SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામ કથા અથવા જેન ગીતા સંબંધ ૨૧૭ વિજયરાજા ગુપાસે ધર્મ સાંભળી – દીક્ષા લઇ અજ્ઞાનનો ક્ષય કરી કેવલજ્ઞાન પામી મોક્ષમાં ગયા. તે પછી ન્યાયી પુરુષોમાં શિરોમણિ પુરંદર રાજા થયો. તેની પત્ની પૃથિવીએ કીર્તિધર નામના પુત્રને જન્મ આપ્યો. ક કુશ સ્થલ નામના નગરમાં ન્યાયથી શોભતાં સ્વામિ નામના રાજાની સહદેવી નામની પુત્રીને કીર્તિધર પરણ્યો. 5 પુરંદર રાજાએ પણ પોતાનું રાજય કીર્તિધરપુત્રને આપી મંધરસૂરિ પાસે હર્ષવડે સંયમ સ્વીકાર્યું. એક વખત શ્રેષ્ઠ આસનપર બેઠેલા કીર્તિધર રાજાએ રાહુથી ગ્રસિત સૂર્ય બિંબને જોયું ક રાજાએ વિચાર્યું કે જેમ સૂર્ય રાહુવડે ગ્રહણ કરાયો તેવી રીતે યમરાજાવડે મમતાયુક્ત જીવ પણ લઈ જવાશે. તેથી આ રાજ્ય અસાર છે. નરકને આપનારું છે. તેથી તેનો જલદી ત્યાગ કરીને મોક્ષની પ્રાપ્તિ માટે વ્રતલઈને તપ કરું. * હું ચારિત્ર ગ્રહણ કરીશ એમ રાજાએ કહ્યું ત્યારે મંત્રીશ્વરો બોલ્યા કે તમારા વિના પૃથ્વી કોના આધારે થશે? ટકશે? અમાત્યના આગ્રહથી નીતિમાર્ગવડે તે રાજા પૃથ્વીનું પાલન કરતો હતો ત્યારે સહદેવીએ સારે દિવસે શ્રેષ્ઠ પુત્રને જન્મ આપ્યો ક તે પુત્રનો જન્મોત્સવ કરાયો ત્યારે તેનું સુકોશલ એવું નામ આપી તેને રાજય આપી કીર્તિધર રાજાએ ચારિત્ર અંગીકાર કર્યું. ક ગુરુએ કહેલી વિધિવડે કરીને નિરંતર તીવ્રતા કરતા કીર્તિધર મુનિ તે નગરમાં ભિક્ષા માટે આવ્યા. ક કહયું છે કે:- ગ્રીષ્મકાલમાં ઘોર તપ તપે છે. વર્ષાઋતુમાં અરણ્યભૂમિમાં રહે છે અને હેમંતસ્તુમાં તપોવનમાં રહેતા નિર્મલ પ્રશસ્ત ધ્યાન ધરે છે. (૧) સહદેવીએ ભિક્ષા માટે જતાં પોતાના પતિને જોઈને વિચાર્યું કે આ મારા પતિ મારા પુત્રની નજરમાં આવશે. જો એની નજરમાં આવશે તો જલદી રાજય છોડીને દીક્ષા લેશે. તેથી હમણાં તે મુનિને નગરમાંથી બહાર દેશમાં દ્રાવું. તે પછી નિર્દય એવી તે પત્નીએ પોતાના સેવકો પાસે તે મુનિને અને બીજા સાધુઓને નગરની બહાર #ાવી મૂક્યા. * સહદેવીવડે કીર્તિધર સાધુને નગરની બહાર કાઢી મુકાયેલા જોઈને ધાવમાતા કણ સ્વરે રોવા લાગી. ૬ સુકોશલે ધાવમાતાને રોતી જોઈને કહયું કે માતા કેમ રડે છે? ત્યારે ધાવમાતાએ પોતાના પુત્રને હયું કે ક હે વત્સ ! હમણાં તારા પિતા ભિક્ષાને માટે નગરીની અંદર પેઠા હતા તેને તારી માતાએ નગરની બહાર કાઢી મુકાવ્યા. કહે સુકોશલ ! આ કારણે હું ઘણું રહું છું. તું નકકી કર જે કારણથી તારીમાતા પતિ એવા પણ સાધુને નિશ્ચે હણે છે. કહે ઉત્તમ પુત્ર ! તારા પિતા વગેરે સર્વેએ પહેલાં નિચે દીક્ષા લીધી છે. આ કારણથી હમણાં નિચ્ચે મારો પુત્ર દીક્ષા ન લે. એમ વિચારીને તારી માતાએ પતિ એવા સાધુને નગરમાંથી બહાર કઢાવ્યા. એ તું જાણ 5 તે પછી એક્ટમ સુકોશલ પિતાની પાસે જઈને શ્રી જિનેશ્વરે કહેલો ધર્મ સાંભળીને અત્યંત વૈરાગ્યવાસિત થયો * સુકોશલ તણખલાની જેમ તરત રાજ્યને છોડીને દીક્ષા લઇ પિતાની સાથે પૃથ્વીતલઉપર વિહાર કરવા લાગ્યો. ક સુકોશલ મુનિ રત્નાવલી વગેરે ઘણા તપને કરતાં ક્ષણે ક્ષણે કર્મને ખપાવે છે. રત્નાવલી – મુક્તાવલી – નકાવલી - વજમથ્ય, – યવમજ – તિગુણસંપ્રાપ્તિ - વિતવિધિ – સર્વતોભદ્ર – ત્રિલોકસાર – મૃદંગપથ્ય – પિપીલિકા મજજ – શીર્ષકારક્લબ્ધિ – દર્શનલબ્ધિ – જ્ઞાનલબ્ધિ – પાંચમેરુ – સિંહનિષ્ક્રીડિત – ચારિત્રલબ્ધિ – પરિસહજય – પ્રવચનમાતા – આદિત્ય સુખ નામનો – પંચનમસ્કાર વિધિ – તીર્થકર તપ – શ્રુત તપ – સૌખ્યસંપત્તિ તપ – ધર્મોપદેશ લબ્ધિ – અનુવર્તમાન તપ – આ તેમજ બીજા દશમ – પક્ષ – માસ તપ – દ્વિમાસી તપ – ત્રિમાસિક તપ – છમાસિક તપ – આદિયોગોમાં કર્મ ખપાવે છે. (૧ – ૨ – ૩-૪ – ૫ ) આ પ્રમાણે ગાઢ વનમાં જતા તપમાં તત્પર એવા પિતાપુત્ર પૂર્વ ઉપાર્જન કરેલાં પોતાનાં કર્મનો ક્ષય કરે છે કે આ બાજુ દુષ્ટ આશયવાલી સહદેવી રાણી આર્તધ્યાનથી મરી તેજ વનમાં ક્રૂર મનવાલી વાઘણ થઈ. તે પછી ચોમાસું આવતાં ચારમાસીના પારણે
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy