SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૦ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર – પૂર્તિ શ્રી શત્રુંજયનાં – ૨૧ – નામો – પાડવાનાં – વિવિધ – કારણો. - - ૧ – શ્રી શત્રુંજ્ય :- શુકરાજાએ પોતાના પિતા એવા સાધુભગવંતના વચનવડે જે ગિરિરાજનું છ મહિના સુધી સતત ધ્યાન ધરવાથી પોતાના બાહ્ય શત્રુઓ પર વિજ્ય ર્યો અને પછી અત્યંતર શત્રુપર વિજય ર્યો તેથી આ ગિરિનું નામ “શ્રી શત્રુંજય” જાહેર થયું. ૨ – પુંડરીકગિરિ :- શ્રી પુંડરીક સ્વામી ગણધરે પોતાનું મુક્તિસ્થાન એવા શ્રી શત્રુંજયમાં પધારી દેવ અને મનુષ્યોની સભામાં શ્રી શત્રુંજ્યનું માહાત્મ્ય . ને ત્યાં ચૈત્ર મહિમાની પૂનમને દિવસે પાંચક્રોડ મુનિઓ સાથે એક માસનું અનશન કરી મુક્તિએ પહોંચ્યા. તેથી તેનું નામ “પુંડરીકગરિ” જાહેર થયું. ૩ – સિદ્ધક્ષેત્ર :– વીસ બ્રેડ પાંડવો આ સ્થાનમાં મોક્ષ પામ્યા છે. અને અનંતા જીવો પણ મોક્ષ પામ્યા છે માટે આ ગિરિનું “સિક્ષેત્ર" થયું. ૪ – વિમલાચલ :– ચંદ્રશેખર વગેરે અનેક રાજાઓ અનાદિકાળનાં કર્મના કચરાને દૂર કરીને આ શ્રી સિદ્ધાચલમાં નિર્મલ – વિમલ થયા. માટે તેનું નામ “વિમલાચલ” એવું નામ પાડવામાં આવ્યું. ૫ – સુગિરિ :- પર્વતોમાં સુગિરિ એટલે મેરુપર્વત મોટો છે. તેથીજ તેના ઉપર દરેક તીર્થંકર ભગવંતોનો જન્માભિષેક થાય છે. પરંતુ ત્યાં કોઇ મોક્ષે જતું નથી. ત્યારે આ ગિરિરાજ અનંતાજીવોને મોક્ષ જ્વામાં સહાયભૂત બને. માટે તે મોટો છે. તેથી એનું નામ “સુગિરિ" પડયું. ૬– મહાગિરિ :- આ ગિરિરાજ એંસી યોજન પહોળો છે. અને ર૬ યોજનની ઊંચાઇવાળો છે. વળી આ ગિરિરાજ બીજા પર્વતો કરતાં મહિમા વડે મોટો છે. માટે તેનું નામ “મહાગિરિ” પડયું. ૭ – પુણ્યરાશિ :- શાસ્ત્રમાં શ્રાવકને દાન દેવાવડે મેઘની (વરસાદ)ની ઉપમા આપેલ છે. અને તે શ્રાવક આ ગિરિરાજમાં આવીને દ્રવ્ય આપવા વડે પુણ્યનાં કામો કરે છે. તેથી તેની પુણ્યની રાશિ – ( સમૂહ ) વધે છે. માટે આ ગિરિનું “પુણ્યરાશિ” નામ થયું. ૮ – શ્રીપગિરિ :– જે નારદે બ્રહ્મચારી હોવા છતાં જગતના જીવોને લડાવી મારનારા છે. આવા નારો પણ – આ ગિરિરાજની આરાધનાના પ્રતાપે શ્રી – પદ – મોક્ષલક્ષ્મીનું પદ મેળવે છે માટે આ ગિરિરાજનું નામ “શ્રીપદગિરિ” થયું.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy