SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર વૃષ્ટિ કરી. ક ભરત પણ પોતાના નગરમાં આવીને ઘણા રાજાઓવડે સેવન કરવા લાયક છે. ચરણકમલ જેમાં એવો તે રામની બે પાદુકાઓને પ્રણામ કરીને સભામાં રહયો. એક્વાર બાહ્ય ઉદ્યાનમાં ધનેશ્વર ગુસ્ની આગળ ભરતરાજાએ આદર કરવાપૂર્વક આ પ્રમાણે સાંભળ્યું. 5 રત્નદ્વીપમાં ગયેલો જે કોઈ એક મહારત્નને ગ્રહણ કરે છે. ને તે અહીં લવાયેલું મોંઘા મૂલ્યવાળું થાય છે. (૧) જિનધર્મરૂપી સ્નદ્વીપમાં એક નિયમરૂપી રત્ન લે છે. તેનું પુણ્ય પભવમાં અમૂલ્ય થાય છે. (૨) પ્રથમ અહિંસારૂપી રત્નને ગ્રહણ કરીને જે જિનેશ્વરની પૂજા કરે છે. તે દેવલોકમાં અનુપમ એવા ઈન્દ્રિયના સુખને ભોગવે છે. (૩) न्यग्रोधे दुर्लभं पुष्पं, दुर्लभं स्वातिजं पयः । दुर्लभं मानुषं जन्म, दुर्लभं जिनदर्शनम्॥ વડના ઝાડનાં પુષ્પ દુર્લભ છે. સ્વાતિનક્ષત્રમાં ઉત્પન્ન થયેલું પાણી દુર્લભ છે. મનુષ્યજન્મ દુર્લભ છે. અને જિનેશ્વરનું દર્શન દુર્લભ છે. રત્નો અમૂલ્ય છે. વૈભવવડે સુખ મેળવાય છે. કરોડરત્નોથી પણ મનુષ્યના આયુષ્યની . ક્ષણ દુર્લભ છે. કેટલાક મનુષ્યો પુણ્યવર્ડ પ્રાપ્ત થયેલા તે મનુષ્યભવને પ્રમાદમાં તત્પર એવા છે જેમ સૂતેલો મનુષ્ય હાથમાંથી ચિંતામણિ રત્નને ગુમાવે તેમ હારી જાય છે. કા તે મનુષ્યભવમાં પણ મોક્ષસુખને આપનાર શ્રાવકધર્મ દુર્લભ છે. તેના કરતાં પણ જલદી મોક્ષને આપનાર સાધુધર્મ દુર્લભ છે. ક આ પ્રમાણે સાંભળીને ભતે હયું કે શ્રી રામચંદ્રનું આગમન થયા પછી નિશે હું સાધુધર્મને સંયમને ગ્રહણ કરીશ. (5) આ બાજુ શુભ નામનો વિધાધર – દુરશક્ય એવી રાક્ષસી વિદ્યા સાધીને નિરંતર લોકોને ભય પમાડતો હતો. તેથી લોકોક્તિથી તેનું નામ રાક્ષસ થયું અને તે વૈભવગિરિ ઉપરથી સમુદ્રની અંદર નિવાસ કરતો હતો. તેથી તે દ્વીપનું રાક્ષસ એ પ્રમાણે નામ થયું. કારણકે સમુદ્રમાં સવાલાખ ગુપ્ત દ્વીપો છે. ક તે દ્વીપમાં તે વિદ્યાધરે શત્રુઓથી ન ગ્રહણ કરી શકાય એવી સ્લિાવડે શોભતી સુવર્ણમય લંકાનગરી વસાવી. 5 અજિતનાથ પ્રભુ વિચારતા હતા ત્યારે રાક્ષસ દ્વીપમાં લંકાનગરીમાં રાક્ષસવંશમાં ધનવાહન નામે રાજા થયા. (30) તેનો પુત્ર જિનેશ્વરનાં ચરણની સેવામાં તત્પર મહારાણસ થયો. તેનો પુત્ર દેવરાક્ષસ દીક્ષા લઈને મોક્ષમાં ગયો. 5 દેવરાક્ષસનો પુત્ર ધર્મરાક્ષસ રાજા નીતિવાળો ને ધર્મવાળો હતો. તેને પદ્મરાક્ષસ નામના પુત્રને રાજયઉપર સ્થાપન કરીને ચારિત્ર ગ્રહણ ક્યું (ક) આ પ્રમાણે રાક્ષસવામાં અસંખ્યાતા રાજાઓ થયા. પછી ઘણી વિદ્યારૂપી સમુદ્રનો પારંગત કીર્તિધવલ રાજા થયો. 5 શ્રી શ્રેયાંસનાથ તીર્થકરના તીર્થમાં શ્રી સમુદ્રાચાર્યની પાસે કીર્તિધવલરાજાએ સર્વ કહેલો ધર્મ સ્વીકાર્યો.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy