SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ 103 જૈન સ્તોત્રસાહિત્યનો ઇતિહાસ (૧૦) આર્ય ખપટવંશીય સૂરિ વિજયસિંહ : તેમણે રચેલું ‘નેમિજિન સ્તવન’ પ્રાસાદિક મધુર શૈલીનાં કુલ ૨૪ પદોમાં રચાયેલું છે. સંસારસાગરમાંથી ઉદ્ધાર માટે મથતા કવિ પોતાના પર કૃપાદૃષ્ટિ નાખવા નેમિનાથને વિનવે છે. નેમિનાથ તો કલ્પવૃક્ષ છે, ૫૨મ જ્યોતિ છે. (શ્લોક ૩-૪,૧૮) ભક્ત કવિ તો ભવોભવ નેમિનાથનાં ચરણની સેવાનું સુખ યાચે છે. ܀ (૧૧) હરિભદ્રસૂરિ : જૈન આગમો ઉપર ઉપલબ્ધ થતી સંસ્કૃત ટીકાઓ તરફ નજર કરતાં જેમને આઘ ટીકાકાર તરીકે ઓળખાવી શકાય એવી મધ્યસ્થ ભાવના પ્રદીપક તેમજ જૈન પરંપરા પ્રમાણે ૧૪૪૪ ગ્રંથોના પ્રણેતા શ્રી હરિભદ્રસૂરિએ પણ સ્તુતિસાહિત્યમાં પોતાનો ફાળો આપ્યો છે. આ વાતની ‘સંસા૨દાવાનલ'ની સુપ્રસિદ્ધ સ્તુતિ તેમજ ‘શ્રી ચતુર્વિશતિ જિનસ્તુતિ' સાક્ષી પૂરે છે. આ સાક્ષ૨૨ત્ને વૈક્રમીય ૬ઠ્ઠી કે ૮મી શતાબ્દી અલંકૃત કરી હતી એ વિષે મતભેદ છે. આગમોદ્ધારક જૈનાચાર્ય શ્રી આનંદસાગરસૂરિ પ્રમુખ મુનિવરો ‘વિચારસાર પ્રકરણ'માં અવતરણ રૂપે આપેલી ‘પંચસણ પળતી(સૌ) ગાથાને આધારે છઠ્ઠી શતાબ્દીને આ ગુણજ્ઞ સૂરિવરના હયાતીકાળ તરીકે માને છે, જ્યારે શ્રી જિનવિજય જેવા પ્રમુખ સાક્ષરો એ સ્થાને આઠમી શતાબ્દીનો નિર્દેશ કરે છે. શ્રી હરિભદ્રસૂરિના સમયકાળ માટે વિદ્વાનોમાં મતમતાંતર પ્રવર્તે છે. તેમણે રચેલી ‘સંસા૨દાવાનલ’ સ્તુતિની વિશેષતા એ છે કે તેઓએ આ સ્તુતિની સમસંસ્કૃત ભાષામાં અર્થાત્ સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષામાં વપરાતા શબ્દોમાં રચના કરી છે. આ સંપૂર્ણ સ્તુતિમાં એક પણ જોડાક્ષર નથી. (૧૨) બપ્પભટ્ટસૂરિ : વિક્રમની નવમી શતાબ્દીના શૃંગારરૂપ, ‘આમ’ નરેશ્વરના પ્રતિબોધક, વાદિકુંજકેસરી પ્રમુખ બિરુદોથી વિભૂષિત એવા શ્રી બપ્પભટ્ટસૂરિએ પણ ચતુર્વિશતિકા' રચી પોતાની કલમને સાર્થક કરી અને મહાકવિ તરીકેની નામના મેળવી છે. આચાર્ય સિદ્ધસેનના શિષ્ય બપ્પભટ્ટસૂરિએ યમકાલંકારમયી ‘સ્તુતિ ચતુર્વિશતિકા, સરસ્વતી સ્તોત્ર, વીર સ્તવ, શાંતિ સ્તવ' વગેરે સ્તોત્રો સંસ્કૃતમાં રચ્યાં. આ ઉપરાંત વિવિધ છંદોમય ‘વીરસ્તવ’ (૧૧ પદ) અતિ સરળ પદોમાં રચાયું હોઈ, ઊર્મિપ્રધાન બન્યું છે. વીર વિના બધું જ નકામું છે. (વ્યર્થ છે). ઇન્દ્રિયોનું સાફલ્ય તો વીરનું દર્શન ક૨વામાં, ચિંતન કરવામાં અને ગુણ ગાવામાં જ છે. એ વાત કહેતાં બપ્પભટ્ટસૂરિ કહે છે : ન તાનિ ચક્ષુષિ ન નિ રીક્ષસે, ન તાનિ ચેતાંસિ ન યેસિ ચિન્ત્યસે । ન તા ગિર યા ન વન્તિ તે ગુણા, ન તે ગુણા યે ન ભવન્તમાશ્રિતાઃ ।।૭।।
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy