SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામ ક્થા અથવા જૈન ગીતા સંબંધ એક પગને ત્રણ પગ દિવસે દિવસે ખાય છે. તેથી હે ભરત ! તેવી રીતે કરવું જોઇએ કે જેથી પગને દુ:ખ ન થાય. ( આળસથી હણાયેલો – પાખંડીઓનો આશ્રય કરનારો અને ખેડૂત પાસેથી વધુ કર લેનારો રાજા પદભ્રષ્ટ થાય છે. તેથી હે ભરત ! તું એવી રીતે રાજ્ય કર કે જેથી તારો પાદ – રાજ્યગાદી ન સિદાય. – અને તું ખેદ ન પામે. ) (૧ –૨) હે વત્સ ! હાથના આભૂષણરૂપ પ્રજાઓને તું છે. એમાંથી જ ચામર અને સુંદર લક્ષ્મી ઉત્પન્ન થાય છે. () રામની વાણી સ્વીકારીને રામનાં બે ચરણોમાં પ્રણામ કરીને ભરત ધીમે ધીમે પોતાના નગર તરફ જવા ચાલ્યો. (૨૭૨) ૨૩૧ કૈયી પણ રામવગેરે બધાની સાથે યથાયોગ્ય વાતચીત કરીને હરણ કરાયું છે મન જેનું એવી પુત્ર સાથે ચાલી. (૬) પછી. હર્ષિત થયેલો રામ સીતા ને લક્ષ્મણ સહિત પંચ નમસ્કારને યાદ કરતો તે વનમાંથી ચાલ્યો. () રાજયાભિષેકના માટે બોલાવાયેલા અને વનવાસ માટે વિસર્જન કરાયેલા એવા તેના ( રામના ) મુખના રંગને આનંદથી વિસ્મય પામેલા લોકો એક સરખો જોતાં હતાં. () માર્ગમાં મુસાફરની સ્ત્રીઓવડે પૂછાતી હે આર્યા ! કમલપત્ર સરખા નીલવર્ણવાલા આ તમારા કોણ છે ? હસેલા વિકસ્વર છે ગાલ જેના – લજજાથી ભ્રાંતિ પામ્યાં છે નેત્ર જેનાં એવી મુખને નીચું કરતી સીતા સ્પષ્ટપણે કહેતી હતી. એટલાથી મુસાફરની સ્ત્રીઓએ જાણ્યું કે આ એનો ધણી રામ છે. (i) હવે વનમાં જતાં રામે એક વખત ગંભીરા નદીના કાંઠે વૃક્ષનીનીચે રહેલાએ ભાઇ લક્ષ્મણને પૂછ્યું () હે લક્ષ્મણ! આ દેશ ક્યા કારણથી ઉજ્જડ થયો છે તે કહે. લક્ષ્મણે ક્હયું કે અહીં કોઇ માણસ આવે છે તેને પૂછીએ. () હવે તેજ વખતે રામે કોઇ માણસને દેશ ઉજજડ થવાનું કારણ પૂછ્યું. ત્યારે તે માણસ બોલ્યો કે શ્રેષ્ઠદેશમાં રાણાપુર નામના નગરમાં કર્ણ નામે રાજા છે. તે જિનેશ્વર દેવ અને જૈનસાધુ વિના કોઇ કુલિંગીને તેમજ સરાગી દેવોને નમસ્કાર કરતો નથી. (#) ક્હયું છે કે જે સર્વને જાણનારા હોય. રાગ વગેરે દોષોને જીતેલા હોય. જે ત્રૈલોક્યવડે પૂજાયેલા હોય. યથાસ્થિત અર્થને હેનારા હોય. તે અરિહંત પરમેશ્વર દેવ છે. () તેજ ધ્યાન કરવા લાયક છે. તેજ સેવા કરવા લાયક છે. તેનુંજ શરણ ઇન્ક્વા લાયક છે. જો ચેતના હોય તો તેમનીજ આજ્ઞા સ્વીકારવા લાયક છે. () જો દેવ રાગી હોય. ગુરુ અબ્રહ્મચારી હોય, અને દયાવગરનો ધર્મ હોય તો કષ્ટ છે. અને જગત નાશ પામ્યું છે. () આ પ્રમાણે તેનો નિયમ જાણીને ત્યાં સિંહોદરરાજા આવીને જેટલામાં કર્ણરાજાને હણે છે તેટલામાં તે નાસીને ચાલ્યો ગયો. () આ કર્ણ મારો સાધર્મિક છે એમ વિચારીને રામરાજાએ સિંહોદરને હણીને તે રાજ્ય પર ને સ્થાપન ર્યો યું છે કે – ધનથી દાન, વાણીથી સત્ય, આયુષ્યથી કીર્તિ ને ધર્મ, અને કાયાથી પરોપકાર કરવો જોઇએ. આ રીતે અસારમાંથી સારનો ઉધ્ધાર કરવો જોઇએ. () એક વખત રામચંદ્ર અન્યસ્થાને ગયા હતા ત્યારે સીતાએ બે વિધાધર મુનિઓને શુદ્ધ ભોજનથી હર્ષવડે પ્રતિલાલ્યા. () અભયદાન સુપાત્રદાન – અનુકંપાદાન – ઉચિતદાન – કીર્તિદાન એ પાંચ દાનોમાંથી પહેલાં બે દાનવડે મોક્ષ થાય છે. અને પછીનાં ત્રણ દાન ભોગ વગેરેને આપે છે. (૫) 1 વ્યાજમાં આપેલું ધન બમણું થાય છે. વેપારમાં ચારગણું થાય છે. ખેતરમાં સો ગણું થાય છે. અને પુણ્ય ક્ષેત્રમાં અનન્તગણું થાય છે. (૬) તે વખતે સીતાની આગળ દેવતાઓએ સુગંધીપાણી અને શ્રેષ્ઠ પુષ્પના સમૂહવડે
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy