SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૪ શ્રી શત્રુંજય-ક્લ્પવૃત્તિ-ભાષાંતર – પૂર્તિ તે પ્રતિમા શેત્રુંજે છે, પણ કોઇ ન પેખે, ભવ ત્રીજે મુક્તિ લહે, નર તેહી જ દેખે, શ્રી આદીશ્વર ભગવાનની મૂલ પ્રતિમા ભરત રાજાએ ભરાવેલી હતી.તે પ્રતિમા – પ∞, ધનુષ્યના પ્રમાણ વાલી છે. ને રત્નમય છે. જેને ભરાવીને ભરત રાજાએ મુક્તિ મેળવી હતી. તે મૂળ પ્રતિમા અત્યારે શ્રીશત્રુંજયમાં જ છે. પણ કોઇ જોઇ શક્તાં નથી. જે મનુષ્ય ત્રીજાભવમાં મુક્તિએ જવાનો હોય તેજ આત્મા આ પ્રતિમાનાં દર્શન કરી શકે છે. ( ૧૫ ) = – ૧૫ – આદીશ્વરને મૂળ દેહ રે, પાવડીઓ બત્રીશ, (૧) નાગ મોરના રૂપ દેખી, નિવે કીજે રીશ, રાયણ – વડ – પીપલ હું, આંબલીય જગ્ગીશ, ત્રણ કોટ માંહે મોટા, ઝાડ છે એક્વીશ, – ૧૬ – શ્રી આદીશ્વર ભગવાનના મૂળ દેહરામાં જવા માટે ( ત્રણે બાજુના થઈને ) બત્રીશ પગથિયાં પહેલાનાં જમાનામાં હતાં . જે પગથિયાં કાલક્રમે નવાં નવાં મંદિરો બનતાં તળિયું સરખું કરવા માટે પુરાઇ ગયાં . રાયણ પગલાંની પાસે સર્પ અને મોરનાં રૂપ જોઇને તમે રીસ ન કરતાં કે આવા રૂપો અહીં કેમ મૂક્યાં છે .? તેની પાછળ એક વાર્તા સમાયેલી છે. આ શ્રી શત્રુંજ્યના ત્રણ કોટની ભૂમિમાં રાયણ –વડ –પીપલો આંબલી વગેરે મોટાં મોટાં એક્વીસ વૃક્ષો હતાં . (૧૬ ) (૧) (એક સમયે મુખ્ય દેરાસરમાં ચઢવા માટે બે બાજુ દશ- દશ પગથિયાં હશે અને સન્મુખથી ચઢવા માટે બાર પગથિયાં હશે. આ રીતે બત્રીશ પગથિયાંની ગણતરી બેસી શકે છે. જે પાબ્લથી પુરાઇ ગયાં.) કોટ દેહરાના કાંગરા, બારસેને બાંસઠ, સ્તંભ અગ્યારસે મેં ગણ્યા, તે ઉપરે પાંસઠ; ઇસર કુંડને ભીમ કુંડ –સૂરજકુંડ વખાણું ખોડિયાર કુંડ શિલાર કુંડ, તેહનો પાર જાણું, – ૧૭ -
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy