SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર થયેલા કૃષ્ણ યથોચિત દાન આપ્યું. સમુદ્રવિજય - શિવાદેવી અને સત્યભામાસહિત કૃણે ત્યાં જઈને તુરત પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી. બલિ કરીને પ્રભુને નમીને યોગ્ય સ્થાનકે કૃણ બેઠા ત્યારે બીજાઓ પણ પોતપોતાના ઉચિત સ્થાનકે બેઠા. राया व रायमच्चो, तस्सासइ पउर जणवओ वावि; दुब्बलिकंडिय बलि छडीअ, तंदुलाणाढगं कलमा॥१॥ भाइअपुणाणियाणं, अखंडफुडियाण फलगसरियाणं; कीरइ बली सुरावि अ, तत्थेव च्छुहंति गंधाइ॥२॥ बलिपविसणसमकालं, पुव्वदारेण ठाई परिकहणा; तिगुणं पुरओ पाडण, तस्सद्धं अवडियं देवा; ॥३॥ अद्धद्धं अहिवइणो, तदद्धमो होइ पागय जणस्स; सव्वाम्मयप्पसमणी, कुप्पइ नऽन्नोअ छम्मासे॥४॥ રાજા અથવા રાજ્યમંત્રી અથવા તેનું શાસન કરનારા નગરલોક અથવા દેશનાલકે બલિદાનને માટે અત્યંત સાફ કરાયેલા, બલિદાનને માટે છેલાયેલાં એક આઢક પ્રમાણ ક્લમી ચોખા ભાઈઓવડે લવાયેલા અખંડ ખીલેલા ફલ સરખા તે ચોખા લઈ તેનો બલિ કરાય છે. દેવતાઓ પણ તેની અંદર ગંધ નાંખે છે. તે બલિ પ્રવેશનાસમયે આગળ પાડે છે. તેનો અધભાગ જમીન પર પડ્યા પહેલાં દેવતાઓ ગ્રહણ કરે છે, નીચે પડેલાનો અર્ધોભાગ રાજાઓ ગ્રહણ કરે છે અને બાકીનો અભાગ સામાન્ય લોક ગ્રહણ કરે છે. આ બલિ સર્વરોગને શાંત કરનારો છે. અને છ મહિના સુધી બીજો નવો રોગ થતો નથી. આ બાજુકુબેર નગરમાં કોડિનાર નામના નગરમાં દેવભટ નામના બ્રાહ્મણને દેવલા નામની સ્ત્રી હતી. અનુક્રમે તે બન્નેનો સોમભટ નામે મનોહર પુત્ર થયો, તે સોમભટને અંબિકા નામે જિનધર્મને કરનારી પત્ની હતી. અનુક્રમે દેવભટદેવલોક પામ્યો ત્યારે ઘરના સ્વામી સોમભટે તે વખતે સદગતિને માટે પિતૃકાર્ય કર્યું. તે વખતેજ શ્રાધ્ધના દિવસે માસક્ષમણના પારણે ભિક્ષા માટે બે સાધુઓ સોમભટના ઘરે ગયા. તે વખતે બે સાધુઓને જોઈને અંબિકાએ આ પ્રમાણે વિચાર્યું કે આજે મારું ઘર સાધુના આગમનથી પવિત્ર થયું. સાસુ ઘરે નથી. ઘરમાં શુધ્ધ અન્ન છે. આજે આ બન્ને સાધુઓને વહોરાવીને હું કૃતાર્થ થાઊં. આ પ્રમાણે વિચારીને હર્ષિત થયેલી તે પોતાના હાથમાં શુધ્ધઅન્ન ગ્રહણ કરીને સાધુઓને કહ્યું કે આ ઉત્તમ એવું પ્રાસુક (શુદ્ધ) અન્ન છે. તે વખતે બંને ઉત્તમ મુનિઓ શુધ્ધ અન્ન જાણીને પાત્ર ધરે છે. તે વખતે અંબિકાએ તુરતજ તે સાધુઓને અન્ન આપ્યું. હોમકાર્ય ર્યા સિવાય મુનિને આપતી અંબિકાને જોઈને એક પડાણ તેની ઉપર અત્યંત ઈર્ષ્યા કરવા લાગી. ત્યારે તેની સાસુ આવી. ત્યારે પડોશણે હયું કે તમારી પુત્રવધૂએ હોમઆદિ કર્યા વિના તમારો અનાદર કરીને બે સાધુઓને આદરપૂર્વક અન્ન આપ્યું છે. તે કારણથી ખરેખર તે સારું નથી.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy