SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર ૪૦ - 1 - she's - sssssssssssss! T N શ્રી પાદલિપ્તસૂરિએ કરાવેલા ઉધારની થા. Rપ્રમHHEા કરણ:૭ ફes * '''''' 1111 '''''''''' - '' T ''''' સ ''' કાકાર ''''********** **** . પ TE કોશલ નામના નગરમાં ધર્મમાં અગ્રેસર વિજય નામે રાજા હતો. તેને નયવિક્રમસાગર નામે મંત્રી હતો. ને કુલ્લ નામે બુદ્ધિશાળી ચતુર એવો જૈન શેઠ હતો. ને તેને પ્રતિમાણા" નામે ઉત્તમ શિયલને ભજનારી શ્રેષ્ઠ સ્ત્રી હતી. પુત્ર નહિ હોવાથી પુત્રને માટે ખેદ કરતી એવી તેણી ઘણું ધન આપી ઘણા લોકોને પૂછતી હતી. એક વખત “પ્રતિમાણાએ વૈયા દેવીને ભક્તિપૂર્વક તેવી રીતે આરાધી કે તે જલદી પ્રત્યક્ષ થઈ. અને બોલી કે હે પુત્રી તે શા માટે અહીં મને યાદ કરી? પોતાનું કાર્ય મને હે. પ્રતિમાણાએ કહયું કે હમણાં મારે પુત્ર જોઇએ. વૈયાએ કહ્યું કે હે પુત્રી ! વિધાધર નામના વંશને વિષે સર્વવિદ્યારૂપી સમુદ્રના પારગામી શ્રી કાલિકાચાર્ય છે. તે વિદ્યાધર ગચ્છમાં બીજા શ્રેષ્ઠ આચારવાલા શ્રી આર્યનાગહસ્તિ આચાર્ય છે તે હમણાં અહીં આવ્યા છે, તે આચાર્યના પગનું પાણી જો તું હમણાં પીવે તો તારું ચિંતવેલું ચિંતવન કરતાં નિચે અધિક થશે. તે પછી હર્ષ પામેલી એવી તે જઈને બળાત્કારે શિષ્યના હાથમાં રહેલા પાત્રમાંથી ગુસ્નાં ચરણના પાણીને ઉત્તમ ભક્તિથી ભાવિત એવી તેણીએ પીધું. તે પછી ગુનાં ચરણોને નમીને શ્રેષ્ઠી પત્નીએ કહ્યું કે વૈયાના વચનથી મારાવડે તમારા ચરણનું પાણી પિવાયું છે. ગુએ યું કે મારાથી દશ હાથને આંતરે રહેલી હે ધર્મશાલિની ! તે અમારા ચરણનું પાણી પીધું છે તેથી તારો પ્રથમ પુત્ર દશ યોજનમાં રહેલો શ્રેષ્ઠ મોટો વિધરૂપી સમુદ્રનો પારંગત થશે. એમાં સંશય નથી. પછી બીજા શ્રેષ્ઠ નવ પુત્રો અનુક્રમે થશે. શ્રેષ્ઠી પત્નીએ કહયું કે પહેલો પુત્ર તમને અપાશે. ગુએ કહેલું પતિની આગળ તેણીએ કહ્યું કે તે વખતે આદરથી હર્ષપામેલા રોઠે હયું કે ગુરએ કહેલું જલદી સારું થશે.. કાલ પ્રાપ્ત થયે છતે સારા દિવસે શેઠાણીએ નાગેન્દ્રના સ્વપ્નથી શોભતાં શ્રેષ્ઠ લક્ષણથી લક્ષિત પુત્રને જન્મ આપ્યો. પિતાએ જન્મોત્સવ કરીને પુત્રનું નાગેન્દ્ર નામ આપ્યું. તે પછી તે શરીરના અવયવોવડે અને ગુણોવડે પુષ્ટિ પામ્યો. આઠમા વર્ષે આચાર્ય તે બાલકને દીક્ષા આપી. અને મહાબુદ્ધિવાળી તેને ભણવા માટે સોમમુનિની આગળ મૂક્યો. તે નાના સાધુ બાલકપણામાં પણ અર્થ ને સૂત્રની સાથે લક્ષણ – છંદ – અલંકાર અને કવિતા આદિ ઘણાં શાસ્ત્રો ભણ્યો. તે પછી તે ભુલ્લક (બાલસા) શ્રી કાલિકાચાર્યની પાસે વિશેષ શાસ્ત્રોને ભણતાં ગુરુના વિનયને કરે છે. એક વખત ફરીને આવીને ગુવડે પ્રેરણા કરાયેલો તે બાલસાધુ સુંદર એવી ગાથાવડે પાણીની આલોચના કરતો હતો. अंबं तंबच्छीए अपुप्फियं पुष्कदंतपंतीए। नवसालिकंजियं नव वहइ कुडएण मे दिनं ॥१॥
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy