SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર નગરમાં જતાં તે મુનિ અત્યંત ક્રૂર આશયવાલી વાઘણવડે જોવાયા શરુઆતમાં વાઘણે સુકોશલ મુનિને હણીને પૃથ્વીપર પાડી નાંખ્યા. પછી તેને ચીરીને નિર્દયપણે તેનું માંસ ખાવા લાગી એ વાઘણે સોનાથી જડેલા તેના દાંતોને જોઇને વિચારવા લાગી કે ખરેખર પહેલાં આ મુખ ઘણા કાલ સુધી જોયું છે. . તે વખતે તેણીએ જાતિસ્મરણ જ્ઞાન પામવાથી તરત પૂર્વભવ જોયો ને ઉત્તમ ધ્યાનને પામેલી તે વાઘણ અટકી ગઇ. (૬) અને તે વખતે સુકોશલ મુનિને વલજ્ઞાન ને મોક્ષ થયો. ને કીર્તિધર મુનિને પણ કેવલજ્ઞાન થયું. અને જાતિસ્મરણ પામેલી વાઘણ પોતાના કર્મની નિંદા કરતી જ્ઞાનીની સાક્ષીએ ગ્રહણ કર્યું છે અનશન જેણે એવી તે તે વખતે દેવલોકમાં ગઇ. તે બન્ને સાધુઓનો દેવોએ આદરપૂર્વક જ્ઞાનનો મહોત્સવ કરીને ચારિત્રી એવા તે બન્ને મુનિના ગુણોને લેતાં ( ગ્રહણ કરતાં ) દેવલોકમાં ગયા. સુકોશલની પાટપર હિરણ્યગર્ભ નામે રાજા થયો. તેની પાટપર શ્રેષ્ઠ નઘુષ રાજા થયો. નઘુષરાજા શત્રુઓને જીતવા માટે પૂર્વ દિશામાં ગયો ત્યારે શત્રુઓનું સૈન્ય આવ્યું. તેને નઘુષરાજાની સ્ત્રી સિંહિકાએ જીત્યું પાછલથી રાજા આવ્યો રાજાએ પ્રિયાનું બલ જોઇને પોતાના ચિત્તમાં શીલભંગ આદિના હેતુથી દુ:ખી થયો. એક વખત રાજાના શરીરમાં અસાધ્ય એવો રોગ થયો. તે વખતે કોઇ પણ વૈધ તેના શરીરમાંથી તે ોગ દૂર કરી શક્યો નહિ. ( તે વખતે ) તેથી શીલવાળી રાણીએ પોતાના હાથના સ્પર્શથી રાજાનો રોગ દૂર કર્યો. તે વખતે સર્વપ્રજા અત્યંત હર્ષ પામી. ૐ તે પછી તે રાજા જલદી સંસારનો ત્યાગકરી ગુરુપાસે વ્રતલઇ કર્મક્ષય કરી ઘણા સાધુહિત મુક્તિપુરીમાં ગયા તેની પછી સોદાસ થયો. તેની પછી સિંહરથ થયો. તેની પછી શત્રુને જીતનારો બ્રહ્મરથ થયો. તે પછી ચતુર્મુખ થયો. તે પછી હેમરથ ને તે પછી શતરથ વગેરે રાજા થયા. તે પછી આદિત્યરથ – માંધાતા ને પછી અનુક્રમે વૈરાસન રાજા થયો તે પછી પ્રતિમન્યુ રાજા થયો. તે પછી બંધુ રાજા થયો. તે પછી રવિમન્યુ રાજા થયો. તે પછી વસંતતિલક રાજા થયો. તે પછી કુબેરદન રાજા થયો. તે પછી શ્રીકંઠ રાજા થયો. તે પછી શરભ રાજા થયો. તે પછી સિંહરથ રાજા થયો. તેની પછી મહાસિંહ અને તે પછી હરણ્યકસિપુ થયો. તે પછી જસ્થલ થયો. તે પછી કુડ રાજા થયો. તે પછી રઘુરાજા થયો. તેઓમાં કેટલાક મોક્ષમાં ગયા ને કેટલાક દેવલોકમાં ગયા. તે પછી અયોધ્યા નગરીમાં અનરણ્ય નામે રાજા થયો. તે રાજાને પછી રૂપથી જીત્યો છે કામદેવ જેણે એવો અયનામે પુત્ર થયો. તે અજ્મરાજા શત્રુઓને પોતાને અધીન કરતો પોતાના પૂર્વોપાર્જિત કર્મોવડે એક્સોસાત
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy