SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુણચરિત્રમાં નેમિનાથના સંબંધથી ગૂંથાયેલ શાંબ પ્રદ્યુમ્ન અને શ્રી કુણના નરક ગમનનું સ્વરૂપ મદદ લાયક કેમ બોલે છે? જો કદાચ પશ્ચિમ દિશામાં સૂર્ય ઉદય પામે તો પણ નેમિનાથને મૂકીને બીજો વર હું કરીશ નહિ. જો કે એના હાથમાં પરણવાના સમયે મારો હાથ નથી તો પણ નિચ્ચે દીક્ષાના સમયે મારા મસ્તકપર તે હાથ થાઓ. નેમિએ ક્યું કે મેં સંસારનું સઘળું સુખ જાગ્યું છે. હવે મને મનોહર એવી મોક્ષસુખની ઇચ્છા છે. આ બાજુ સારસ્વત આદિ લોકાન્તિક દેવોએ સ્વર્ગમાંથી આવીને કહયું કે તમે જય પામોને ધર્મતીર્થ પ્રવર્તાવો. જીત્યો છે કામદેવને જેણે એવા ને પ્રાણીસમુદાયને અભય આપનારા એવા હે નાથ ! તમે જ્ય પામોને નિત્ય ઉત્સવ કરવા માટે તીર્થને પ્રવર્તાવો. તે પછી નેમિએ ઘરે આવીને વેગથી એક વર્ષ સુધી સાંવત્સરિક દાન આપ્યું અને પૃથ્વીને ઋણરહિત – દેવા વગરની કરી. તે આ પ્રમાણે :- એક કરોડને આઠ લાખ સોનામહોર સૂર્યોદયથી માંડીને બપોર સુધીમાં આપે છે. આવી રીતે એક વર્ષમાં ત્રણસોને અઠ્યાસી કોડને એંસી લાખ સોનામહોરો અપાઈ. તે પછી પ્રભુ સ્નાન કરીને વસ્ત્રો પહેરીને કૃષ્ણવડે કરાવેલી શિબિકામાં બેઠા. તે વખતે ઈ અવધિજ્ઞાનથી શ્રી નેમિનાથ પ્રભુના સંયમ ગ્રહણ કરવાના સમયને જાણીને આવીને બીજી શ્રેષ્ઠ ઉત્તમ શિબિકા કરી. શરુઆતમાં કૃષ્ણ કરાવેલી શિબિકામાં ચઢીને નેમિનાથ પ્રભુ નગરની બહાર સારા ઉત્સવપૂર્વક આવ્યા. બન્ને શિબિકાઓ ભેગી થઈ ત્યારે તીર્થંકર પ્રભુ તેમાં બેઠા અને ઈન્દ્રધારણ કરેલા છત્રવાલા, ઈદવડે વીંઝાયેલા ચામરવાલા (પ્રભુ) ચાલ્યા. કૃષ્ણવગેરે રાજાવડે સૌધર્મેન્દ્ર અને ઈશાનદવડે અને ઘણા દેવોવડે પરિવરેલા, યાચકોવડે ગવાતા સંપૂર્ણ ગુણોના સમૂહવાલા પ્રભુએ રૈવતક ઉદ્યાનમાં જઈને શિબિકાના આસનમાંથી ઊતરીને કરેલ છે અઠ્ઠમ તપ જેણે એવા તેમણે તે વખતે પંચમુષ્ટિવડે લોચ કર્યો. - જન્મદિવસથી ત્રણસો વર્ષ વીતી ગયાં ત્યારે જેઠ સુદ – %ના દિવસે દિવસના પૂર્વભાગમાં ચન્દ ચિત્રા નક્ષત્રમાં હતો ત્યારે ઘોઘાટ દૂર થયો ત્યારે, સામાયિક ઉચ્ચરવાના સમયે સાધુને ઉચિત એવું ચોથું (મન:પર્યવ) જ્ઞાન પ્રભુને ઉત્પન્ન થયું. तिहिं नाणेहिं समग्गा, तित्थयरा जाव हुंति गिहिवासे; पडिवन्नम्मि चरित्ते, चउनाणी जाव छउमत्थे॥१॥ કહયું છે કે:- સર્વતીર્થકરો ગૃહસ્થનાસમાં ત્રણ જ્ઞાન સહિત હોય છે. ને ચારિત્ર ગ્રહણ કર્યા પછી જયાં સુધી છબસ્થ (અવસ્થા) હોય ત્યાં સુધી ચાર જ્ઞાનવાલા હોય છે. એક હજાર રાજાઓએ તે વખતે પ્રભુની જેમ લોચ કરીને કેટલાકે સ્વામીની ભક્તિથી ને કેટલાકે પોતાના ભાવથી સંયમનો સ્વીકાર કર્યો. કૃષ્ણ ને ઈદ વગેરે અને રાજાઓ વગેરે પોતપોતાના સ્થાનમાં ગયા ત્યારે, ગોષ્ઠમાં રહેલા વરદત્તબ્રાહ્મણના આવાસમાં બીજા દિવસે પ્રભુએ ખીરવડે પારણું કર્યું. તે વખતે દેવતાઓએ તેના ઘરમાં રત્નની વૃષ્ટિ કરી. કહયું છે કે ઉત્કૃષ્ટથી સાડાબાર કરોડ સોનૈયાની વસુધારા થાય છે. ને જઘન્યથી સાડાબાર લાખની વસુધારા થાય છે. વિહાર કરતાં – પ૪ – દિવસ ગયા ત્યારે સહસ્રામવનમાં પ્રભુને કેવલજ્ઞાન થયું. તે વખતે ત્યાં દેવોએ એકદમ આવીને ત્રણ ગઢ (સમવસરણ) કર્યા ત્યારે શ્રી નેમિજિનેશ્વર ધર્મની દેશના આપવા માટે બેઠા. આ બાજુ ઉદ્યાનપાલકના મુખેથી તે વખતે પ્રભુના જ્ઞાનની ઉત્પત્તિ જાણીને હર્ષિત
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy