SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ થી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર વામન પુરુષોમાં ૬૦ ઘેલો હોય છે. મધુપિંગલને વિષે ૮૦ શેષો હોય છે. ટૂંટિયાને મૂંડામાં સો શેષ હોય છે, કાણા માણસમાં શેષોનો છેડો હોતો નથી. પાંડવોએ કહયું કે પોતાની પ્રતિજ્ઞાનું રક્ષણ કરતાં ભલે અમારું મૃત્યુ થાય અથવા લક્ષ્મી થાય. અથવા દાયિ થાય. અથવા મોક્ષલક્ષ્મી થાય કૃણે કહયું કે તમે હમણાં શ્રેષ્ઠ હસ્તિનાપુરમાં ચાલો. ત્યાં શત્રુઓને હણીને હે પાંડવો ! તમને હું જલદી રાજ્ય આપું. પાંડવોએ કહયું કે તેર વર્ષ વનમાં પસાર કરીને સહાયક એવા તમારાવડે યુક્ત અને શત્રુઓને હણીશું. આ પ્રમાણે પાંડવોવડે સ્નેહપૂર્વક વિસર્જન કરાયેલા કૃષ્ણ સુભદ્રા (નાની) બહેનને લઈને પોતાની નગરીમાં આવ્યા. વનમાં જતા પાંડવોની પાસે આવીને દુર્યોધનના પુરોહિતે સુંદર વિનયપૂર્વક આ પ્રમાણે પાંડવોને કહ્યું મારા મુખે દુર્યોધને આ પ્રમાણે જણાવ્યું છે કે મેં ખરેખર મૂઢપણાથી યુધિષ્ઠિરની અવજ્ઞા કરી છે. મોટો ભાઈ સર્વે કાણે લોકોને પૂજ્ય હોય છે. દુષ્ટ બુધ્ધિવાલા મેં તે મોટાભાઇની વંચના કરી છે. દયાના ઘર એવા તમારે મારી ઉપર કૃપા કરીને જલદી પ્રજાનું રક્ષણ કરતાં ઈન્દ્રપ્રસ્થનગરમાં રાજ્ય કરવું. દુર્યોધનનું કહેલું સાંભળીને સરળ હૃદયવાલા – અત્યંત ધર્મ બુધ્ધિવાલા યુધિષ્ઠિરે ભાઇઓ સાથે એક્કમ સ્વીકાર્યું. આ સાંભળીને મૂંઝાઈ ગયું છે ચિત્ત જેનું એવા વિરે દુર્યોધને કરેલું દુષ્ટ છલ ત્યારે એકાંતમાં પાંડ પુત્રોને જણાવ્યું. તમે વિશ્વાસ પામીને કોઈ કાણે ઈન્દ્રપ્રસ્થ નગરી આપવાની અને ભક્તિવાળા વચન સાંભળવાથી શત્રુ એવા દુર્યોધનનો વિશ્વાસ કરતા નહિ. वेश्याक्कानृपतिश्चौर - नीरमार्जारमर्कटाः। जातवेदा कलादश्च, न विश्वस्या इमे क्वचित्॥ शकटंपञ्चहस्तेन, दश हस्तेन वाजिनम्। हस्तिनं शत हस्तेन, देश त्यागेन दुर्जनम्॥ વેશ્યા– અક્કા – રાજા –ચોર – પાણી – બિલાડા – વાંદરા – અગ્નિ અને સોની તેઓનો કઈ ઠેકાણે વિશ્વાસ કરવો નહિ. ગાડાને પાંચ હાથ – ઘોડાને દશ હાથ – હાથીને સો હાથ અને દુર્જનનો દેશ ત્યાગવડે ત્યાગ કરવો. ત્યાં દુર્યોધને બ્રાહ્મણ પાસે તમારા મૃત્યુ માટે બનાવટી લાખનું (લાક્ષા) ઘર કરાવ્યું છે. ફાગણ વદ ચૌદશની મહારાત્રિમાં હે યુધિષ્ઠિર ! કુટુંબ સહિત તમે સૂતે છો તે બ્રાહ્મણ દુર્યોધનના આદેશથી એકાંતમાં લાક્ષાઘરને સળગાવીને તમને યમમંદિરમાં મોક્લશે. આ પ્રમાણે સાંભળીને ભીમે કહયું કે હે ભાઈ ! તમે મને હમણાં જા આપો તો ગદાવડે તેને હણીને યમમંદિરમાં મોક્લીશ. યુધિષ્ઠિરે કહ્યું કે જે જે કપટ કરશે તેને તે તે પાપ નિચે તેના મસ્તક ઉપર પડશે @યું છે કે: अत्युग्रपुण्यपापानामिहैव फलमाप्यते। त्रिभिर्मासैस्त्रिभिः पक्षः स्त्रिभिर्वस्त्रिभिर्दिनैः ॥१॥ આ લોકમાં નિચ્ચે અતિઉગ્ર પાપ અથવા પુણ્યનું કુલ ત્રણ મહિને – ત્રણ પક્ષે-ત્રણ વર્ષ અથવા ત્રણ દિવસે
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy