SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર વાસ રહિત એની જેમ સ્થિર ધ્યાનમાં રહેલો કમલ સરખા આસનવાલો ઉત્તમ ભક્તિથી વિદ્યાને યાદ કરવા લાગ્યો. ભૂત – પ્રેત – સિંહ – વાઘ– શાન્નિી વગેરે ધ્યાનમાં લીન છે મન જેનું એવા અર્જુનને અનેક પ્રકારે ચલાયમાન કરવા માટે શક્તિમાન ન થયાં. હવે યોગ્ય સમયે સંતુષ્ટમનવાલી સઘળી વિદ્યાદેવીઓએ કહ્યું કે: હે વત્સ ઈક્તિ વરદાન તું જલદી માંગ, કહયું છે કે : दृष्टवान्नं सविषं चकोर विहगो, धत्ते विरागं दृशोहँस: कूजति सारिका च वमति, क्रोशत्यजस्रं शुकः । विष्ठां मुञ्चति मर्कट: परभृतः, मन्दध्वनिर्माद्यति, कौञ्चो रौति च कुर्कुटोऽपि नकुलः संहृष्टरोमा भवेत्॥१॥ ઝેરવાનું અન્ન જોઈને ચકોર પક્ષી બને આંખોમાં વિરાગ ધારણ કરે છે. હંસ અવાજ કરે છે. સારિકા (મના) ઊલટી કરે છે. પોપટ નિરંતર બૂમ મારે છે. વાનર વિષ્ટા છોડે છે. કોયલ મંદધ્વનિવાલો મદોન્મત્ત થાય છે. ક્રૌચ પક્ષીને કુકડો અવાજ કરે છે. ને નોળિયો હર્ષિત સ્વાટાંવાળો થાય છે. અર્જુને કહયું કે હે દેવીઓ ! જો તમે તુષ્ટ થયેલ છેતો - મનોવાંછિત આપનારી – આકાશગામિની – શત્રુને જીતનારી અસંખ્ય બાણો વરસાવનારી ધનુર્વિધા – સુંદર ક્લાને આપનારી સૌભાગ્યને આપનારી વિદ્યાઓ હમણાં મને આપો. આ પ્રમાણે ભાગ્યથી અર્જુનને અનેક પ્રકારે વિદ્યાઓ આપી. હર્ષિત મનવાલી વિદ્યા દેવીઓ પોતપોતાનાં સ્થાનમાં ગઈ. તે પછી અર્જુન જેટલામાં ચાલ્યો તેટલામાં એક ભિલ્લ અર્જુનની સન્મુખ બાણની પરંપરાને છોડતો આવ્યો. અર્જુન પણ લીલાવડે બાણોને છેડતો તે બાણની પંક્તિને સો ટુકડાવાલી કરી અને કેટલાંક બાણોનો મંડપ ર્યો. ભિલ્લે છેડેલાં બાણોને પોતાનાં બાણોવડે પાછળ મુખવાલા કરીને તેવી રીતે અર્જુન નાંખતો હતો કે જેથી તે સહન કરી શક્યો નહિ. ભિલ્લે છોડેલાં બાણોને અર્જુને તે વખતે અગ્નિબાણોવડે ભસ્મસાત કરીને વાયુબાણો વડેક્ષણવારમાં આકાશમાં ઉડાડ્યાં. હવે ભિલ્લ અદેય થઈને ભીલડીનું રૂપ કરીને અર્જુન પાસે આવીને કટાક્ષ છોડતી બોલી નિરાધાર એવી વનમાં રહેનારી કુમારી એવી હું ભાગ્યથી કામદેવ સરખા તમને પતિ તરીકે ઇચ્છતી છું. જો તમે કુમારી એવી મને પરણીને અહીં રહો તો આપણાં બન્નેનો જન્મ એક્ટમ કૃતાર્થ થાય, ઈત્યાદિ ઘણા પ્રકારે ભિલ્લો રૂપે કરે અર્જુન જરાપણ ચલાયમાન ન થયો. તેટલામાં (ત) દેવ થયો. તેણે કહયું કે દેવ એવો હું અહીં તને ચલાયમાન કરવા આવ્યો હતો પરંતુ મેરુપર્વતની જેમ ધીરખનવાલો તું મનથી જરાપણ ચલાયમાન ન થયો. હયું છે કે: वह्निस्तस्य जलायते जलनिधिः कुल्यायते तत्क्षणात्, मेरूः स्वल्पशिलायते, मृगपतिः सद्यः कुरङ्गायते। व्यालो माल्यगणायते, विषरस: पीयूषवर्षायते, यस्याङ्गेऽखिललोकवल्लभतमं, शीलं समुन्मीलति॥१॥ જેના અંગમાં સઘળા લોકોને પ્રિય એવું શીલ વિકસ્વર હોય છે તેને અગ્નિ પાણી જેવો થાય છે. સમુદ્ર તે વખતે નીક જેવો થાય છે. મેરુપર્વત નાની શિલાજેવો થાય છે, સિંહ જલદી હરણ જેવો થાય છે. સર્પ ક્લની માલા જેવો.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy