________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
- દુહા : ૨૩
જ્ઞાનવંત અદીકો સહી, જ્ઞાનવંત ગીસાર; એહવા પૂર્ણ તણી વળી, કીજઈ ભગતિ અપાર. બીજી સધિણા વલી, એ રાખિ મન માહિ; ત્રીજી સઈણા તણો, ભેદ કહ્યો વલી ત્યાહિ.
...૩૫૩
અર્થ : જ્ઞાની આ જગતમાં ઉત્તમ છે. તે સામાન્ય માનવીથી નિરાળા છે. એવા જ્ઞાનીજનોની ભાવપૂર્વક અપૂર્વ ભક્તિ કરવી જોઈએ...૩પર.
(ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહી તેમની ભાવપૂર્વક વૈયાવચ્ચ કરવી) આ બીજી સહૃણા મનમાં ધારણ કરો. હવે સહણાનો ત્રીજો ભેદ કહ્યો છે...૩૫૩.
કદાગ્રહી મિં મૂકવો, સધિણા પ્રતિ જેહ. ચઉથી સધઈણા એ કહ્યું, મીથ્યાદ્રીષ્ટી જેહ; સમકીત સૂયૂં રાખવા, સહી વર્જવો તેહ.
સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું અમૃત મનુષ્યને મૃત્યુથી બચાવી શકે નહિ. જ્ઞાનામૃત મનુષ્યને અમર બનાવે છે. ઔષધી જનિત રસાયણ મનુષ્યને વ્યાધિ અને વૃદ્ધાવસ્થાથી બચાવી શકતું નથી, પરંતુ જ્ઞાન રસાયણ જીવને અનંત યૌવન આપી શકે છે. ઐશ્વર્ય જીવને નિર્ભય બનાવી શકતું નથી, પણ જ્ઞાન ઐશ્વર્ય નિર્ભયતા અર્પણ કરે છે. માનવજીવન જ્ઞાનામૃત, જ્ઞાનરસાયણ અને જ્ઞાન ઐશ્વર્ય મેળવી ઉન્નત બનાવવા માટે છે. જ્ઞાન પ્રગટાવવાનાં સાધનો દેવ, ગુરુ અને ધર્મ છે. જો સાધક બહુશ્રુત ગુણવાન ગુરુને અનુસરતા હોય તો ગુણવાન ગુરુ સાધકમાં રહેલા ગુણોની વૃદ્ધિ તરફ લક્ષ આપે છે . તેના કષાયો મંદ બનાવે છે .
વ્યાપન દર્શન વર્જન : નિહ્નવ
ઢાળ : ૧૭ (કાયા વાડી કારમી રે.)
ત્રીજી સધઈણા ધરો, નર નીનવ જેહ; સમકીત જેણઈ સહી વસ્યું,વરજેવો તેહ; સધિણા ત્રીજી ધરો : આંચલી. પ્રથમ જમાલ નીનવ હવો, તીક્ષગુપતી જેહ; આષાડાચાર્ય તણો, શષ્ય હૂઁઓ જેહ. આસમીત્ર ચોથો વલી, ગંગાચાર્ય જોય; રોહગુપતિ છઠો સહી, ગોષ્ટામાલ્યા તે હોય. સધિણા.
એ નીનવ તિ વર્જવા, યથા છંદો જેહ;
સષિણા.
...૩૫૨
સષિણા.
સષિણા.
...૩૫૪
...૩૫૫
૧૬૯
...૩૫૬
...૩૫૭
...૩૫૮