SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર શ્રી નેમિએ પવિત્રપક્ષીથી ભુવટકનામના નગરમાં ધૂમા નામના અસુરને પ્રતિબોધ કરાવી ને અભૂપુરમાં ગયા, ત્યાં દુષ્ટ અને હંમેશાં પાપમાં તત્પર એવા સક્લવતાલ પાસે શ્રી નેમિનાથ જિનેશ્વરે સમ્યક્ત ગ્રહણ કરાવ્યું. કરંટ વનમાં હાથી અને કર્કોટ નામના અસુરને અને સિદ્ધવટમાં યોગીસહિત સિદ્ધનાથને પ્રતિબોધ પમાડ્યો. કોટ નગરમાં હાથીને, ઇલાપર્વતપર ઈક્તને, દેવગિરિપર દુર્ગાદિત્યને અને બ્રહ્મગિરિપર બ્રહ્મનાયકને પ્રતિબોધ ર્યો. બીજા પણ ઘણા ભિલ્લો – મ્લેચ્છોને - વનમાં ફરનારા ભિલ્લોને પક્ષીઓને ધર્મનો વિનાશ કરનારા, લોકોનો દ્રોહ કરનારા તેમજ ચોરો – પરસ્ત્રીગમન કરનારા – જૂઠું બોલનારા કુતીર્થિકોને પ્રતિબોધ કરી શ્રી નેમિનાથ તીર્થકરે તેઓને સદ્ગતિ પમાડ્યા. શ્રી નેમિનાથ જિનેશ્વર આર્ય અને અનાર્ય દેશમાં વિહાર કરતાં પોતાના આયુષ્યનો અંત જાણીને રેવતગિરિઉપર ગયા. ત્યાં કેટલાક દિવસ રહીને ભવ્યજીવોને પ્રતિબોધ કરીને પ્રભુ શ્રી નેમિએ અનશન સ્વીકાર્યું જેઠ સુદિ આઠમના દિવસે પાંચસોને છત્રીસ સાધુઓ સાથે પુણ્ય અને પાપકર્મનો ક્ષય કરી મોક્ષનગરીને શોભાવી. દેવલોકમાંથી ઇન્ટઆવીને શ્રી નેમિનાથ પ્રભુનો મોક્ષગમનનો ઉત્સવ કરીને નંદીશ્વરદ્વીપમાં અષ્ટાનિકા મહોત્સવ કરીને ઇન્દ્ર સ્વર્ગમાં (દેવલોકમાં)ગયા, જ્યાં શ્રી નેમિનાથ જિનેશ્વરના – દીક્ષા –ક્વલજ્ઞાન અને મોક્ષ થયાં તેરૈવતગિરિને હે ભવ્યજનો ! તમે મોક્ષને માટે સેવો. આરૈવતગિરિ ઉપર પ્રભુના આઠભાઈ – કૃષ્ણની સ્ત્રીઓ અને રાજિમતી મુક્તિની . શોભાને પામનારાં થયાં. उन्जिंतसेलसिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स; तं धम्मचक्कवट्टि , अरिट्ठनेमिं नमंसामि॥१॥ કહયું છે કે: ઉજ્જયંતગિન્નિા શિખર ઉપર જેમનાં દીક્ષા – જ્ઞાન ને મોક્ષ થયાં છે તે ધર્મચક્રવર્તિ અરિષ્ટનેમિને હું નમસ્કાર કરું છું. જ્યાં અરિહંત પ્રભુનું એકપણ લ્યાણક થાય તેને મુનિઓ તીર્થ કહે છે. ગિરનાર તો તેથી પણ અધિક છે. ભગવંતનાં ચરણોવડે પવિત્ર થયેલી રૈવતગિરિનીરજ ચારેતરફથી જોડાયેલી શુદ્ધિકરનારા ચૂર્ણથી ઉત્પન્ન થયેલી હોય તેવી રીતે પવિત્ર કરે છે. જડ એવાં વૃક્ષો પથ્થો ભૂમિ – વાયુ – પાણી ને અગ્નિકાયના જીવો અહીં કેટલાક દિવસોવડે લ્યાણને પામશે. તપ અને ક્ષમાવડે યુક્ત – સમતારસથી વ્યાપ્ત –એવા જીવો ધાતુમય શરીરને છોડીને મોક્ષને પામે છે. જેમ પારસમણિવડે સ્પર્શ કરાયેલું લોઢું સુવર્ણપણાને પામે છે. તેમ આ તીર્થના સ્પર્શથી પ્રાણી જ્ઞાનરુપને ભજનારા થાય, ક્વલજ્ઞાનમય થાય. જેવી રીતે મલયગિરિ પર્વતમાં બીજાં વૃક્ષો પણ ચંદનપણાને પામે છે, તેવી રીતે અહીંયાં પાપી પ્રાણીઓ પણ પૂજયતાને પામે છે. ત્રણ જગતમાં શ્રી નેમિનાથ સરખા સ્વામી નથી. ઉજજયંતસમાનપર્વત નથી. ને ગજેન્દ્રપદ સરખો કુંડ નથી. આરૈવતગિરિ શ્રી સિદ્ધગિરિનું શિખર છે. અહીં પુણ્ય કરનારાને સિદ્ધગિરિની જેમ પુણ્ય થાય છે. કહ્યું છે કે અહીં પ્રાણી ભાવથી જિનેશ્વરોની પ્રતિમાની પૂજા કરનાર મોક્ષસુખને પામે છે. મનુષ્યના સુખનું તો શું કહેવું? વિવેકી
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy