SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ પાંડવોએ કરેલો થી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦-ક્રોડ સાથે મુનિગમન ૪૭ વડે ધર્મ કરાતો નથી. તે ધન પાતાલમાં જાવ કે જે ધર્મમાં આવતું નથી. (વપરાતું નથી, તે મન પાતાલમાં જાવ કે જેના વડે જિનેશ્વરનું ધ્યાન કરાતું નથી. તે વખતે ભીમ વગેરે સર્વે ભાઈઓ મોટા ભાઈ પાસે ઊભા થઈને બે હાથને અફળાવતા આ પ્રમાણે કહેવા લાગ્યા. આવા પ્રકારના દુષ્ટ શત્રુઉપર જો તમારી દઢ ક્ષમા છે. તેથી હમણાં તેઓને હણવા માટે કેમ આદેશ આપતા નથી? યુધિષ્ઠિરે કહયું કે પૂર્વે કરેલી પોતાની પ્રતિજ્ઞાને પૂર્ણ કરીને તે પછી તે શત્રુ તમારવડે હણવાલાયક છે. આ પ્રમાણે મોટાભાઇનું વચન સાંભળી તે વખતે ભીમ વગેરે સર્વ પ્રસન્ન થઈને મોટાભાઈની રાત્રિ દિવસ સેવા કરવા લાગ્યા, કહયું છે કે : - विवेकः सह सम्पत्त्या, विनयो विद्यया सह। प्रभुत्वं प्रशमोपेतं, चिन्हमेतन्महात्मनाम्॥१॥ સંપત્તિ સાથે વિવેક વિદ્યાસાથે વિનય – સમતાથીયુક્ત સ્વામીત્વ, એ મહાત્માઓનું ચિહ્ન છે. यथा यथा परां कोटिं, गुणः समधिरोहति। सन्त: कोदण्ड धर्माणो, विनमन्ति तथा तथा॥२॥ जो गुणवंतओ सो नमइ, निग्गुण घट्टओ थाइ। अवसिनमंता गुणचढइ, धणुह कहंतओ जाइ॥३॥ જેમ જેમ ગુણ પરમ કોટિ ઉપર ચઢે છે. તેમ તેમ ધનુષ્ય સરખા ધર્મવાલા સત્પષો નમે છે. જે ગુણવાન છે તે નમ્ર થાય છે. જે નિર્ગુણ હોય છે તે ઘટ થાય છે. અવય ધનુષ્ય નમતાં (વળતાં) તેના પર ઘેરી ચઢે છે. તે ચરપુરુષને વિસર્જન કરીને યુધિષ્ઠિર વગેરે સર્વે ભાઈઓ વનમાં ચાલતાં જરાપણ ધર્મધ્યાન છેડતા નથી. કહયું છે કે: ધર્મથી પ્રાપ્ત ક્યું છે ઐશ્વર્ય જેણે એવો જે ધર્મને હણે છે. તે પોતાના સ્વામીનો દ્રોહ કરનાર ક્વી રીતે શુભ ગતિવાળો થાય? यस्य त्रिवर्गशून्यस्य, दिनान्यायान्ति यान्ति च। स लोहकार भरीव, श्वसन्नपि न जीवति॥ ત્રણવર્ગથી શૂન્ય એવા જેના દિવસો આવે છે અને જાય છે. તે લુહારની ધમણની પેઠે શ્વાસ લેવા માં પણ જીવતો નથી. ગંધમાદન પર્વત ઉપર કેટલામાં રહ્યા તેટલામાં અર્જુને શલ્યશત્રુ એવા યુધિષ્ઠિરને આ પ્રમાણે કહ્યું હું શ્રેષ્ઠ વિદ્યા સાધવા માટે ઇન્દ્રક્લિ નામના પર્વત પર જાઉ છું. તે પછી યુધિષ્ઠિરે કહયું કે હે અર્જુન તું જા ને વિદ્યા સિધ્ધ કર. માતા અને મોટાભાઈને ભક્તિપૂર્વક પ્રણામ કરીને અર્જુન ઈન્દ્રક્લિ પર્વત ઉપર ગયો. ત્યાં ઋષભદેવ પ્રભુને નમસ્કાર કરી પવિત્ર શરીરવાલા અર્જુને મણિચૂડ વિદ્યાધરે આપેલી વિદ્યા સાધવા માટે ધ્યાનમાં રહયો. અર્જુન સ્વાસો
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy