SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ 113 જૈન સ્તોત્રસાહિત્યનો ઇતિહાસ પાદપૂર્તિરૂપ કાવ્યની રચના કરી છે. અર્થાત્ દરેક શ્લોકના પ્રથમ ત્રણ ચરણ સ્વરચના છે. જ્યારે ચતુર્થ ચરણ મૂળ સ્તોત્રના પ્રત્યેક શ્લોકનું અંતિમ ચરણ છે. (૩૧) મેઘવિજય : મેઘવિજયજીએ રચેલ ‘પંચતીર્થ-સ્તુતિ’ (સવૃત્તિ)માં પ્રત્યેક પદના પાંચ અર્થ થાય છે જે ઋષભદેવ, શાંતિનાથ, સંભવનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથને અનુલક્ષીને છે. (૩૨) ધર્મધુરંધરસૂરિ : આ પ્રખર વિદ્વાન વિક્રમ સંવત ૧૯૭૪થી ૨૦૩૩ સુધીના સમયકાળમાં થયા. ܀ ધર્મધુરંધરસૂરિએ રચેલ કૃતિઓમાં શિરપુર સ્તવનવાળી, આદિજિન પંચકલ્યાણ પૂજા, નિહ્નવવાદ, સન્ધિવિનોદ પંચદશી, સિદ્ધહેમ સરસ્વતી ભાગ ૧-૨, લક્ષણ વિલાસ, શ્રી સિદ્ધસેન દ્વાત્રિંશિકાવૃત્તિ, સાહિત્યશિક્ષા મંજરી, ઇન્દુત, ખંડકાવ્ય ટીકા, શ્રી વર્ધમાન મહાવીરાષ્ટક આઠ અષ્ટકો, અનુભૂત સિદ્ધસારસ્વત, સ્તવટીકા, શબ્દવૃત્તિ મીમાંસા, આમ ગદ્ય-પદ્ય ગુજરાતી સંસ્કૃત પ્રાકૃત મળી ૭૦ ગ્રંથોની રચના કરી છે. ઉપર્યુક્ત રચનાઓ સિવાય તેમણે ભક્તામર સ્તોત્રના એકેક શ્લોક ઉપર એકેક સ્તવન બનાવવા ઉપરાંત ભક્તામર સ્તોત્રના ચરણને લઈ શ્રી નેમિ ભક્તામર કાવ્ય બનાવી પૂ. શાસનસમ્રાટ નેમિસૂરિનું ચરિત્ર રચ્યું છે. ભક્તામર સ્તોત્રના એક એક શ્લોક પર બનાવેલ સ્તવનમાંથી ત્રીજો શ્લોક બુધ્યા વિનાપિ વિબુધાર્ચિત પાદપીઠ' ૫૨ રચેલ સ્તવન આ પ્રમાણે છે : જિનવર ! ખમજો મમ હુંકાર; વિણબુદ્ધિ ગુણ ગાઉ તુમ્હારા, એ અવમુલ્ય અસાર... ..જિનવર. તવ પદપીઠ પ્રણમે સવિ સુરવર, ભક્તિ કરે એકતા...... જિનવર, હું પણ એહવું કરવા ઇચ્છું, એ પણ મમ હુંકાર....... .જિનવર. લજ્જાહીન વધુ આગળ આગળ, પણ ન મળે ભલીવાર...જિનવર. સલિલ ચમકતા શશધર બિંબને, લેવા ચહે લઘુ બાળ.......જિનવર. તે સમ મુજ આ કરણી જાણો, કલ૨વ જન મનહાર.. ભક્તની ભક્તિ ભરી સેવાનો, નાથ જ એક આધાર. ધર્મધુરંધર પ્રભુપદ સેવન, ઉતારે ભવ પાર.... જિનવર. જિનવર. ..જિનવર.પ આવી સુંદર ૪૪ સ્તવનોની રચના, શ્રી ધર્મધુરંધરસૂરિએ કરેલી છે. ઉપર્યુક્ત વિદ્વાન આચાર્યોએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં સ્તોત્રરચના કરી છે. તદુપરાંત ગુજરાતી તથા અપભ્રંશ ભાષામાં પણ ૧૨મી સદીથી અનેકાનેક સ્તોત્રો અને સ્તવનો વિદ્વાનોએ રચ્યાં છે. અર્થાત્ આ સ્તોત્રસાહિત્યનું ફલક પણ અતિ વિશાળ છે. ઘણા આચાર્યો અને મુનિ-મહારાજોએ અપભ્રંશ ભાષામાં સ્તુતિ-સ્તવન કે સ્તોત્રની રચના
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy