SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામ ક્થા અથવા જૈન ગીતા સંબંધ = કૈલાસપર્વતના શિખર સરખી ઉપમાવાલાં સર્વભવનો. બળદ – ગાય – ભેંસોવડે વ્યાપ્ત અત્યંત મનોહર છે. પુષ્કરણી ને વાવડી હતી ત્યારે અને જિનમંદિરો હતાં ત્યારે સુંદર બગીચા – ઉધાન ને વનવડે સમૃદ્ધ એવી તે અયોધ્યા નગરી નિશ્ચે દેવીપુરી છે. ત્યાં ઇસરખા રામે – ભવ્યજનોને આનંદ કરાવનારાં ઘણા જિનેશ્વરોનાં ભવનો કરાવ્યાં. 6 ગ્રામ – નગર – ખેટક – કર્બટ – નગરી અને પાટણની મધ્યમાં રહેલી તે. સાકેત નગરી –(અયોધ્યાનગરી) રામચંદ્રવડે ઇન્દ્રપુરી જેવી કરાઇ. ખ઼ સર્વલોક ઉત્તમ રૂપવાલા છે. સર્વલોક ધન – ધાન્યને રત્નથી ભરેલો છે. સર્વલોક કરના ભારથી રહિત છે. ને સર્વલોક હંમેશાં દાનમાં ઉધમવાળો છે. TM અહીં આગળ ઘણાં દેદીપ્યમાન ગીત – નૃત્યને વાજિંત્રોમાં સુખપૂર્વક્સીનથયેલો એવો પણ ભરત સંસારને અસાર જુએ છે. તે આ પ્રમાણે : - दुक्खेंहि माणुसत्तं लद्धं, जलबुब्बूओवमं चवलं । गयकण्णचवललच्छी, कुसुमसमं च जोव्वणं हवइ ॥ किंपागफलसरिच्छा, भोगा जीअंच सुविणपरितुल्लं । पक्खिसमागम सरिसा, बंधवनेहा अइदुरंता ॥ तरुत्तणंमि धम्मं, जइहं न करेमि सिद्धिसुहगमणं । गहिओ जराए पच्छा, उज्झिस्सं सोगअग्गीणं ॥ गलगंडसमाणेसु, शरीर छीरं तहा वहंतेसु । थोडस काविहु, हवइ रई मंसपिण्डेसु । तंबोलरसालित्ते, भरिएच्चिअ दंतकीडयाणमुहे । केरिया हवइ रई, चुंबिज्जंते अहरचम्मे ॥ अंतो कयवर भरिए, बाहिरमट्ठे सहावदुगंधे । कोणाम करिज्जरई, जुवइ शरीरे णरो मूढो । ૨૩ દુ:ખવડે મેળવેલું મનુષ્યપણું પાણીના પરપોટા સરખું ચપલ છે. હાથીના કાનસરખી ચપલ લક્ષ્મી છે. ને પુષ્પ સરખું યૌવન છે. કિપાકકલ સરખા ભોગો છે. જીવતર સ્વપ્ન સરખું છે. પક્ષીના સમાગમ સરખા અત્યંત દુરંત બાંધવના સ્નેહો છે. તે પિતા વગેરે સર્વે ધન્ય છે કે, જેઓ રાજ્યને છેડીને ઋષભદેવ ભગવંતે બતાવેલા અર્થવાલા – સતિના માર્ગ ઉપર જેઓ ઊતર્યા છે. તે બાલમુનિઓ ધન્ય છે, કે જેઓએ બાલપણામાં ગ્રહણ કર્યું છે, સાધુપણું જેણે એવા તેઓએ સ્વાઘ્યાયમાં વ્યાપારવાલા મનવડે કરીને પ્રેમ રસ જાણ્યો નથી. તે ભરત આદિ મહાપુરુષોને ધન્ય છે કે જેઓએ લક્ષ્મીનો ત્યાગ કરી પરિગ્રહનો ત્યાગકરી દીક્ષાલઇ શાશ્વત મોક્ષસુખને પામ્યા. જો હું યૌવનપણામાં મોક્ષસુખને પમાડનાર એવા ધર્મને નહિ. કરું તો ઘડપણમાં જરાવડે ગ્રહણ કરાયેલો શોકરૂપી અગ્નિથી બળીશ. ગલ અને ગંડ સરખી તેમજ શરીરના દૂધને વહન કરનારી સ્તનરૂપી ફોડકાવાલા – એવા માંસના પિંડમાં કઇ
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy