SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર બાહર પટકૂલ બનાવનારાઓને પાટણમાં લાવે છે. તે સંબંધ. K વિસલદેવનામનો રાજા શઆતમાં પોતાને ત્યાં વણેલા પટલને પહેરીને પછી બંબશહેરમાંથી હંમેશાં તે પટફ્લો (વસ્ત્રો) દ્રવ્યના લોભથી બીજા દેશમાં બીજે ઠેકાણે વેચે છે. હવે કુમારપાલરાજા અણહિલપુર પાટણમાં જિનેશ્વરની પૂજા કરતો પટલ પહેરતો હતો. તે દિવ્યવસ્ત્ર દુર્લભ હોવાથી પાણનો રાજા ધોતી માટે ઘરના ગભારામાં રાખતો હતો. બાહડે બાળકો સાથે નિરંતર ક્રિીડા કરતા રાજાનું તે વસ્ત્ર ઘરની બહાર પહેર્યું. સાત દિવસ ગયે છતે અનુક્રમે તે રેશમી વસ્ત્ર મલિન થયેલું જોઈને રાજાએ પૂછ્યું કે આ કોણે મલિન ક્યું? સેવકોએ કહ્યું કે હે દેવ! મંત્રીનો પુત્ર બાહડ આ વસ્ત્ર વાપરતો હતો, તેથી આ મલિન થયું છે. બાહડને બોલાવીને એક્કમ રાજાએ આ પ્રમાણે કહયું કે હે મંત્રીપુત્ર! આ રેશમી વસ્ત્ર જેમ તેમ વાપરવું ન જોઈએ. આવા પ્રકારનું વસ્ત્ર દૂરથી આવેલું દુર્લભ હોય છે. હવે પછી તારે આ વસ્ત્ર વાપરવું નહિ. રાજાનું આ વચન સાંભળીને દુ:ખી થયેલા બાહડે કહયું કે– મારાવડે અહીં પાણમાં પલો લવાશે. તે પછી રાજાએ કહયું કે મંત્રીપુત્ર બાહડ ! હમણાં તું સુકુમાર છે. તેથી તું આ દાગ્રહ છેડી દે. બંબેર પાટણમાં વીસલદેવરાજા શીશાનો લ્લિો બનાવવાથી દેવોને :ખે કરીને જીતી શકાય એવો છે. લ્લિાની ચારે તરફ અંગારાથી ભરેલી શ્રેષ્ઠ ખાઈ છે. ત્યાં પટલને કરનારા સાતસો માણસો રહે છે. તેઓ વડે વણાએલાં રેશમી વસ્ત્રો પહેલાં રાજા ધારણ કરે છે. (પહેરે છે.) તે પછી તે બીજા દેશમાં જાય છે. ત્યાંના શ્રેષ્ઠીલોકો પ્રાયઃકરીને તે રેશમી વસ્ત્રો નિરંતર બીજા દેશમાં લઈ જઈને ધનવડે વેચે છે. બાહડે જ્હયું કે હે રાજન ! જયાં સુધી તે રેશમી વસ્ત્રો કરનારા મારવડે અહીં લવાશે નહિ ત્યાં સુધી મારે એક વખત ભોજન જમવાનું તેની આવા પ્રકારની આકૃતિ જોઈને રાજાએ પોતાની મોટી સેના આપીને બાહડને તે શત્રુને જીતવા માટે રવાના ક્મ. માતા-પિતા-દેવ-રાજા અને સજજનોની પરંપરાને નમસ્કાર કરીને બાહડ ભક્તિવડે શ્રી શત્રુંજયને વિષે ગયો. ત્યાંથી) અંબેર તરફ જતા મંત્રીપુત્ર બાહડે તે વખતે આ દેશને જલદી સુખવડે હાથની લીલાવડે સાવ્યા. જંગદૂર – જડહાર ગ– અજપુર - નરાણક – નયન –વાહનાગડો – નરો - નરહણ – ખરજઠાણ - સજજનાડ– મણિવાડ – ભગાઉ – શતંભરિ – વાગેરાં – લડનુર – ગૌકરણ – નૂરજરિ – જપેરા – પીપલઉ – રથપુર – હકકર – રાયપુર–મંડલપુર–મેલજર-વિસલ-નારિ-લસી–પઈ-ગિતી તે પછી બલીવલી – એ પ્રમાણે દેશોને જીતતો મંત્રીપુત્ર જેટલામાં બંબેર પાસે ગયો તેટલામાં આકાશ રજથી વ્યાપ્ત થયું. આ બાજુ વીસલદેવે એક્રમ પોતાની સહચરી (પત્ની) ને હયું કે ઘોડાના હેવાર અને આકાશની રજથી મોટું સૈન્ય દેખાય છે. શત્રુના સૈન્યને આવેલું જાણીને રાણીએ રાજાને હયું હે સ્વામી ! તમારા સૈનિકે આળોટે છે. કુમારપાલન મુખ્યમંત્રી બાહડ મોટા સૈન્યસહિત કેડને વિષે તલવાર કરીને આવી પહોચ્યો. સૈન્ય સહિત બાહડને નગરીની બહાર જલદી આવેલો
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy