SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર શ્રી જિનેશ્વરપ્રભુના આગમનને સાંભળીને ચક્રવર્તિ પ્રભુપાસે જઈને જિનેશ્વરનાં બે ચરણોને નમીને સભામાં યોગ્ય સ્થાનકે ધર્મ સાંભળવા માટે બેઠો. (ર૭૩) શ્રી અજિતનાથ જિનેશ્વરે ધર્મને ઉપદેશ કરવા માટે શરૂઆત કરી. તે આ પ્રમાણે : राज्यं पुत्रकलत्र बन्धु नगराण्यावासवित्तादिकं, देवर्द्धिश्च भवे भवेत्र सुलभान्यन्यानि रम्यान्यपि। मुक्ताविद्रुमरत्नवत्पुनरिदं चारित्रमुक्तं जिनै श्चिन्तारत्नमिवातिदुर्लभतमं सर्वार्थ संसाधकम्॥१॥ રાજ્ય - પુત્ર - સ્ત્રી – બંધુ – નગર – મકાન - ધન વગેરે અને ભવોભવમાં દેવની ઋધ્ધિ -ને બીજાપણ સુંદર પદાર્થો સુલભ છે. મોતી – પરવાળાં અને રત્નની જેમ આ ચારિત્ર હયું છે. શ્રી જિનશ્વરેએ ચિંતામણિ રત્નની જેમ અત્યંત દુર્લભ એવા ચારિત્રને સર્વપદાર્થોને સાધનારું કહયું છે. એક દિવસપણ પાળેલા ચારિત્રથી મનુષ્ય કર્મના સમૂહને અવશ્ય ફેંકી દઈને પરમપદ પામે છે. न च राजभयं नच चौरभयं-इहलोकसुखं परलोकहितम्। वरकीर्तिकरं नरदेवनतं श्रमणत्वमिदं रमणीयतरम्॥ (સાધુપણું કેવું?તે માટે કહે છે તેને રાજાનો ભય નથી – ચોરનો ભય નથી. આ લોકમાં સુખ છે. પરલોકમાં હિત છે. શ્રેષ્ઠ કીર્તિને કરનાર છે. મનુષ્યો અને દેવોવડે નમસ્કાર કરાયેલ આ સાધુપણું ઘણું સુંદર છે. मही रम्या शय्या विपुलमुपधानं भुजलता, वितानं चाकाशं-व्यजन मनुकूलोऽयमनिलः। स्फुर दीपश्चन्द्रो विरति वनितासङ्गमुदित: सुखं शांत: शेते मनिरतनु भूतिर्नृप इव॥ જેમને સુંદર પૃથ્વીની રાવ્યા છે. ભુજલતા એ મોટું ઓશીકું છે. આકાશ એ ચંદરવો છે. અનુક્લ પવન તે પંખો છે. ચંદ્ર એ દેદીપ્યમાન દીવો છે. વિરતિરૂપ સ્ત્રીના સંગથી હર્ષિત થયેલા ઘણીસંપત્તિ જેને છે. એવા રાજાની જેમ શાંત એવા મુનિ સુખપૂર્વક સૂએ છે. दो तुंबडाइं हत्थे-वयणे धम्मक्खराणि चत्तारि। विउलं च भरहवासं, को अम्ह पहुत्तणं हरइ ? ॥१॥
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy