SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામરસ્તોત્રના રચયિતા આચાર્ય માનતુંગસૂરિજી * 133 ગુર્વાવલીઓ અને મોટા ભાગે એક અનુકરણ કરવાવાળી ૧૬-૧૭-૧૮મી સદીની અન્ય ગચ્છોની પટ્ટાવલીઓમાં મળે છે. તપાગચ્છીય મુનિસુંદરસૂરિની ગુર્વાવલી અને એમના ગુરુ ગુણરત્નસૂરિના ઈ. સ. ૧૪૧૦ના ‘ગુરુપર્વક્રમવર્ણન'માં કહેવામાં આવ્યું છે કે આર્ય વજના શિષ્ય વજ્રસેન અને એમના શિષ્ય ચંદ્રકુલના સ્થાપક ચંદ્રસૂરિ થયા. તેમના પછી ચંદ્રકુલના ચંદ્રમાં સમાન ૧૭મા આચાર્ય સમન્તભદ્ર થયા. અને ત્યારબાદ વૃદ્ધ દેવસૂરિ થયા. જેમણે કો૨ટા રાજસ્થાનમાં નાહડ મંત્રી દ્વારા નિર્મિત ચૈત્યની પ્રતિષ્ઠા કરી તેમના પછી પ્રદ્યોતનસૂરિ અને એમના પછી માનદેવસૂરિ થયા જેમની પાસે પદ્મા, જયા, વિજયા અને અપરાજિતા નામની દેવીઓ આવતી-જતી રહેતી હતી. અને તેમણે નાડોલમાં રહીને તક્ષશિલામાં લઘુશાંતિ-સ્તવની રચના કરીને મહામારીના ઉપદ્રવને શાંત કર્યો હતો. એમના પછી ૨૧મા આચાર્ય ‘માનતુંગ’ થયા. જેમણે ‘બાણ' મયૂરની વિદ્યાથી પ્રભાવિત થયેલા રાજાને ભક્તામર સ્તોત્ર'ના ચમત્કારિક પ્રભાવથી પ્રતિબોધ કર્યા હતા. ધરણેન્દ્રને પ્રસન્ન કરીને અઢાર અક્ષરનો ચિંતામણિ મંત્ર મેળવી ‘ભયહર સ્તોત્ર'ની રચના કરી હતી તથા ‘ભક્ત્તિબ્બર’ જેવા નમસ્કાર સ્તવ બનાવ્યાં હતાં. એમના પછી આવેલા તેમના શિષ્ય ૨૨મા આચાર્ય વી૨સૂરિ જેમણે ઈ. સ. ૨૪૪માં નાગપુરમાં શ્રી નમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. વીરસૂરિના સમયની ગણતરીના આધાર પરથી શ્રી માનતુંગસૂરિનો સમય લગભગ ઈ. સ. ૨૦૦ થી ૨૪૪ માનવામાં આવ્યો છે. વિવિધ પટ્ટાવલીઓના આધારે કરવામાં આવેલા અનુમાનના સંદર્ભમાં શ્રી મધુસૂદન ઢાંકી અને જિતેન્દ્ર શાહ જણાવે છે કે “પટ્ટાવલીકારોની આ માહિતીમાં વિપુલ પ્રમાણમાં કાલાતિક્રમનાં દૃષ્ટાંતો તો છે જ પરંતુ એના સિવાય અનેક વાતો વાસ્તવિક ઇતિહાસથી વિપરીત આવી ગઈ છે. પહેલી વાત તો એ છે કે વજ્રસેનનાં જે ત્રણ-ચાર શિષ્યોથી ચાર શાખાઓમાં પ્રવાહ્યમાન હોવાનો ઉલ્લેખ ‘પર્યુષણા કલ્પ’ની ‘સ્થવિરાવલી’માં પ્રાપ્ત થાય છે. ત્યાં ક્યાંય પણ ચંદ્રશાખા કે ચંદ્રકુલનો ઉલ્લેખ નથી અને પ્રાચીન માનવામાં આવેલા આચાર્ય ચંદ્રની પછી મહાવીરની દાર્શનિક દિગમ્બરાચાર્ય સ્વામી સમંતભદ્રને જબરદસ્તીથી શ્વેતામ્બર બનાવી દેવાનો પ્રયત્ન માત્ર છે. એમના પછી જે દેવસૂરિ થયા એમની વાત કરી છે અને કોરટા (રાજસ્થાન)માં નાગભટ્ટ મંત્રી દ્વારા નિર્મિત ચૈત્યની વાત કરી છે, તે તો પ્રાગ્ મધ્યકાલીન યુગમાં, પ્રતિહાર યુગમાં બનેલી ઘટનાને બીજાં ૬૦૦ વર્ષ પ્રાચીન બનાવી દે છે. આ દેવસૂરિ પ્રબંધોના અનુસાર ઉપર કથિત કોરટાના ચૈત્યના ચૈત્યવાસી મુનિ હતા. અને તેમનો સમય ૯ કે ૧૦મી સદીથી પૂર્વનો ન હતો. તેમના પછી પ્રદ્યોતનસૂરિ થયા એવું કહ્યું છે પરંતુ એ સૂરિનો કાળ ૧૦મી સદીના ઉત્તરાર્ધથી પહેલાં ન હોઈ શકે. એમના નામથી ચાલેલા ગચ્છસંબંધે ૧૧મી સદીના ઉત્તરાર્ધના થોડા લેખ મળ્યા છે. આ આચાર્ય પુરાતન નથી. હવે એમના પછી આવેલા માનદેવસૂરિ જેમનું બનાવેલું ‘લઘુશાંતિ સ્તોત્ર’ આજે ઉપલબ્ધ છે. તેઓ ખુલ્લેઆમ માંત્રિક હોવા ઉપરાંત શૈલીથી તો મધ્યકાલીન જ છે. તેઓ ૧૧મી સદીના ઉત્તરાર્ધથી પ્રાચીન નથી તે ઉપરાંત નડ્યુલ અને શાંકભરી (સાંભર) પણ પ્રાગ પ્રતીહાર કાળથી વધારે પ્રાચીન નથી. આશ્ચર્ય છે કે ઈ. સ. ત્રીજી સદીમાં માનવામાં આવેલા માનદેવ પછી જે માનતુંગસૂરિ થયા, સાથે સાથે તેમને સાતમી સદીના પૂર્વાર્ધમાં થઈ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy