SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આદિનાથપ્રભુને વિનંતિ રૂપી શત્રુંજ્ય સ્તવન ૮૧૫ કેટ અને દેરાસરના કાંગરા (૧ર૬ર)બારસો ને બાસઠ હતા. અને બધાંય દેરાસરાના થાંભલા મેં ગણ્યા હતા ત્યારે અગિયારસોને પાંસઠ (૧૧૬૫) હતા. જ્વરકુંડ- ભીમકુંડ- સૂરજકુંડ –ખોડિયારકુંડ- શિલારકુંડતેવાં નામના ઘણાય કુંડો છે. આપણે જેનો પાર ન પામી શકીએ. (૧૭) સોવન સિરસ કુપિકા, ચોખા સ્ફટિક્ની ખાણ ચાર પાજ (ગ) શત્રુંજય ચઢી, કીજે કર્મની હાણ, નીલી ધોલી પરબ બહુ હવે તેહી જ નામ સંઘયાત્રા કરી તિહાં મિલે, વિસામાનો ઠામ, – ૧૮ – આ શ્રી શત્રુંજયમાં સુવર્ણને બનાવનાર સિદ્ધરસની કુંપિકાઓ રહેલી છે. સ્ફટિના ચોખાની ખાણો છે. શ્રી શત્રુંજય તીર્થમાં ગિરિરાજ ઉપર ચઢવા માટે ચાર પાજ (પાગ છે. તે પાગદ્વારા ઉપર ચઢી કર્મનો ક્ષય કરો.નીલીપરબ અને ધોળીપરબ આબેનામની પરબ છે. ત્યાં આરામ કરવા માટેવિસામા પણ છે. તેથી સંઘના યાત્રિલેને ત્યાં વિસામો પણ મળી શકે છે. આદિપરું રળિયામણું દીઠા પાપ જ નાસે, શેત્રુંજી ભલી નદી વહે. શત્રુંજય ગિરિ પાસે, ઇન્દ્રપુરી સમોવડએ, પાલિતાણું (સા) નયર ઉનંગ પ્રાસાદ જિહાં જિનતણા, દઠિનાસે વયર - ૧૯ - આદિપ નામનું ઘેટી ગામનું એક પરું હતું. જેને આપણે અત્યારે આતપર – આતપુર કહીએ છીએ.જેને જોવાથી આપણાં પાપો નાસી જાય છે. શ્રી શત્રુંજય ગિરિવની પાસે શેત્રુંજી નામની સુંદર ની વહી રહી છે. ઈજના નગર જેવું પાલિતાણા નગર છે. જે નગરમાં મોટાં મોટાં દેરાસરો જોતાં મનુષ્યોના વેચે ચાલી જાય છે. (૧૯) માનસરોવર સમોવડ એ લલિતા સર સોહે. વનવાડી આરામ ઠામ, ઈન્દ્રાદિક મોહે શેત્રુંજા શિવપુર સમો, જ્ઞાની એમ બોલે, ત્રિભુવન મહિ તીરથ નહિ, શત્રુંજયગિરિ તોલે, -- આ પાલિતાણા નગરમાં માન સરોવર જેવું લલિતા સરોવર શોભે છે તેમાં વન – વાડીઓ અને સુંદર બગીચાઓ પણ છે. જેથી ઈન્દ્ર વગેરે દેવતાનું પણ મનમોહી જાય છે. અને આ શ્રી શત્રુંજય શિવનગર સરખું છે. એમ શાનીઓ
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy