SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર જીવ – દેવ મનુષ્યભવ – પામી – સર્વકર્મનો ક્ષય કરી મુક્તિસુખને પામશે. ૬ પૃથ્વીપર વિહાર કરતાં મેરુપર્વતની જેવા સ્થિર (મનથી), સમાન છે શત્રુ – મિત્ર જેને એવા, સુખ દુ:ખમાં સરખું છે ચિત્ત જેનું એવા વિહાર કરતાં ભરતમુનિ તીવ્રતપ વડે બાકીના અજ્ઞાનનો (કર્મનો) ક્ષય કરીને કેવલજ્ઞાન પામીને શ્રી સિદ્ધગિરિ ઉપર મોક્ષને પામ્યા. ભરતની સાથે સિદ્ધાર્થ – તિવર્ધન – ઘનવાહ વગેરે રાજાઓ તેઓ પણ કેટલાક મોક્ષે ગયા. કેટલાક ત્રીજા દેવલોકમાં, કેટલાક ચોથા દેવલોકમાં, કેટલાક પાંચમા દેવલોકમાં ને કેટલાક સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગયા તે મુનિઓ પણ સ્વર્ગમાંથી ચ્યવીને, મનુષ્યભવ પામીને બધાં કર્મનો ક્ષયકરી રમતમાત્રમાં મોક્ષમાં જશે. ભરતના વિયોગવડે હૃદયમાં લક્ષ્મણ જેટલામાં દુ:ખી થયો તેટલામાં વિરાધ સેવકે ક્યું. ભરતમુનિ શ્રી સિદ્રાચલઉપર સઘળાં કર્મ સમૂહનો ક્ષયકરી મુક્તિપુરીને પામ્યા છે. તે વખતે લક્ષ્મણ ઘણો હર્ષ પામ્યો. હવે રામે ઘણા રાજાઓને બોલાવીને સુંદર ઉત્સવપૂર્વક ચક્રને ધારણ કરનારા લક્ષ્મણને રાજ્યઉપર અભિષેક કર્યો. બિભીષણને ત્રિકૂટ ઉપર - - વાનરપતિ સુગ્રીવને – કિષ્કિંધા નગરીમાં, હનુમાનને શ્રી ગિરિપર રહેલા શ્રીપુર નગરમાં, નીલને શ્રેષ્ઠ એવા રાક્ષસપુરમાં, હસ્નૂહ નગરમાં પ્રતિશૂને, અને પાતાલલંકામાં ચંદ્રોદરને હર્ષવડે સ્થાપન કર્યો. -- ૨ વૈતાઢય પર્વતઉપર દક્ષિણ શ્રેણીમાં રથનૂપુરનગરમાં ઘણા વિધાધરોવડે આશ્રય કરાયેલો ભામંડલ રાજ્ય ભોગવતો હતો, હવે રામે શત્રુઘ્નભાઇ આગળ આ પ્રમાણે ક્યું કે હમણાં તારા ચિત્તમાં ને યુધ્ધ ન કરી શકાય તેવી (જે) નગરી ગમતી હોય તે હે શત્રુઘ્ન! રાજ્યની રીતિ માટે માંગ. અથવા તો પિતા સંબંધી શ્રેષ્ઠ એવી અયોધ્યા નગરીને તું ગ્રહણ કર. હવે શત્રુને બે હાથ જોડી રામને હ્યું કે મહેરબાની કરીને મને મથુરા નગરી આપો. (૧૧.૫) રામે હ્યું કે મથુરા નગરીમાં ચમરેન્દ્રે આપેલ ફૂલને ધારણ કરનારો પ્રચંડ બલવાળો રાવણનો જમાઇ મધુરાજા છે. તેના હાથમાં દેદીપ્યમાન કાંતિવાલુ જે ત્રિશૂલ છે. તે છોડેલું ત્રિશૂલ રમતમાત્રમાં શત્રુઓનાં હજારો મસ્તકોને કાપી નાંખે છે. આથી તે મધુરાજા દેવોને પણ દુ:શક્ય છે. લાખો બળવાન સુભટો તેનો આશ્રય કરનારા છે. પૃથ્વીનું ન્યાયથી પાલન કરતો કોઇવડે જીતી શકાય એવો નથી. તેથી હમણાં તને તે નગરી કઇ રીતે અપાય? શત્રુઘ્ને હ્યું કે બલવડે ઉટ એવા મધુરાજાને જીતીને હું રાજય લઇશ. તમે મને આદેશ આપો. રામના આદેશને પામીને શત્રુઘ્ન વૈરી રાજા તરફ જેટલામાં ચાલ્યો, તેટલામાં તેની માતાએ આ પ્રમાણે ક્યું હે પુત્ર ! તે શત્રુ બલવાન છે. આથી તું સંતોષને ધારણ કર. શત્રુઘ્ને હ્યું કે જિનેશ્વો નિશ્ચે મને રાજ્ય આપશે. ક્યું છે કે ત્રણલોકમાં મંગલરૂપ અસુર અને સુરવડે નમસ્કાર કરાયેલા ભયરહિત જીત્યા છે ભાવશત્રુઓના સૈન્યને જેણે એવા સર્વ જિનો મને મંગલ આપો. રામે હ્યું કે શત્રુ છલથી (કપટથી) જિતાય છે. બલથી નહિં. જે કારણથી તે ઘણો – વિદ્યા – શસ્ત્ર આદિવડે ક્લવાળો છે. તે પછી જિનમંદિરમાં જઇ શ્રી ઋષભદેવ જિનેશ્વરને પ્રણામ કરી સેનાસહિત શત્રુઘ્ન શત્રુને જીતવા માટે સારા સેિ ચાલ્યો. શત્રુઘ્ન જેટલામાં મધુરાજાની પાસે આવીને રહ્યો, તેટલામાં મંત્રીએ ક્યું કે મધુરાજા – દુષ્ટ ને દુય છે. મધુરાજાએ પહેલાં હાથમાં શૂલને ધારણ કરતાં અતિવીર્ય ગંધાર ને વરવીર્ય રાજાને જીત્યા છે.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy