SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામ કથા અથવા જેન ગીતા સંબંધ ૨૬૯ આ તરફ બીજા સુભટે આવીને શત્રુનને કહ્યું કે હમણાં મધુરાજા મથુરાનગરીની બહાર ભીમ ઉદ્યાનમાં છે. ક નર્તકીની પાસે નૃત્ય કરાવતો મધુરાજા તે નૃત્યને જોતો અસ્ત પામેલા અને ઉદયપામેલા સૂર્યને જાણતો નથી. ક મધુરાજા જે ફૂલવડે શત્રુઓને જીતે છે. તે શસ્ત્ર હમણાં તેના ઘરમાં છે. તેથી હમણાં તે નગરીની અંદર જયે. આ પ્રમાણે સાંભળી શત્રુબ રાજાએ નગરના દ્વારને ભાંગી મથુરા નગરીમાં પ્રવેશ કરી જયઢક્કા વગડાવી. ૬ જયઢકકાનો અવાજ સાંભળીને નગરીમાં પ્રવેશ કરેલા શત્રુને જાણીને મધુરાજા યુદ્ધ કરવા માટે મથુરા નગરીના મુખને વિષે આવ્યો. ફૂલવગરનો મધુરાજા યુદ્ધના આંગણામાં યુદ્ધ તો બળવાન હોવા છતાં પણ ચારેબાજુથી શત્રુબ રાજાવડે અત્યંત – વીંટાયો. તે વખતે ઘણો બળવાન લવણ નામે મધુરાજાનો પુત્ર – યુધ્ધ કરતો શત્રુબ રાજાવડે હણાયેલો મૃત્યુ પામ્યો ક પુત્રને હણાયેલો જોઈને ક્રોધરૂપી – અગ્નિથી પ્રજવલિત થયેલો મધુરાજા યમની પેઠે. શત્રુની સાથે યુદ્ધ કરતો ઊભો થયો. 5 ત્રિશૂલ રહિત હોવા છતાં મહાબલવાળા તે મધુરાજાએ શત્રુઘ્નની સાથે એક મહિના સુધી યુધ્ધ ક્યું. કમરણને આવેલું જોઈને પુત્રના શોકથી વ્યાપ્ત. મધુરાજાએ વિચાર્યું કે મેં પહેલાં સંયમ લીધું નહિ. * કહ્યું છે કે:- મરણને નિશ્ચિત જાણીને – યૌવનને પુષ્પ સરખું જાણી. ઋધ્ધિઓ ચલાયમન જાણી. પરાધીન એવા મેં તે વખતે પ્રમાદથી ધર્મ ન . ૧. ઘર સળગે તે કૂવા ને તળાવ ખોદવાનો આરંભ, સર્પવડે કરડાયેલાને જગતમાં મંત્ર જપવાનો ક્યો કાલ છે? ૨. તેથી જગતમાં પુરુષે નકકી પોતાનું હિત કરવું જોઈએ. હમણાં – મરણ આવતે જીતે અરિહંતનું સ્મરણ કરું. ૩. અરિહંત – સિદ્ધ – સાધુ અને કેવળીએ કહેલો ધર્મ આ ચાર મંગલો નકકી મને થાય. ૪. જીવ એક્લો ઉત્પન્ન થાય છે.જીવ ઊપજે છે. (જન્મે છે.) એક્લો ભમે છે. એક્લો કરે છે. એક્લો મોક્ષ પામે છે. - આ પ્રમાણે વિચારીને- છેડી દીધાં છે શસ્ત્ર વગેરે જેણે એવા મધુરાજાએ મસ્તક્નો લોચ કરી પોતાની જાતે સર્વસાવધની વિરતિનો ઉચ્ચાર ર્યો. ત્યાં આકાશમાં દેવોએ આવી મધુમુનિના મસ્તક ઉપર દેવવાજિંત્રોપૂર્વક પુષ્પવૃષ્ટિ કરી. તે વખતે શત્રુબે ત્યાં આવી તેના બે પગોનાં તલમાં પડી મિથ્યાહુકૃત આપી તેને ખમાવ્યો. ક હે મધુમુનિ તમે ભાગ્યશાળી છે. જેથી રાજયને ધાસની જેમ છોડી દઈ મુક્તિસુખની પરંપરાને આપનારા સંયમને તમે પ્રહાણ કર્યું. * હું તો પારકાના રાજ્યની ઇચ્છાવાળો, અત્યંત દુમનવાળો છું. મારી નરક વિના બીજે ઠેકાણે ગતિ થશે નહિ. ધર્મધ્યાનમાં અત્યંત તત્પર એવા સાધુ શિરોમણિ મધુમુનિ ત્રીજા દેવલોકમાં દેદીપ્યમાન શરીરવાલા દેવ થયા. ક ચમરેન્દ્રની આરાધના કરીને શત્રુઘ્ન દેદીપ્યમાન ઉત્સવપૂર્વક જેમ ચવર્તિ દીપ્યમાન કાંતિવાળા ચક્રને હાથમાં કરે તેમ ફૂલને ગ્રહણ કર્યું. શત્રુને મધુને જીતીને મથુરાને સ્વાધીન કરીને અયોધ્યા નગરમાં આવીને રામ વગેરે ભાઈઓને નમસ્કાર ર્યો ક રામે પણ તે નગરમાં જઈ જુદા જુદા મહોત્સવ પૂર્વક – શત્રુઘ્નનનો રાજયાભિષેક કર્યો. એક વખત જ્ઞાનીને નમસ્કાર કરીને જિનેશ્વરે કહેલા ધર્મને સાંભળીને રામે પ્રશ્ન કર્યો કે ઘણાં શ્રેષ્ટનગરો હોવા છતાં મારા ભાઈ શત્રુને મથુરા નગરી કેમ માંગી ? તે હો. તે વખતે જ્ઞાનીએ કહ્યું કે હે રામાં તે જે કહ્યું તે સાંભળ. મથુરા નગરીમાં ધન છે પ્રિય જેને એવો જવણદેવનામે વાણિક રહેતો ધર્મને નહિ કરવાથી મરીને કાગડો થયો. તે કાગડો પણ મરીને મથુરા નગરીમાં પાડો થયો. ત્યાંથી બળદ થયો. ત્યાંથી જઈને (મરીને) પાડો થયો. કર્મનો
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy