SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામ કથા અથવા જૈન ગીતા સંબંધ ૨૪૭ પડેલા વાલીનાપુત્ર ચદરમિએ પોતાની જાતે અંતઃપુરને રોક્યું ક કપટી સુગ્રીવ અંત:પુરમાં પ્રવેશ ન પામ્યો. બીજો પણ તે વખતે નગરની અંદર પ્રવેશ પામતો નથી. * સુગ્રીવરાજા કિષ્કિધા નગરીની અંદર રહેલો કેટલાક મંત્રીઓવડે નગરની અંદર નાના પ્રકારે સેવાય છે. * બહાર રહેલો એવો પણ સુગ્રીવ સુભટ આદિ અને મંત્રીઓવડે સેવાય છે. તે બન્નેને પ્રગટ કરવા માટે કોઈ શક્તિમાન નથી. ક બને સુગ્રીવને ચૌદ અક્ષોહિણી સૈન્ય હતું. તે પછી બન્ને વડે હંમેશાં ભયંકર સંગ્રામ કરાય છે. ક્ષીણ થયાં છે હથિયાર જેનાં એવો નગરની બહાર રહેલો સુગ્રીવ આ પ્રમાણે વિચારવા લાગ્યો કે અક્ષીણ પુરુષાર્થવાલા એવા વાલી દીક્ષા લઈને મોક્ષમાં ગયા. હમણાં જેને અંતઃપુરમાં પ્રવેશ કરતાં શત્રુને રોક્યો તે બંનેના ભેદને નહિ જાણતો વાલીપુત્ર અદ્ભુત છે. મારો મિત્ર ખર હતો. તે પહેલાં પરાક્રમીરામવડે હણાયો. ને પછી તેણે વિરાધને રાજય આપ્યું. હવે હું પણ તેનો આશ્રય કરું. * સુગ્રીવપણ એ પ્રમાણે વિચાર કરી વિરાંધમિત્ર પાસે જઈને કહયું કે જો તમને ચતું હોય તો હું હમણાં રામનો આશ્રય કરું. તે પછી સુગ્રીવે ભાઇસહિત રામને નમીને કહયું કે મારાઉપર કૃપા કરી મારારાજયને શત્રુપાસેથી હમણાં તમે પાછું વાળો. કિષ્કિધામાં ભાઈની સાથે જઈને ભાઇસહિત રામે પરિવાર સહિત કપટી સુગ્રીવને યુદ્ધ માટે બોલાવ્યો. * બને સુગ્રીવનું સરખુંરૂપ – સરખું બોલવું જોઈને રામે વિચાર્યું કે આ બન્નેમાં સાચો કોણ છે? (૬ર૫) જો યુધ્ધ કરીએ તો ઘણા મનુષ્યનો સંહાર થાય. તેથી હું તેવી રીતે કરીશ કે જેથી અમારા બન્નેને સુખ થાય. તે પછી રામે સત્ય સુગ્રીવને જાણવા માટે વજાવર્ત ધનુષ્યની ઘેરીને તેવી રીતે કરી કે જેથી વેષપરાવર્તિ વિદ્યા કપટી સુગ્રીવના શરીરને છોડીને ચાલી ગઈ. ને લોકોએ નાસતા એવા તે કપટીને જોયો. તે પછી રામે એક બાણવડે જલદીથી કપટી સુગ્રીવને યમના દરબારમાં મોક્લી દીધો. તે પછી પ્રજા બીજા સાચા સુગ્રીવનો આશ્રય કરવા લાગી. તે પછી ભાઇસહિત રામે સુગ્રીવરાજાને સન્માનપૂર્વક કિકિંધા નગરીનું રાજ્ય આપ્યું. ૬ સમયને જાણનારા ભામંડલ ને વિરાધ પરિવાર સહિત રામને નમીને બોલ્યા, હમણાં મને કામનો આદેશ કરો. 5 જાંબુવાન – હનુમાન – નીલ – નિષધ – ચંદન – ગંભીર – અરિંમ – સુંદ – હર્ષવડે સુગ્રીવનો આશ્રય કરવા લાગ્યા. ક હવે સુગ્રીવે રામની રજા લઈને દેદીપ્યમાન પરાક્રમવાલા – વિચક્ષણ હનુમાનને સીતાની શોધ માટે મોલ્યો. * આ બાજુ રામની સ્ત્રી સાથે ભોગની ઈચ્છા કરતાં તેને સમજાવવા માટે પોતાની પ્રિયાઓને મોક્લી. તે વખતે રાવણની પ્રિયાઓ સીતાની પાસે જઈને બોલી કે હે સીતા ! ત્રણખંડની પૃથ્વીના ધણી રાવણને તું વર. તેને બત્રીસ હજાર પત્નીઓ છે. જે રૂપવડે કરીને સ્વર્ગની સ્ત્રીઓને અને કામદેવની સ્ત્રીઓને જીતે છે. * સીતાને છોડી દેવા માટે બિભીષણ આદિ રાજાઓએ સમજાવ્યા છતાં પણ રાવણે તે વખતે સીતાને ત્યજી નહિ ક કહયું છે કે અગ્નિમાં પ્રવેશ કરવો સારો. વિશુધ્ધ કર્મવડે મરવું સારું. પરંતુ ગ્રહણ કરેલા વ્રતનો ભંગ કરવો સારો નહિ અને શીલ રહિતનું જીવન સારું નહિ. ! दत्तस्तेन जगत्यकीर्तिपटहो गोत्रे मषीकूर्चकः। चारित्रस्य जलाञ्जलिर्गुणगणाऽऽरामस्य दावानलः । सङ्केतः सकलापदां शिवपुरद्वारे कपाटो दृढः। शीलं येन निजं विलुप्तमखिलं त्रैलोक्यचिन्तामणिः ॥६३८॥
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy