________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
૬૪
एकनवतिलक्षैश्च, युक्ता नारदयोगिनः। निर्वाणं यत्र सम्प्राप्ता, वन्दे तीर्थाधिपं च तम्॥१५॥
જે ગિરિરાજ પર એકાણું લાખ મુનિવરો સાથે નારદ મુનિવરો નિર્વાણ પામ્યા, તે તીર્થાધિરાજને હું વંદન કરું છું. (૧૫)
श्रीराम-भरतौ मुख्यौ, त्रिकोटिमुनिसंयुतौ। यत्रमुक्तिरमा प्राप्तौ, वन्दे सिद्धाचलं मुदा॥१६॥
જે ગિરિરાજ પર ત્રણ ક્રોડ મુનિવરો સાથે (દશરથ રાજાના પુત્રો) રામ અને ભરતમુનિ મોક્ષ લક્ષ્મીને પામ્યા. તે સિદ્ધાચલગિરિને હું હર્ષપૂર્વક વંદન કરું છું. (૧૬)
एकसहस्रयुक्तोहि-भरतो यत्र भावतः। मुक्तिकनी समापन-स्तं मुक्तिनिलयं स्तुवे॥१७।।
- જે ગિરિરાજ પર એક હજાર મુનિઓના પરિવાર સાથે ભરતે મુક્તિરૂપી ન્યાને મેળવી તે મુક્તિનિલયગિરિની હું સ્તવના કરું છું. (૧૭)
ક્રોત્રિયોશાપુ:, સોમયW: સુમાવત:. गिरौ यत्र-शिवं प्राप्तो, वन्दे तं विमलाचलम्॥१८॥
જે ગિરિરાજ પર તેર ફ્રોડના પરિવાર સાથે બાહુબલીના પુત્ર સોમયશા ઉત્તમ ભાવનાના યોગે મોક્ષપદ પામ્યા તે વિમલગિરિને હું વંદન કરું છું. (૧૮)
एक कोटि द्विपञ्चाश-लक्षयुतास्तथापरे। सार्धपञ्चायुतैर्युक्ताः, सप्तशतयुतास्तथा ॥१९॥ सप्तसप्ततियुक्ताच, मुनयोऽवाप्तकेवला:। शान्तिजिनचतुर्मास्यां, निर्वाणं यत्र लेभिरे॥२०॥
શ્રી શાંતિનાથ ભગવાને આ ગિરિરાજ પર ચાતુર્માસ કર્યું ત્યારે એક ફ્રોડ બાવન લાખ – પંચાવન હજાર – સાતસો – સત્યોતેર (૧,૫૨,૫૫,૭,૭૭) મુનિઓ કેવલજ્ઞાન પામી નિર્વાણપદ પામ્યા છે. (૧૯ - ૨૦)