SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર જણાવ્યો. મિત્રનું સાંનિધ્ય કરવા માટે જતાં એવા પિતાને નિષધકરીને કેટલું સૈન્ય ગ્રહણ કરીને તે વખતે રામ ચાલ્યો * રામે જનકરાજા પાસે જઈને નમસ્કાર કરીને જેમ સૂર્ય અંધકારના સમૂહનો નાશ કરે તેમ ક્ષણવારમાં તેણે શત્રુઓના સમૂહનો નાશ કર્યો. 5 હર્ષિત થયેલા જનાજાએ રામને ઉત્સવપૂર્વક નગરમાં લાવીને ઉત્તમ અન્નપાન આપવાથી ઘણું ગૌરવ કર્યું. ક જનકરાજાએ વિચાર્યું કે જો પુત્રી રામને આપવામાં આવે તો ઇન્દ – ઈન્દાણીની જેમ નિરંતર શ્રેઢ્યોગ થાય. કરામચંદ્ર પોતાના નગરમાં ગયા ત્યારે છત્રીવડે શોભતાં પીળાવાળવાળા નારદ સીતાની દ્રષ્ટિના વિષયમાં આવ્યા. તે વખતે ભયપામતી સીતા જેટલામાં નાસી ગઈ, તેટલામાં તેની સખીએ નારદને ગળામાંથી પકડીને એક્કમ કાઢી મૂકયા. શેષપામેલા નારદ ચિત્રપટમાં રહેલું સીતાનું રૂપકરીને તે જ ક્ષણે ભામંડલને જ બતાવ્યું. ક જગતમાં પ્રશંસા કરવાને લાયક સીતાના રૂપને ભામંડલે જોઈને તેજ વખતે તે કામથી વિવલ થયો. ને તેને વરવાને ઇચ્છે છે. 5 ભામંડલની સીતાને વરવાની ઈચ્છાને જાણીને ચંદ્રગતિ વિદ્યાધરે પોતાના સેવકને આ પ્રમાણે આદરપૂર્વક કહયું. ક તું જનક રાજાની પાસે જા, અને મારી વાણીવડે આ પ્રમાણે કહે કે ચંદ્રગતિ વિધાધર ભામંડલમાટે સીતાને ઇચ્છે છે. 5 તે વખતે ચંદ્રગતિના સેવકે જનકરાજા પાસે જઈને જયારે પોતાના સ્વામીનો સંદેશ @યો. ત્યારે જનક રાજાએ હયું 5 પહેલેથી હું રામને સીતા આપવા નિ ઈચ્છું છું. તેથી નક્કી હવે ભામંડલને આપવાની ઈચ્છા નથી. * મારા ઘરમાં દેવતાથી અધિઝિન – ઘેરીવડે સબળ અને વજૂની જેવા દેઢ “ વાવર્ત અને અર્ણવાવર્ત " નામના બે ધનુષ્યો છે. જે (પુરુષ) તે બન્ને ધનુષ્યની ઘેરીનું આરોપણ કરશે તેને સીતા અને બીજી સુંદર કન્યાઓ આપીશ. 5 માઘસુદિ આઠમના દિવસે સ્વયંવર મંડપને વિષે સીતાને વરવા માટે રાજાઓ બોલાવાશે. ક ત્યાં એક ધનુષ્યમાં અથવા બે ધનુષ્યમાં જે મનુષ્ય ઘેરી ચઢાવશે. તે જલદી સીતાને પરણશે..તે દિવસે ભામંડલ જલદીથી ત્યાં આવે અને તે વખતે નિચ્ચે ધનુષ્ય ચઢાવવાથી સીતાને અંગીકાર કરે. 5 જનકરાજાએ આ પ્રમાણે ક્યું ત્યારે ચંદ્રગતિના સેવકે જનક રાજાએ કહેલું સર્વ (ત્યાં) જઈને સ્વામીની આગળ કહયું. માઘસુદિ આઠમના દિવસે ઘણા રાજાઓ અને વિદ્યાધરો ત્યાં બોલાવાયા. અને સીતાને મેળવવા માટે આવ્યા. અનેક વિદ્યાધરોથી લેવાયેલો ભામંડલ પણ તે વખતે સીતાના પાણિગ્રહણ માટે આવ્યો. 5 સૂર્યનો ઉદય થયો ત્યારે દેદીપ્યમાન વિમાનમાં ચઢેલી ઉત્તમ વેશવાલી - ઉત્તમ સખીઓથી પરિવરેલી સીતા તે દિવસે મંડપમાં આવી. * ઉત્તમ ગાયકોવડે આ પ્રમાણે રાજાઓની વંશાવલી વખણાતી હતી ત્યારે રાજાઓ બને ધનુષ્યને ઉપાડવાની ઈચ્છા કરવા લાગ્યા. * અંગ – બંગ – તિલંગ આદિદેશના રાજાઓ બને ધનુષ્યને ઉપાડતાં જલદી મૂછ પામીને પૃથ્વીતલપર પડી ગયા. 5 ભામંડલે પણ તે બન્ને ધનુષ્યને ઉપાડતાં- હાથમાં કરતો કંપ પામીને જલદીથી પાછે સ્વસ્થાને બેસી ગયો. 5 રામે ઊભા થઈને લીલા માત્રમાં પહેલું ધનુષ્ય ઉપાડીને દેદીપ્યમાન ણકાર – ટંકાર કરવા પૂર્વક ઘેરીપર ચઢાવેલું કર્યું. ક દેવતાઓએ ય શબ્દપૂર્વક પુષ્પવૃષ્ટિ કરી ત્યારે તે વખતે સીતાએ રામના ગળામાં વરમાલા નાંખી. 5 લક્ષ્મણે બીજું ધનુષ્ય ચઢાવ્યું ત્યારે ઊર્મિકા નામની ન્યાએ તેના ગળામાં વરમાલા નાંખી. તે વખતે
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy