SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ 104 | ભક્તામર તુવ્ય નમઃ | ૯૬ કાવ્ય પ્રમાણે યમકાલંકારમયી જે સ્તુતિ ચતુર્વિશતિકાઓ લખાઈ છે, એમાં રચનાસમયની દષ્ટિએ આચાર્ય બપ્પભટ્ટસૂરિકૃતિ સ્તુતિ ચતુર્વિશતિકા' સૌપ્રથમ છે. આ સર્વ ચતુર્વિશતિકાઓમાંથી અથવા કોઈ પણ ચાર પદ્યની સ્તુતિ દેવવંદનમાં કાયોત્સર્ગ કર્યા પછી બોલવાની હોય છે તેમાં નીચે પ્રમાણેના વિષયો હોય છે : “અહિંગયજિણ પઢમ પૂઈ, બીઆ સવ્વાણ તઇઅ નાણસ્સ, વૈયાવચ્ચગરાણ, ઉવઓગતથં ચકલ્થ પૂઈ' ||" (ચૈત્યવંદન ભાષ્ય - ૫૨). અર્થાત્ “પ્રથમ સ્તુતિ વિવક્ષિત કોઈ એક તીર્થકરની સ્તુતિ, બીજી સર્વ જિનની સ્તુતિ, ત્રીજીમાં જિન-પ્રવચનની અને ચોથી વૈયાવૃન્કર દેવતાઓનું સ્મરણ.” ચતુર્વિશતિકા દ્વારા યમકપ્રધાન સ્તુતિની રચના કરી છે. બે ચરણોની સમાન આવૃત્તિવાળા યમકનો પ્રયોગ અહીંયા સર્વપ્રથમ થયો છે. સાથે સાથે જ શારદાસ્તવ' અથવા “અનુભૂતિસિદ્ધ સારસ્વત-સ્તવમાં મંત્રાલરોનો સમાવેશ કરતાં પૂર્વેની પરંપરાને પણ એમણે સાચવી રાખી છે. (૧૩) જંબુસ્વામી : અગિયારમી સદીના પ્રથમ ચરણમાં જંબુમુનિએ જિનશતકમાં સ્ત્રગ્ધરા છંદનો પ્રયોગ તથા શબ્દાલંકારોનો સમાવેશ કર્યો છે. જંબુસ્વામીના સમયકાળ માટે શ્રી મણિભાઈ પ્રજાપતિનું આનાથી જરા જુદું મંતવ્ય જાણવા મળે છે. “શતક સ્તોત્રકાવ્યની પરંપરામાં ચંદ્રગચ્છના જંબુસ્વામી (૧૦મી સદી)એ જિન શતક રચ્યું છે કે જેની સાલમુનિએ વિવરણ ટીકા-પંજિકા રચી છે." શ્રી ડૉ. જ્યોતિપ્રસાદ જૈન જંબુસૂરિનો સમયકાળ ઈ. સ. ૯૪૮ અને જિનશતકની રચના કરી હોવાનું જણાવે છે. સાહિત્યકલારત્ન આચાર્ય વિજયયશોદેવસૂરિએ ૧૧મી સદીના પ્રથમ ચરણમાં થયેલા જંબુમુનિ તરીકે ઓળખાવ્યા છે. શ્રી મણિભાઈ પ્રજાપતિએ દશમી સદીમાં થયેલા જંબુસ્વામીની વાત કરી છે જ્યારે ડૉ. જ્યોતિ પ્રસાદ જૈન ઈ. સ. ૯૪૮માં થયેલા જંબુસૂરિ તરીકે વર્ણવ્યા છે. પરંતુ ત્રણે વિદ્વાનોના મતે આ ત્રણે મુનિ સ્વામી કે સૂરિએ જિનશતક'ની રચના કરી છે તેમાં એકમત છે. (૧૪) ધનપાલ અને શોભનમુનિ : ૧૧મી સદીમાં વિખ્યાત થયેલા ધનપાલ અને શોભનમુનિ બંને ભાઈઓ હતા. શ્રી હીરાલાલ કાપડિયા આ બંધુબેલડી વિશે માહિતી આપતાં જણાવે છે કે, “અગિયારમી શતાબ્દીરૂપ ગગનપ્રતિ દૃષ્ટિપાત કરતાં વેદપારંગત વિપ્રવર્ય ધનપાલ અને તેમના લઘુબંધુ શ્રી શોભન મુનીશ્વર એ બે તેજસ્વી તારાઓ ઝળકી રહેલા માલૂમ પડે છે. જેમણે ‘ઋષભ પંચાશિકા' તથા વિરુદ્ધવચનીય) શ્રી વીર સ્તુતિનું નિરીક્ષણ કર્યું છે, તે તો તિલકમંજરી' જેવી પ્રોઢ કથા રચનારા આ ધનપાલની વિદ્વત્તા ઉપર મુગ્ધ થયા વિના રહેશે નહિ. આવા પ્રખર વિદ્વાને પણ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy