SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર - પંચનમસ્કાર પામ્યા પછી જેના દશપ્રાણો જાય છે, તેને જો મોક્ષ ન મળે તો અવશ્ય તે વૈમાનિક થાય. (૧) ભાવનકારથી રહિતજીવે જેનું કારણ કરાયું નથી એવા દ્રવ્યલિંગ – દ્રવ્યસાધુવેશ અનંતીવખત ગ્રહણ કરાયાં છે ને મુકાયાં છે. (૨) હજારો પાપો કરીને સેંકડો જંતુઓને મારીને આ મંત્રની આરાધના કરીને તિર્યંચો પણ દેવલોકમાં જાય છે. ઘણા શત્રુઓ સાથે ત્રિશિરા – દૂષણ અને ખરને હણીને વિરાધમિત્રથી યુક્ત તે લક્ષ્મણ ચાલ્યો. 5 પાછા આવેલા લક્ષ્મણે મોટાભાઈને નમસ્કાર કરીને ભાઈની આગળ શત્રુઓના વિજયનો પ્રબંધ હયો. તે વખતે નહિ બોલતાં અને પ્રિયા વગરના રામને જોઈને લક્ષ્મણે પૂછ્યું કે હે ભાઈ ! હમણાં સીતા ક્યાં છે તે કહો? ામે ગર્ણપણે કહ્યું કે ત્યાંથી જેટલામાં હું અહીંયાં આવ્યો. તેટલામાં કોઈ પાપી વિદ્યાધરે આવીને સીતાનું હરણ કર્યું. ક હણાયેલા જટાયુને કંઇક સ્વાસ લેતા જોઈને મેં તેને સ્વર્ગમાં પહોંચાડ્યો. તે વખતે લક્ષ્મણે કહ્યું કે હે ભાઈ ! તે વખતે જેણે સિંહનાદ ર્યો હતો તેણેજ એકાંતમાં સ્ત્રીનું હરણ કર્યું હોય તેમ સંભવે છે. કો હે ચદ! રોહિણી પાસે બેઠી છે. પછી તું કેમ ક્ષીણ થઈ ગયો? અમને હજારે દુઃખ છે. આકાશમાં (સીતાને) રાવણ લઈ ગયો. * આ પ્રમાણે ચદ પ્રત્યે રામને વારંવાર બોલતા જોઈ લક્ષ્મણે પોતાના ભાઈને બોધ કરવા માટે હ્યું. હે ભાઈ રામ! તું શા માટે ઝૂરે છે ? ગયેલી સીતા પાછી આવશે. સોના ઉપર ગમે તેમ મેળવતાં હતાં પણ માણિક્યનો સાંધો લાગતો નથી. ક હવે રામનો વિલાપ આ રીતે છે. એ હે વત્સ હું કોણ છું? આપ પૂજય આર્ય છે? તે આર્ય કોણ છે ? તે રામ છે. તમે કોણ છે? હે નાથ ! પૂજયના બે ચરણનો દાસ એવો હું લક્ષ્મણ છું. જંગલમાં આ શું આરંભ ર્યો છે? હે પ્રભુ ! ચાલી ગયેલી દેવી ધાય છે. ઈદેવી ? જનકરાજાની પુત્રી. હે જાનકી સીતા તું ક્યાં છે? (૧) હેમાતા અત્યંત સારું કર્યું કે જે કારણથી આ પૃથ્વીનો ભાર મારા ઉપર આરોપણ ન કરાયો. (પોતાની સ્ત્રીનું પણ રક્ષણ કરી શકતો નથી તેવી રીતે પૃથ્વીનું રક્ષણ કરશે ? હે અશક વૃક્ષ ! તું નવા પલ્લવીવડે રકત છે. હું પણ વખાણવા લાયક પ્રિયાના ગુણવડે રક્ત છું. હેમિત્ર તારી પાસે શિલિમુખ (ભમરા) આવે છે. મારી પાસે પણ કામદેવના ધનુષ્યમાંથી છૂટેલાં શિલિમુખ (બાણો) આવે છે. ખરેખર સ્ત્રીના પગના તળિયાનો પ્રહાર તારા હર્ષનેમાટે થાય છે. મને પણ થાય છે. હે અશોક ! આપણાં બન્નેને આ બધું સરખું છે. ફક્ત વિધાતાએ મને શોક સહિત ર્યો. રાજ્યનો ભંશ – (નાશ), વનમાં વાસ (રાવણવડે) સીતા લઈ જવાઈ. પિતા મરણ પામ્યા. આ એક એક પણ દુઃખ જે સમુદ્રને પણ સૂક્વી નાખે એવું છે. હે ભાઈ કાયરપણું છોડી દે. ફરીથી સાહસનો આશ્રય કશે. તપાસ કરીને સીતા લવાશે. જરાપણ દુ:ખ ન કરવું. ભાઈ સહિત રામે – પાતાલલંકા નગરીમાં જલદી જઈને યુધ્ધ ર્યા વિના ખરપુત્ર સંદને જીત્યો. તે પછી પોતાના સેવક વિરાધને પાતાલલંકામાં સ્થાપન કરી ભાઈ સહિત રામ કેટલાક દિવસ ત્યાં રહયા. આ બાજુ પહેલાં તારાને છતાં તે સાહસગતિ વિદ્યાધરે ઈષ્ટરૂપને કરનારી વિપ્રતારિણી વિદ્યાને સાધી. ક હવે સુગ્રીવરાજા– એક વખત હર્ષથી શુભ ઉદ્યાનમાં ગયો ત્યારે તે સાહસગતિ વિદ્યાધર – સુગ્રીવનારૂપને ધારણ કરતો તારાને ઇચ્છતો નગરીની અંદર આવીને સુગ્રીવના આસન પર બેઠેલો ભક્તિપૂર્વક સર્વસેવકોવડે લેવાય છે. (ક) સુગ્રીવનારૂપને ધારણ કરનારા તે ઊભો થઈને જેટલામાં અંત:પુરમાં જાય છે. તેટલામાં સાચો સુગ્રીવ પણ આવ્યો અને તે દ્વારને વિષે અટકાવાયો બે સુગ્રીવને જોઈને તે વખતે સંપાયમાં
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy