SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સગર ચક્રવર્તિનો સંબંધ ૧૯૭. विना धर्मं यथा जीवो, विना वारि यथा जगत्। विना तथा तीर्थमिदं भूतसृष्टि र्हि नि:फला ॥३॥ જેમ સૂર્ય વિના દિવસ – પુત્ર વગરનું કુલ – જીવ વગરનો દેહ – દીવા વગરનું ઘર – વિદ્યા વગરનો મનુષ્ય – ચક્ષુ વિનાનું મુખ – છાયા વગરનું વૃક્ષ – દયા વગરનો ધર્મ – ધર્મ વગરનો જીવ – પાણી વગરનું જગત – તેમ આ તીર્થવિના પ્રાણીઓની સૃષ્ટિ નકામી છે. આ મહાતીર્થ પાણીવડેવીટળાઈ જતાં સંસાર સમુદ્રમાં ડૂબતાં એવા મનુષ્યોને તારનારું બીજુ કોઈ તીર્થ આ પૃથ્વીપર નથી सर्वज्ञो न यदा देवो - न धर्मो न सदागमः। तदा 5 सौ सर्वलोकानां, शैलः कामातिदायकः ॥२५७।। જ્યારે સર્વજ્ઞ દેવ નહિ હોય અને ઉત્તમ આગમરૂપી ધર્મ નહિ હોય, ત્યારે આ ગિરિ સર્વલોકને ઈક્તિ આપનારો છે. આ પ્રમાણે ઈદની વાણીવડે ચક્રવર્તિ અટક્યો. અને સમુદ્રના પ્રવાહની નિશાનીના માટે અતિચલ સ્થાપના કરી. ખંભાત – સોપારા – દ્વારકા આદિની પાસે અને તાલધ્વજની પાસે આજે પણ તે સમદ્રનો પ્રવાહ દેખાય છે. ચક્વર્તિ સુવર્ણગુફામાં પોતે કરાવેલા જિનમંદિરમાં જલ્દી રત્નમય અને મણિમય મૂર્તિઓને લઈ ગયો. તે ગુફામાં રહેલી રત્ન – સુવર્ણ –ને મણિમય પ્રતિમાઓને ચક્યૂર્તિ અને ઈન્દ્રના આદેશથી દેવો અને યક્ષો પૂજે છે. તે ચક્વર્તિએ ચોવીશ તીર્થકોના પ્રાસાદો જુદા જુદા કાવીને તેમાં અરિહંતોની મૂર્તિઓની સ્થાપના કરી. સગરરાજાના પુત્રો અને બીજા રાજાઓએ પણ તે ગિરિ ઉપરક્લાસપર્વતસરખા – જિનમંદિરે કરાવ્યાં. કહયું છે કે પ્રભુની પશ્ચિમ દિશાના ભાગમાં રહેલી સુવર્ણગુફાની નીચે છે કૂપિકા –લ્પવૃક્ષ આદિનાં વનો પ્રયત્નપૂર્વક કરાવીને શ્રી જિનેશ્વરેની મૂર્તિની સ્થાપના કરી. અને પૂજા માટે આદરપૂર્વક યક્ષોને આદેશ ક્ય. સુભદ્ર નામના શિખર ઉપર બીજા જિનેશ્વરોનું મોટું રૂપ્યમય જિનમંદિર ચક્રવર્તિએ કરાવ્યું. ઉત્તમશ્રાવકો અને ઉત્તમદેવો સાથે ઉત્તમ ચારિત્રવાલા ગણધરો હસ્તક પૂજાપૂર્વક ત્યાં પ્રતિષ્ઠાનો મહોત્સવ ર્યો. શ્રી વિમલગિરિઉપર જિનમંદિરોનો ઉદ્ધાર કરીને સગરચક્વર્તિ રાજાઓ અને મનુષ્યોની સાથે રેવતાચલ નામના શિખર તરફ નમન કરવા માટે ચાલ્યો. શ્રેષ્ઠ ચંદ્રપ્રભાસ તીર્થને વિષે (પ્રભાસ પાટણમાં ) શ્રી ચંદ્રપ્રભજિનને નમસ્કાર કરીને ચક્રવર્તિ વેગથી રૈવતગિરિના શિખરઉપર નમવા માટે ગયો. રૈવતગિરિને ત્રણ પ્રદક્ષિણા કરીને સગરરાજાએ વિસ્તારથી જિનેશ્વરની પુષ્પઆદિથી પૂજા કરી આ પ્રમાણે અબુંદ ગિરિ (આબુ) વગેરે સુંદર પર્વતોને વિષે – તીર્થોને વિષે જિનેશ્વરોની પૂજા કરીને મોટા ઉત્સવપૂર્વક અયોધ્યામાં આવ્યો. શ્રી અજિતનાથપ્રભુ અનુક્રમે બે ચરણોવડે પૃથ્વીને પવિત્ર કરતાદેવીવડે પૂજાયેલા અયોધ્યા નગરીના ઉધાનમાં સમવસર્યા.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy