SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર त्रैलोक्य लोक कुमुद प्रमद प्रदायी, कल्कान्धकारनिकरैक निराकरिष्णुः। आनम्रसर्व सुरराज समाज! राज राजेति राजति तवाननपूर्णिमेन्दुः॥९७३।। जय जयेति जपन्ति निरन्तरं, मनसि नाम नरास्तव ये विभो! तुद तुदेति तुदन्ति नतान्, मनाग् मदनमोहमुखान्तरवैरिणः ॥९७४।। निःशेषनाकिनरनाथनताङ्घ्रिपद्य! पद्मातनूभवभवा भवभीतिनेतः। भक्त्या भवी भुवि विभो! वदनं प्रश्यन् सत्सातभाग् भवभवेति भवेन् न कोहि ॥९७५।। સવારે ઘણા ઈન્દ્રોવડેનમન કરાયેલાં તમારાં ચરણોને વારંવાર જોઈને જુએ છે. તેનાં નિર્મલ એવાં બે ચરણોને દેવોયુક્ત એવોઇન્ટ અત્યંત સેવા કરે છે. ત્રણ લોકના જે લોક (લોકો) અને તે રૂપી જે કમલ તેને હર્ષ આપનાર, કલિકાલરૂપી અંધકારનો જે સમૂહ તેને અત્યંત દૂર કરનાર તમારા મુખરૂપી પૂર્ણિમાનો ચંદ્ર શોભે છે. હે રાજાઓના રાજા! નમેલા છે સર્વ દેવોનો સમૂહ જેને એવા (હે પ્રભુ!) ક હે પ્રભુ તમે જય પામો જય પામો એ પ્રમાણે તમારા નામને નિરંતર જે મનુષ્યો મનમાં જપે છે તેઓને કામ દેવ – મોહ વગરે અંતરંગ રાત્રુઓ તું પીડા પામ પીડા પામ. એ પ્રમાણે (કહેતાં) તેઓને જરાપણ પીડા કરતાં નથી. ૬ સમસ્ત ઈન્દ્રો અને રાજાવડે નમાયાં છે. ચરણ કમલ જેનાં એવા અને નથી ઉત્પન્ન થયેલ કામદેવથી ભય જેને એવા હે નેતા! હે પ્રભુ! જે ભવ્ય પ્રાણી ભક્તિવડે પૃથ્વીમાં તમારા મુખનારૂપને જોનાર સુખને ભજનારો કોણ ન થાય? કોણ ન થાય? કોણ ન થાય? 5 યાચકોને માંગેલું દાન આપીને, સજ્જનોનું સન્માન કરીને, સારા ઉત્સવપૂર્વક રામ શ્રેષ્ઠ એવા પોતાના મહેલમાં આવ્યા. તે વખતે અયોધ્યા નગરી કુલકટિકુટુંબ સહિત શ્રેષ્ઠ @િાથી ને શેઠિયાઓની શ્રેણી સહિત અત્યંત શોભે છે. * કહ્યું છે કે: દેવ ભવન સરખું ઘર છે. ક્ષિતીશ્વર નામે ફ્લિો છે. મેરુપર્વતનીસરખી વૈજયંતિ નામે સભા છે. મોટી શોભાવાલી શાલા છે. સુવિધિનામે ચંક્રમણ છે. પર્વતના શિખર જેવો પ્રાસાદ છે. ઊંચું અવલોક્ન છે. નામથી વર્ધમાન અને વિચિત્ર પર્વતસરખું પ્રેક્ષાઘર છે. (નાટક શાલા) કુકડાના ઇંડાના અવયવવાળું ફૂટ- શિખર છે ને સુંદર એવું ગર્ભગૃહ છે. કલ્પવૃક્ષ સરખો દિવ્ય એક સ્તંભવાળો પ્રાસાદ છે. તેની ચારે બાજુ બાજુ નિચ્ચે દેવીઓનાં ભવન રહ્યાં છે. સિંહાકૃતિના પાયાવાળું શય્યાગૃહમાં સૂર્યના સરખા તેજવાળું સિહાસન હતું. કમળ સ્પર્શવાળાં ચદનાં કિરણ સરખાં ઉજજવલ ચામરો હતાં.વૈર્યરત્નનો વિમલદંડ, ચદસમાન સુખ આપનાર પડછાયાવાળું છત્ર હતું. આકાશલંઘન કરતી વિષમોદિતા નામની પાદુકાઓ હતી. અમૂલ્ય વસ્ત્રોને દેવતાઈ શ્રેષ્ઠ આભૂષણો છે. દુ:ખ કરીને ભેદી શકાય તેવું બખ્તર છે ને મનોહર મણિકુંડલનું યુગલ છે. ખડગ – ગદા - ચક્ર – કનકારી – બાણ એવા અમોધ – વિવિધ મોટાં બીજાંપણ ઘણાં અસો છે. 5 પચાસહજાર કરોડ તેના સૈન્યનું પરિમાણ છે. એક કોડથી વધારે શ્રેષ્ઠ ગાયોનો પરિવાર છે. સિત્તેર કુલકોડી કરતાં અધિક વડીલ કુટુંબીઓ – ધન – રત્નથી પૂર્ણ એવી અયોધ્યા નગરીમાં રહે છે. તેઓનાં
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy