SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થના – ૨૧ - નામો પાડવાનાં વિવિધ કારણો = ૨૯ – ૧૧ – દૃઢશક્તિ :– આ શ્રી શત્રુંજ્યગિરિની સેવા કરતા આત્માની શક્તિ દૃઢ અને અમાપ બને છે. તેથી તેને “દેઢશક્તિ "હેવાય છે. આ ગિરિ સમાન જગતમાં બીજું કોઇ નથી. ૧૨ – મુક્તિનિલય :- આ જગતના મનુષ્યોને આ ગિરિરાજની સેવા વગર બીજો કોઇ મુક્તિમાર્ગ નથી. તેથી મુક્તિના ધામ જેવા આ ગિરિરાજનું “મુક્તિનિલય” નામ પાડવામાં આવ્યું. – ૧૩ – પુષ્પદંત :– આ ગિરિરાજમાં સહજીવને સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે માટે દેવતા – મનુષ્યો અને રાજા તેનું “પુષ્પદંત” નામ બોલે છે. = ૧૪ – પૃથ્વીપીઠ :– આ ગિરિરાજ સમગ્ર પૃથ્વીનો આધાર છે. અને અત્યંત સુંદર પણ છે. તેની રજેરજ અત્યંત પવિત્ર છે. માટે હે ભવ્યો ! તમે તેને “પૃથ્વીપીઠ” નામથી વધાવો. ૧૫ – સુભદ્રગિરિ :– આ ગિરિરાજ બધાય જીવોનું ભલું – ક્લ્યાણ કરનારો છે. વળી આ ગિરિરાજ દેખાવથી = પણ અત્યંત સુંદર છે. અને તે શાંતિ તથા સુખને કરનારો છે. માટે “સુભદ્રગિરિ” નામ થયું. ૧૬ – કૈલાસગિરિ :– આ ગિરિરાજ સમગ્ર પૃથ્વીને વિષે ઘણાં જ નામોથી પ્રખ્યાત છે. જે સાક્ષાત મુક્તિનગરી જેવો છે. માટે તેનું કૈલાસગિરિ" નામ પાડવામાં આવ્યું ૧૭ – દંબગિરિ :– આ ગિરિરાજઉપર સુગંધના ગુણોથી ભરપૂર એવાં ઘણાં વૃક્ષોની વનરાજી છે. અને જે ગિરિમાં ક્રંબવૃક્ષના અંકુરા (વૃક્ષો) જોવા મલે છે. માટે તેનું નામ “દંબગિરિ” થયું છે. ૧૮ – ઉજજવલગિરિ :– પ્રભુ ઉજજવલ છે. પ્રભુજીના ગુણો ઉજજવલ છે. આ ગિરિનાં શિખરો પણ ઉજજવલ છે. ભવ્યજીવ રૂપી ભમરાઓ જેની આસપાસ ફરે છે. તેથી તેનું નામ “ઉજજવલગિરિ" થયું છે. ૧૯ – વિમલાચલ :– જે ગિરિરાજમાં જવાથી આત્માના નિર્મલ ગુણો પ્રગટ થાય છે. માટે આ ગિરિને સહુ “વિમલાચલ” હે છે. તેથી પૂજ્ય એવા મહંતો પણ તેની સેવા કરે છે.. ૨૦ – સર્વકામદાયકગિરિ ::– આ ગિરિરાજના સ્થાન ઉપર સર્વજીવોની સહુ આકાંક્ષાઓ – ઇચ્છાઓ પૂર્ણ થાય છે. માટે આ ગિરિ “સર્વકામદાયકગિરિ આ નામથી જગતમાં પ્રસિદ્ધ થયો છે. નોંધ :- આના કર્તા બાલેન્દુએ ૨૦ – નામના જ દુહા બનાવ્યા છે. અને તેમાં પણ ૧૯ – તથા – ૩ નંબરના નામનો દુહો એક અર્થનો છે.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy