉલ્લેખ જરૂ૨થી કર્યો હોત. કારણ કે તેમને એક શ્લોકની ચાર પંક્તિમાં આ વાત રજૂ કરવાને માટે ચોક્કસ તક હતી.
કર્ણાટકના મધ્યકાલીન શિલાલેખોમાં અને દિગમ્બર પટ્ટાવલીઓમાં તેમના સંપ્રદાયના અનેક મહાન આચાર્યોનો ઉલ્લેખ થયેલો જોવા મળી આવે છે. પરંતુ માનતુંગનું નામ ક્યાંય જોવા મળતું નથી.
આ ઉપરાંત દિગમ્બર સંપ્રદાયમાં માનતુંગ જેવા મહાકવિ સુપ્રસિદ્ધ આચાર્યનું નામ મધ્યકાળમાં બીજા મુનિઓએ ધારણ કર્યું હોય એવો એક પણ દાખલો મળતો નથી. દિગમ્બર સંપ્રદાયમાં તો સિંહનંદી, સમન્તભદ્ર, કુમુદચન્દ્ર, પ્રભાચન્દ્ર, અકલંક જેવા મહાન આચાર્યોનાં નામ પાછળથી બીજા મુનિઓએ ધારણ કરેલાં વારંવાર જોવા મળે છે. જ્યારે શ્વેતામ્બર સંપ્રદાયમાં ‘માનતુંગ’ નામ ધારણ કરવાવાળા અનેક મુનિઓનાં ઉદાહરણો જોવા મળે છે. જેવી રીતે વજસેન, હરિભદ્ર, હેમચંદ્ર, ધર્મઘોષ, સિદ્ધસેન, ભદ્રગુપ્ત, જિનભદ્ર વગેરે પ્રાચીન પ્રસિદ્ધ આચાર્યોનાં નામ અન્ય મુનિઓએ ધારણ કરેલાં જોવા મળે છે. તેવી જ રીતે ‘માનતુંગ’ નામ ધારણ કરેલા મુનિઓનાં નામ પણ જોવા મળે છે.
ઉદાહરણ તરીકે યોગશાસ્ત્રની પ્રતિલિપિની પ્રશસ્તિ (ઈ. સ. ૧૨૩૬)ની પટ્ટાવલીમાં બે માનતુંગનાં નામ છે. જેમાંથી પ્રથમ માનતુંગનો સમય ઈ. સ. ૧૧મી સદીનો ઉત્તરાર્ધ હોવાનો અંદાજ હોઈ શકે.૧૫
ચંદ્રકુલ
1
માનદેવ
માનતુંગ (પ્રથમ)
|
બુદ્ધિસાગર
I
પ્રદ્યુમ્ન
દેવચન્દ્ર
I
માનદેવ પૂર્ણચંદ્ર
1
માનતુંગ (દ્વિતીય)
1
પદ્મદેવ