________________
114 // ભક્તામર સુભ્ય નમઃ | કરી છે. તેમાંથી કેટલાંક નામોમાં વાદિદેવસૂરિ, જયવંતસૂરિ, અભયદેવસૂરિ, પાર્થચંદ્રસૂરિ, ભાવસુંદર, કુશલલાભ, લાવણ્યસમય, સમયસુંદર, કુશલવર્ધન, ગુણહર્ષ આદિ અન્યનો સમાવેશ થાય છે.
૧૨મી સદીના નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિએ અપભ્રંશ ભાષામાં રચેલા જયતિયાણા (કુલ ૩૬ ગાથા) સ્તોત્રની દષ્ટાંત તરીકે એક ગાથા જોઈએ.
"જયતિહુયણ વર કયરૂખ જય જિણ ધનંતરિ, જયતિહુયણ કલ્યાણ કોસ, દુરિયકખરિ કેસરિ, તિયણજણ અવિલંધિ આણ ભુવણાય-સામિય;
કુણસુ સુહાઇ જિણેસ પાસ થંભણય પરિઠિય.” અર્થાત્ “હે ત્રિભુવનશ્રેષ્ઠપાસ કલ્પવૃક્ષ ! જય પામો ધનંતરરૂપ જિન જયવંતા રહો. ત્રિભુવનકલ્યાણકના કોશભંડાર અને પાપરૂપી હાથી માટે સિંહસ્વરૂપ એવા તમારો જય હો ! જેમની આજ્ઞા ત્રણેય ભુવનના લોકોએ ઉલ્લંઘી નથી એવા, ત્રણ ભુવનના સ્વામી અને સ્થંભનક નગરમાં રહેલા હે પાર્શ્વ જિનેશ્વર ! સર્વને સુખી કરો ! સુખી કરો ! સુખી કરો !”
ગુજરાતી ભાષામાં સ્તવનોની રચના કરનારા કવિઓમાં વીરવિજયજી, ચિદાનંદજી, ઉદયરત્ન, મોહનવિજય, ન્યાયવિશારદ, મહામોપાધ્યાય યશોવિજયજી આદિને ગણાવી શકાય.
જેન સ્તોત્ર સાહિત્યમાં વિશાળ સ્તોત્ર ભંડારમાંથી ઉપરોક્ત થોડાંક જ સ્તોત્રકારોનો આછેરો પરિચય કે આછેરું વિહંગાવલોકન કર્યું છે. સમગ્ર સ્તોત્રસાહિત્યના સ્તોત્રકારોનું આવું વિહંગાવલોકન કરવા માટે તો એક બૃહદ્ ગ્રંથની રચના કરવી પડે. ઉપલબ્ધ સ્તોત્રકારોની શતાબ્દીવાર યાદી નીચે પ્રમાણે છે. શતાબ્દી ૧૦ સુધી :
૧. ગૌતમસ્વામી ઋષિમંડલસ્તવ, ૨. નંદિષણ અજિતશાંતિસ્તોત્ર ૩. ભદ્રબાહુસ્વામી ઉવસગ્ગહર, ગ્રહશાંતિ, લઘુસહસ્રનામસ્તોત્ર, ૪. સિદ્ધસેનદિવાકર-દ્વાર્નિંશિકા શકસ્તવ (ગદ્ય), જિનસહસ્ત્રનામ, કલ્યાણ મંદિર સ્તોત્ર, ૫. વજસ્વામી “સ્વર્ણાષ્ટાગ્રથી શરૂ થતું ગૌતમસ્તોત્ર, ૬. પાદલિપ્તસૂરિ વીરસ્તુતિ (સુવર્ણસિદ્ધિગર્ભિત), ૭. પાદલિપ્તસૂરિના શિષ્ય સર્વાનંદતીર્થમાલાસ્તવન (શ્લોક ૧૧), ૮. માનતુંગસૂરિ.નમિઊણ ભયહર) સ્તોત્ર, ભક્તામર સ્તોત્ર, ભત્તિબ્બર સ્તોત્ર, ૯. હરિભદ્રસૂરિ સંસારદાવાનલ સ્તુતિ, ૧૦, બપ્પભટ્ટસૂરિ-ચતુર્વિશતિકા. સરસ્વતી સ્તવ, ૧૧. જિનભદ્રસૂરિપારસી ભાષામય સ્તુતિ, ૧૨. માનતુંગસૂરિના શિષ્ય ધર્મઘોષચિંતામણિકલ્પ, ૧૩. માનદેવસૂરિ-લઘુશાંતિસ્તવ.