SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાદલિપ્ત સૂરિએ કરાવેલા ઉદ્ધારની ક્યા લાલ આંખવાલી – પુષ્પ સરખા દાંતની પંક્તિવાલી એવી નવવધૂએ ખાટી તાજી નવા ચોખાની કાંજી મને કુડવવડે આપી. બાલક્તા મુખેથી પ્રગટ ચમત્કાર કરનારી આ ગાથા સાંભળીને કાલિકાચાર્યે આદરથી તેનું “પલિન’” નામ આપ્યું. હે શિષ્ય ! શ્રૃંગારથી ગર્ભિત વચન બોલવાથી તેમજ સાંભલવાથી તારું નામ હું પ્રદીપ્ત કરું છું. નાગેન્દ્ર સાધુએ કયું કે હે પ્રભુ ! મારા નામમાં મહેરબાની કરીને એક માત્રા વધારો. જેથી હું પાલિત્ત નામે થાઉ, જેથી તમે જણાવેલા નામનો ભાવાર્થ થાય. આકાશમાં જવાના ઉપાયભૂત – પાદલેપ નામની સુંદર વિધા મને આપો. જેથી હું આકાશ ગમન કરનારો થાઉં. તેજ વખતે તે સાધુને પાદલિપ્તક એ પ્રમાણે નામ આપીને ગુરુ મહારાજે આકાશગમન કરનારી વિધા આપી. બાલક એવા પણ પાદલિપ્ત નિરંતર તપ કરે છે. ને સંયમમાં કોઇ ઠેકાણે પ્રમાદ કરતા નથી. દશવર્ષનો થયેલો તે ક્ષુલ્લક પાદલિપ્ત – સારા ઉત્સવપૂર્વક આચાર્યવડે સૂરિપદમાં સ્થાપન કરાયો. નાના એવા પણ તે આચાર્ય ઉત્તમ શિષ્યોથી યુક્ત હંમેશાં – ઘણા શ્રાવકોને જિનેશ્વરે વ્હેલા ધર્મને વિષે બોધ પમાડતો હતો. શત્રુંજ્ય – ઉજજયંત – અષ્ટાપદ – અર્બુદગરિ અને સંમેતશિખરને વિષે વિધિપૂર્વક દેવોને વંદન કરીને ( આ પંચ તીર્થી છે ) अट्ठावयम्मि उसभो, सिद्धिगओ वासुपुज्ज चंपाए । પાવાળુ વદ્યમાનો, અનેિમિ ય નિંતાશા अवसेसा तित्थयरा, जाइजरामरणबंधणविमुक्का | सम्मेयसेलसिहरे, वीस परिनिव्वुए वंदे || २ || જા = અષ્ટાપદઉપર શ્રી ઋષભદેવ સિદ્ધિ પામ્યા, ચંપાપુરીમાં વાસુપૂજ્ય મોક્ષ પામ્યા. પાવાપુરીમાં વર્ધમાન સ્વામી મોક્ષ પામ્યા. ઉજયંતગિરિઉપર અરિષ્ટનેમિ મોક્ષ પામ્યા. બાકીના – ૨૦ – તીર્થંકરો સમ્મેતૌલનાશિખર ઉપર જન્મ – જરા ને મરણના બંધનથી મુક્ત થઇ મોક્ષ પામ્યા. તેઓને હું વંદન કરું છું. પોતાના સ્થાનમાં આવીને પાદલિપ્તસૂરીશ્વર પ્રાય:કરીને રસવગરના આહારને ખાય છે. ક્હયું છે કે : यद्दूरं यद्दूरारध्यं यच्चदूरे व्यवस्थितम् । तत् सर्वं तपसा साध्यं, तपो हि दुरतिक्रमम् ॥ 9 જે દૂર હોય, દુ:ખે કરીને આરાધી શકાય એવું હોય, દૂર રહેલું હોય તે સર્વ તપવડે સાધી શકાય છે. ખરેખર તપ દુધ્ય છે. ા તે તપવડે તે આચાર્યને અનેક શ્રેષ્ઠ વિધાઓ થઇ. જેથી તે પૃથ્વીતલ ઉપર સર્વ ઠેકાણે પ્રસિદ્ધ થયા. એક વખત વિહાર કરતાં આચાર્ય પાટલીપત્તનમાં ઉત્તમ સાધુઓ સાથે ભવ્યજનોના સમૂહને બોધ કરવા માટે ગયા. ત્યાં ધર્મના ઉપદેશથી ગુરુએ ધણા ભવ્ય મનુષ્યોને સમ્યક્ત્વથી શોભતો શ્રાવકધર્મ પમાડયો. તે નગરમાં શત્રુના ગર્વને ખંડન કરનાર મુરંડ નામનો રાજા છે.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy