SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦-કોડ સાથે મુનિગમન ૩૯૯ પ્રાપ્ત થાય છે. शिष्याणां हि गुरू: शास्ता, शास्ता राजा दुरात्मनाम्। अथ प्रच्छन्नपापानां, शास्ता वैवस्वतो यमः ॥२॥ जठराग्निः पचत्यन्नं, फलं कालेन पच्यते। कुमन्त्रैः पच्यतेराजा, पापी पापेन पच्यते॥३॥ શિષ્યોને શાસન કરનાર ગુરુ છે. દુષ્ટ આત્માનું શાસન કરનાર રાજા છે અને ગુપ્ત પાપોનું શાસન કરનાર – સૂર્યપુત્ર - યમરાજા છે. જઠરનો અગ્નિ અન્નને પકાવે છે. ફ્લ કાલે કરીને પાકે છે. ખરાબ વિચારોવડે રાજા – રંધાય છે અને પાપી માણસ પાપવડે રંધાય છે. ઈત્યાદિ વચનોરૂપી પાણીવડે ક્રોધરૂપી અગ્નિથી તપેલા ભીમને જેમ મેઘ પાણીવડે દાવાનલને શાંત કરે તેમ યુધિષ્ઠિરે ભીમને શાંત ર્યો. વિદુરે ક્લાવાન પુરુષો પાસે લાક્ષાઘરને વિષે ગુપ્તપણે જલદી સુરંગ કરાવી. જેથી કોઈ શત્રુ જાણે નહિ. પાપી છે આત્મા જેનો એવા બ્રાહ્મણવડે, વચનોવડે ખુશ કરાયેલા દ્રોપદીને કુંતી સહિત પાંડવોએ તે લાક્ષા ઘરમાં નિવાસ ર્યો. વિદુરે કહેલા દિવસે અકસ્માત ત્યાં એક્કમ ઘરડી સ્ત્રી પાંચ પુત્રને એક વહુ યુક્ત આવી. નગરની અંદર ભમીને સાંજે યુધિષ્ઠિરના ઘરની પાસે થાકી ગયો છે દેહ જેનો એવા (તેઓ) એક પડખે (બાજુ) ગાઢપણે સૂઈ ગયાં બ્રાહ્મણે તે ઘરમાં અગ્નિ આપે તે ગુપ્તપણે રાત્રિમાં યુધિષ્ઠિર ભાઈ આદિ સહિત – સુરંગવડે નીકળી ગયો. યુધિષ્ઠિરે નગરની બહાર જતાં પોતાના ઘરને બળતું જોઈને ભાઈ અને માતા વગેરેની આગળ કહયું ભાગ્યયોગથી આ વિM અકસ્માતુ નાશ પામ્યું છે. તેથી સર્વેએ વિશેષથી પુણ્ય કરવું જોઇએ. કહયું છે કે : वने रणे शत्रुजलाग्निमध्ये, महार्णवे पर्वतमस्तकेवा,। सुप्तं प्रमत्तं विषमस्थितं वा, रक्षन्ति पुण्यानि पुराकृतानि॥१॥ व्यसनशतगतानां क्लेशरोगाऽऽतुराणां, मरणभयहतानां दुःखशोकार्दितानाम्, जगति बहुविधानां व्याकुलानां जनानां, शरणमशरणानां नित्यमेको हि धर्मः ॥२॥ भग्गंन जाइ न घडणं, दुजणहिययं कुलाल भंडंव। सयखंडो वि घडिजइ, कंचण कलसो सुअणचित्तं ॥३॥ दुजणजण बब्बुलवन, जइ सिंचीइ अमीएण,। तोइ कंटा भगणा, जातिहांतणइगुणेण ॥४॥ વનમાં – યુધ્ધમાં – શત્રુ – પાણી ને અગ્નિમાં – મહાસમુદ્રમાં – પર્વતના શિખરઉપર – સૂતેલા – પ્રમાદિ અને વિષમ અવસ્થામાં રહેલાંનો પૂર્વે કરેલાં પુણ્યો રક્ષણ કરે છે. સેંકડો સંકટોને પામેલા, ક્લેશને રોગથી દુ:ખી થયેલા,
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy