SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ રHO કવિ ઋષભદાસ કૃત સમકિતસાર રાસ'ને આધારે તાંજમલ મુઝાઈઉં, મૂંગો મૂઢ અત્યંત રે; જમાલનિ ગઉત્તમદેખતાં, બોલ્યા શ્રી ભગવંતરે. આઠ ...૫૧૧ જીવ અસારવત શાસ્વતો, લોકનાદોય ભેદરે; ગઉત્તમ રગબહૂહર્ષોઉં, જમાલી હુઉં બેદરે. આઠ૦ ...પ૧ર માન મૂકીઅપાછોવલો, જીત્યા શ્રી ભગવંત રે; એહ પ્રભાવક પૂર્ષની, કરો ભગતી અત્યંતરે. આઠ૦ ...૫૧૩ અર્થ : (જિનશાસનની પ્રભાવના કરનાર) આઠ પ્રભાવિક પુરુષોની ખૂબ ભક્તિ કરજો. જેઓ સમ્યક પ્રકારે સૂત્ર - સિદ્ધાંત (આગમ) નું વાંચન કરે છે. તેઓને સુપાત્રદાન આપજો..૪૯૯. જિનેશ્વર પ્રણિત આગમ સમાન આ જગતમાં કોઈ શાસ્ત્ર નથી. તેમાં ગંભીર અર્થ (પરમાર્થ) સમાયેલ છે. શાસ્ત્રનાં વચનો સાંભળતા હ્રદયમાં ચંદન જેવી શીતળતા પ્રાપ્ત થાય છે...૫00. જેમ અજાણતાં વૃદ્ધાએ હંસ હંસનો જાપ જપ્યો તેથી તેના પુત્રનું સર્પ વિષ દૂર થયું, તેમ ચિત્તની એકાગ્રતા વિના, સહજપણે શાસ્ત્ર શ્રવણ કરતાં પણ લાભદાયી નીવડે છે...૫૦૧. આસૂત્ર સિદ્ધાંતનું ભાવપૂર્વક શ્રવણ કરતાં પાપરૂપી વિષનો ભાર દૂર થાય છે. જ્ઞાનીઓની તેમજ પઠન-પાઠન કરનારા અભ્યાસીઓની ભક્તિ કરવાથી સમકિત નિર્મળ બને છે...૫૦૨. ધર્મકથિક એ બીજા પ્રભાવક પુરુષ છે. જેના ઉપદેશથી ઘણા જીવો ધર્મ પામે છે. તેઓ મંદિષેણ મુનિની જેમ નિત્ય પોતાના ઉપદેશથી ભવ્ય જીવોને પ્રતિબોધે છે...૫૦૩. બળભદ્ર મુનિની દેશનાથી વનચર પ્રાણીઓ જેવાં કે હંસ, મૃગ, મોર, ચિત્તા અને વાધ જેવાં હિંસક પ્રાણીઓ તેમજચોર-લૂંટારા જેવાંવનમાં રહેનારાજીવો પણ પ્રતિબોધ પામ્યા..૫૦૪. બળભદ્ર મુનિની પ્રભાવિક વાણીના પ્રભાવથી રીંછ જેવાં હિંસક પ્રાણીઓએ માંસ ખાવાનું છોડી દીધું. એવાભાવિક પુરુષને નમસ્કાર કરતાં આત્મા નિર્મળ બને છે...૫૦૫. અતિશય પ્રભાવશાળી વાદી નામના ત્રીજા પ્રભાવિક પુરુષ છે. શૈવધર્મી, સંન્યાસી કે અન્યદર્શનીઓ તેને જીતી ન શક્યા તેવા પ્રવીણ પુરુષ ભગવાન મહાવીર સ્વામી પ્રખ્યાત વાદી પુરુષ હતા.૫૦૬. ગણધરોમાં પ્રમુખ એવા ગૌતમ સ્વામી આદિ ગણધરોએ ભગવાન મહાવીર સાથે વાદ કર્યો. શાસ્ત્રનાં પ્રશ્નો પૂછતાં તેમનો અવાજ બેસી ગયો અર્થાત્ ગણધરોનો પરાભવ થયો તેથી તેઓ ચૂપ થઈ ગયા...૫૦૭. જુઓ જમાલી અણગારને !જે નિહનવોમાં મુખ્ય હતાં. સમવસરણમાં ભગવાન મહાવીર સમક્ષ વાદ કરવા આવ્યા. તેમણે સમવસરણમાં આવી રવમુખેથી કહ્યું...૫૦૮. “હું અરિહંત છું, હું જિનેશ્વર છું. મારા જેવો કોઈ શ્રેષ્ઠ નથી. જેને શાસ્ત્રના અર્થ કે પરમાર્થ વિષે સંશય હોય તે મને પ્રશ્ન પૂછી શકે છે"...૫૦૯.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy