SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે વિકાર જ્ઞાનને ડહોળનાર છે. કામને જીતનાર મોહને સહજ માત્રમાં જીતી લે છે. ગીતામાં કહ્યું છે- ઈન્દ્રિયોને વશ થનાર જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરે છે. માર્ગાનુસારીના ૩૫ બોલમાં બીજો બોલ છે - ઉત્તશાચોત્રીશૈલેવાય". સમાન કુલ અને શીલવાળા સાથે વિવાહ કરવો. આર્ય દેશના આચારરૂપ જુદા જુદા ગોત્રવાળા અને સમાન કુલાચારવાળા સાથે વિવાહ કરવાથી ઉત્તમ પુત્ર પરંપરાની પ્રાપ્તિ થાય છે. યોગ્ય પરિવારથી ચિત્તને શાંતિ, ઘરનાં કાર્યોમાં વ્યવસ્થા, રવજાતીય આચારોની શુદ્ધિ, દેવસેવા, અતિથિ, સ્વજન આદિનાં સત્કાર, સન્માન તેમજ ઔચિત્ય આચરણ આદિ ઘણાં લાભો થાય છે. સુજાત, અતિજાત, કુજાત અને કુલાંગર એમ ચાર પ્રકારના પુત્રો છે. સુજાત પુત્ર પિતા સમાન ગુણવાળો છે. અતિજાત પિતાથી અધિક ગુણવાન છે. તે ધનાઢય, કુલોદ્ધારક અને ધર્મી હોય છે. કુજાત એ હીન ગુણી - તુચ્છપ્રકૃતિ વાળો હોય છે. કુલાંગર તે કુલનાશક બને છે. અધમસ્ત્રી અને ગુણવાન પુરુષથી ઉત્તમ સંતતિ પાકતી નથી. પુરુષ દુર્ગુણી હોય અને સ્ત્રી ઉત્તમ હોય તો પણ ઉત્તમ સંતતિ ન પાકે. આ શાસ્ત્ર વચનની અવગણના કરનાર પોતાનો વિનાશ નોતરે છે. વર્તમાન જગતમાં તેનાં પરિણામો સમાચાર પત્રોમાં અવારનવાર જોવા મળે છે. તવેણુ વાવત્તામર તપમાં બ્રહ્મચર્ય ઉત્તમ છે. વૈદિક ધર્મમાં ચાર આશ્રમ બતાવેલા છે. તેમાં સૌ પ્રથમ બ્રહ્મચર્યાશ્રમ છે. વિદ્યાર્થીએ જ્ઞાન સંપાદન કરવા બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ગુરુકુળવાસ એ વ્યવહારથી બ્રહ્મચર્ય છે. કપિલ કેવલી સ્ત્રીસંગથી લોભી બન્યા. जहा लाहो तहा लोहो, लाहा लोहो पवटइ।" दोमास - कार्य कज्ज, कोडीए वि ण णिट्टियं ।। સ્ત્રીની અભિલાષા પૂર્ણ કરવા જતાં કપિલનો લોભ વધતો ગયો. ફક્ત બે સુવર્ણમુદ્રાની જરૂર હતી, ત્યાં તૃણાનું જોર વધતાં વધતાં ક્રોડ સુવર્ણમુદ્રા સુધી પહોંચી. સાવિદાયા વિનુવાપે - તે જ વિધા જ્ઞાન કહેવાય, જેનાથી કર્મ બંધનોથી મુક્તિ થાય. જ્ઞાનાવિરઃ પ્રાયતે જ્ઞાનથી જન્મ મરણના ચક્રથી મુક્તિ મળે છે. જગતનાં સર્વ પદાર્થો ગણુવરામ - અધુવ અને અશાશ્વત છે. “જ્ઞાનને જાણો અને જ્ઞાનીની સેવા કરો.” જ્ઞાનથી જ જીવન પરિવર્તન થાય છે. સમકિત એટલે હદય પરિવર્તન. જ્ઞાન અને ચારિત્રનો પુરુષાર્થ એટલે જીવન પરિવર્તન. બાહ્ય કલેવરના પરિવર્તનથી કોઈ વિશેષ લાભ ન થાય. તેથી જ સમકિતનું અસાધારણ મહત્ત્વ છે. સમ્યગુદર્શન પ્રાપ્ત થયા પછી સંસાર નવા પહેરેલા બૂટની જેમ ડંખે છે. લગ્ન વગેરે પ્રસંગે પહેરેલા નવા બૂટ ડંખતા હોવા છતાં કારણ વશ કાઢી શકાતા નથી પરંતુ તેની વેદના હર ક્ષણે થાય છે કે ક્યારે ઘરે જાઉં અને બૂટ ઉતારું. બસ સમ્યગુદર્શની આત્માની પણ આવી જ સ્થિતિ છે. કપિલ કેવળીને વિશુદ્ધ પ્રજ્ઞા ઉત્પન્ન થઈ. તેઓ સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રના ત્રિવેણી સંગમથી સર્વકર્મ ક્ષય કરી સિદ્ધ ગતિ પામ્યા.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy