SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ બાહડ પટકૂલ બનાવનારાઓને પાટણમાં ભાવે છે. તે સંબંધ ૪૮૩ સાંભળીને શત્રુ સાથે યુદ્ધ કરવા આવ્યો. તે વખતે યમસરખા બાહડે શત્રુ સાથે યુદ્ધ કરતાં વીસલદેવ રાજાને યુદ્ધની ભૂમિમાં હણ્યો. બાહડશત્રુનું સમસ્ત સૈન્ય અને તેને પુત્ર પણ મલ્યો. અને તે પુત્ર ભક્તિવડે તેનાં ચરણકમલની સેવા કરે છે. તે વખતે વીસલદેવ રાજાની પ્રિયાએ પોતાના પુત્રના રાજયને માટે બાહડની આગળ જલદી આવીને પ્રગટપણે મોટે સ્વરે કહયું. बाहउ चउ पटमल्ल, सल्ल सयल रिपुहियस्स; तूं जिसरि ओ जमजओ, सेवय वेरिणो निच्चं ॥१॥ હે ચોપાટમાં મલ્લ. ને સઘળા શત્રુનાં હૃદયને શલ્ય. તું જે બાજુ છે ત્યાં યમથી જિત છે. અને શત્રુઓ હંમેશાં સેવા કરે છે. (૧) હે બાહડા તુંજ મારા પુત્રને હીન અથવા મોટો કરીશ. હે અંબડ! તુંજ હવે પછી નિચ્ચે મારા પુત્રનો સ્વામી છે. ઈજ્યાદિ બોલવામાં તત્પર શત્રુની સ્ત્રીને જાણીને બાહડે વીસલદેવના પુત્રને હર્ષવડે રાજય આપ્યું. નગરીની અંદર જિનમંદિરોમાં જિનેશ્વરોને નમસ્કાર કરી અને પૂજા કરી અને પૂજાને માટે ઘણો વૈભવ મૂક્યો અને પાંચસો પટલ કરનારાઓને બાહડમંત્રીશ્વર વેગથી તે નગરમાંથી લઈ ગયો. પાણમાં રાજાએ પોતાના ત્રની નીચે પટકૂલ કરનારાઓને પાણી વડે નવડાવીને જલદી પોતાની જાતે શુદ્ધ ક્ય. રાજાએ નગરીની અંદર મોટા આવાસો કરાવીને તે વસ્ત્ર કરનારાઓને સન્માન પૂર્વક આપ્યા. રાજાએ બાહડને ઘણાં ગામ ઘણાં નગર–ને ઘણા ઘોડાઓ સન્માન પૂર્વક આપ્યાં. તે પટલ કરનાઓનાં શ્રેષ્ઠ ઘરોની પરંપરાને જોવા માટે નગરીના લોકો જલદી જલદી આવે છે. તેનાં વણેલાં પટફ્લો વડે શ્રી સંઘની પહેરામણી કરતો રાજા પોતે તે વસ્ત્ર પહેરે છે. અને લોકો પણ પહેરે છે. રાજાની પાસેથી ઘણી લક્ષ્મીને પામેલા બાહડે તે લક્ષ્મી પિતાને આપીને માતા તથા પિતાને હર્ષવડે નમસ્કાર ક્ય. શી ઘઉડે પટકૂલ બનાવનારાઓને પાટણમાં લાવી વસાવ્યા તેનો સંબંધ સમાપ્ત બાહડના ઉબટની સ્થા સસુર નામના પાત્રને સોરઠ દેશમાં હંમેશાં પ્રજાઓને લૂંટતાં સાંભળીને રાજાએ કહ્યું કે ક્યો સેવક તેને જીતવા માટે જશે? દુર્જય એવા તે શત્રુને જાણીને કોઈ પણ સેવક બોલતો નથી. ત્યારે ઉદયન મંત્રીએ કહયું કે હમણાં મને આદેશ આપો. રાજાએ આપેલા સૈન્યને લઈને મંત્રીપુંગવ ઉદયન શ્રી શત્રુંજયની પાસે જઈને આ પ્રમાણે હૃદયમાં
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy