SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કણચરિત્રમાં નેમિનાથના સંબંધથી ગૂંથાયેલ શાંબ પ્રદ્યુમ્ન અને શ્રી કરણના નરક ગમનનું સ્વરૂપ ૩૩૯ પોતાના પુત્રને ઘેરડાવડે હમણાં બાંધતી અને છેડતી જોઈને ઉગં પામેલા બળદેવે કહયું કે તું પુત્રને કૂવામાં ન નાંખ. હમણાં સાવધાન થા. પુત્રના ગળાને બાંધતી તે સ્ત્રી અટકી ત્યારે ત્યાં બળદેવે પોતાના ચિત્તમાં આ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કર્યો. હવે પછી મારે નિરવધે આહાર વનની અંદર લેવો અથવા નિરંતર ઉપવાસ થાઓ. સમતાને ભજનારા અને તપ કરતાં તે મુનિના પ્રભાવથી વાઘ – સિંહ વગેરે શિકારી પશુઓ હંમેશાં તેમની સેવા કરે છે. પૂર્વ સંસારના સંબંધવાલો કોઈ એક મૃગ વનમાં બળદેવ મુનિનાં બે ચરણતલમાં શિષ્યની જેમ સેવા કરવા લાગ્યો, જ્યારે કોઇ સાથે વનમાં જમતો હોય ત્યારે તે મૃગ પારણાને વખતે તે ઋષિને લઈ જઈને હંમેશાં – પ્રતિલાભ – અપાવતો હતો. એક વખતે તે મૃગ. તે મુનિને માસક્ષમણના પારણે લાકડાને માટે આવેલા રથકાર પાસે પોતાની સંજ્ઞાવર્ગે લઈ ગયો. ઋષિને ભિક્ષામાટે ત્યાં આવેલા જોઈને સુથાર દાયેલી અર્ધશાખાવાળા વૃક્ષને મૂકી દઈને દાન દેવા માટે ઉત્સુક થયો. રથકાર સાધુને દાન આપતાં આ પ્રમાણે વિચારવા લાગ્યો કે આવા પ્રકારના સાધુને અન્ન આપવાથી હમણાં મારું સુંદર ભાગ્ય છે. સાધુ વિચારવા લાગ્યા કે હમણાં મારું સુંદર ભાગ્ય છે જેથી મને પ્રાસુક અન્નની શ્રેષ્ઠ પ્રાપ્તિ થઈ. મૃગે વિચાર્યું કે જો મારી પાસે આવા પ્રકારનું પ્રાસુક અન્ન તૈયાર થાય તો હું આદરપૂર્વક આવા સાધુને વહોરાવું. તો હું સાધુને આદરથી આવા પ્રકારનું દાન દઉ. પાઠાંતરમાં આ પ્રમાણે, તે મુનિ આદિ વિચારતા હતા ત્યારે અકસ્માતું, તેઓના મસ્તક ઉપર મોટી શાખા પડી. તે ત્રણેની પ્રાણોના ત્યાગથી પાંચમા દેવલોકમાં એજ્જ સ્થાનકે સાથે ઉત્પત્તિ થઈ. આઠ બલદેવ અંતકૃત થયા છે. મોક્ષે ગયા છે. એક બ્રહ્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાં દશ સાગરોપમ સુધી ભોગો ભોગવીને ત્યાંથી ચ્યવને આ ઉત્સર્પિણીમાં આજ ભરતક્ષેત્રમાં કૃષ્ણના તીર્થમાં ભવસિદ્ધિક એવા તે ભગવાન મોક્ષમાં જશે. (૧–૨) તપસ્યા કરતાં પ્રધુમ્ન વગેરે ઘણા કુમારોએ તે નેમિનાથ પ્રભુને પૂછ્યું કે ક્યારે મોક્ષસુખ થશે ? સ્વામીએ કહયું કે સિદ્ધગિરિ ઉપર અત્યંત તપકરતાં મોક્ષપ્રાપ્તિ થશે. ત્યાં તમે જલદી જાવ. સ્વામીની વાણી સાંભળીને પ્રધુમ્ન વગેરે સાડાત્રણ કરોડ કુમારો શ્રી શત્રુંજયગિરિઉપર ગયા. ત્યાં સિદ્ધગિરિઉપર રાયણવૃક્ષને અને જિનેશ્વરની પાદુકાઓને પ્રદક્ષિણા કરીને રૈવતાચલની પાસે સાતમા શિખરપર રહયા. શુક્લધ્યાનવડે શ્રેષ્ઠ તે સર્વે કૃષ્ણના પ્રધુમ્ન વગેરે સાડાત્રણ કરોડ કુમારો મોક્ષમાં ગયા. બીજા પણ યાદવો શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ સર્વકર્મનો ક્ષય કરી અનુક્રમે મોક્ષનગરીમાં ગયા. પત્ની સહિત સમુદ્રવિજ્ય રાજાએ જિનેશ્વરની પાસે દીક્ષા લઇ અંતે મરણ પામી માહેન્દ્ર દેવલોકમાં ગયા. ઋષભદેવના પિતા નાગકુમાર દેવલોકમાં, બાકીના સાત ઈરાન દેવલોકમાં આઠ સનકુમાર દેવલોકમાં, અને આઠ મહેન્દ્ર દેવલોકમાં જાણવા. આઠ તીર્થકરની માતાઓ મોક્ષ પામી, આઠ સનકુમારમાં અને આઠ મહેન્દ્ર દેવલોકમાં ગયેલી જાણવી. હવે દ્વારિકાના દાહ પછી પરિક્ષિત રાજાએ નવી દ્વારિકામાં મહાનેમિના પુત્ર યદુને અને સૂર્યપત્તનમાંથી મેદિની મલ્લ નામના માણસને લાવીને સૌરાષ્ટ્ર દેશમાં ઉજજયંતગિરિમાં ગિરિદુર્ગમાં સ્થાપન ક્યું. તેણે તેવી રીતે પ્રજાને ન્યાયથી ધન વાપરીને રક્ષણ ક્યું કે અત્યંત ઉદયપામેલા તેઓ પૂર્વના રાજાઓને ચિત્તમાંથી ભૂલી ગયા. તે પરિક્ષિત રાજા શ્રી શત્રુંજ્યગિરિ અને ઉજજયંતગિરિમાં વિસ્તારથી યાત્રા કરીને યાદવરાજાની રજા લઈને પોતાના નગરમાં ગયો.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy