SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ શ્રી શત્રુંજય-લ્યવૃત્તિ-ભાષાંતર જિનમંદિરોમાં જ્યારે ચક્વર્તિએ અષ્ટાનિકા મહોત્સવ ર્યો ત્યારે સ્વર્ગમાંથી ઇદ ત્યાં આવ્યો. ઇન્દ સુવર્ણના દેવમંદિરમાં રહેલું રત્નબિંબ નેહપૂર્વક ચક્વર્તિને આપ્યું. રથમાં રહેલા ચામરેવડેવીઝાંતાને ત્રવડે શોભતાં જેની અંદર તીર્થકરો રહેલાં છે એવાં મણિમય – સુવર્ણમય - અને શ્રેષ્ઠ લાકડાંનાં હજારો દેવાલયો સાથે અને ગુરૂસાથે ચવર્તિ શ્રી શત્રુંજયગિરિ તરફ ચાલ્યો. તે સંઘને વિષે ચાર સંઘપતિ હતા. પૃથ્વીને ધારણ કરનારા ઘણા રાજાઓ અને ધનપતિઓ હતા. સંઘે ભક્તરાજાના કપાળમાં ઉત્સવપૂર્વક તિલક ક્યું. તે પછી ઈદે બીજા સંઘપતિઓને જુદાં જુદાં તિલકો ક્ય. દરેક ગામે અને દરેક નગરે શ્રી જિનેશ્વરોની પૂજા કરતો અને મહોત્સવ કરતો ચક્વર્તિ જેટલામાં સુરાષ્ટ્ર દેશમાં ગયો તેટલામાં ભરતરાજાનો ભત્રીજો નિર્મલ ચિત્તવાલો સુરાષ્ટ્રનો પુત્ર શક્તિસિંહ સામે આવ્યો. શક્તિસિંહ રાજાએ ભરતરાજાનાં બે ચરણોને નમસ્કાર ક્યું તે પછી ચક્વર્તિએ બે હાથ વડે તેને દઢ આલિંગન ક્યું. ચવતિએ કહયું કે તમે ધન્ય છે – પુણ્યશાલી છે. શ્રેષ્ઠ ચિત્તવાલા છો કારણ કે હંમેશાં તમારી નજરમાં શ્રી શત્રુંજય તીર્થ છે. સૌરાષ્ટ્રદેશના લોકો ખરેખર ધન્ય છે. પુણ્યશાલી છે અને હંમેશાં પુંડરીક ગિરિની નજીક વસે છે. આ તીર્થની સ્પર્શ કરાયેલી એવી ઉત્તમ છાયા પણ હંમેશાં પ્રાણીઓનાં ઘણાં પાપોને હરણ કરે છે. અને સુખની પરંપરા આપે છે. જેઓ પુંડરીક કમલસરખા ઉજજવલ પુંડરીકગરિને જુએ છે. પુણ્યરૂપી અમૃતથી પવિત્ર થયેલા એવા તેઓ પાપના સમૂહનો ત્યાગ કરે છે (બેડી દે છે) એ પ્રમાણે કહી રાજા પુષ્પોવડે અને લાજંલવડે (ડાંગરવડે) શ્રી શત્રુંજયગિરિને વધાવીને મહોત્સવ તો શ્રી શત્રુંજયગિરિ ઉપર ચઢયો. શ્રી શત્રુંજ્ય આદિ તીર્થોમાંથી સુંદર પાણી લાવી શ્રી અરિહંત પ્રભુનું તાત્રરી ચક્વર્તિએ હર્ષથી પુષ્પોવડે પૂજા કરી. માલા પહેરાવવાના અવસરે ઈન્દ મહારાજાએ ભરત મહારાજને કહયું કે તમે શ્રી ઋષભદેખભના પુત્ર છો અને આજ ભવમાં મોક્ષે જનારા છે. આથી શ્રી ઋષભદેવ જિનેશ્વરની (તીર્થની) આ માલા મને આપો. તે વખતે અતિ આગ્રહથી ચક્રવર્તિએ ઈદને માલા આપી. તે પછી ઇન્દભાવપૂર્વક માલા પહેરી ત્યારે મનુષ્યોએ ક્યું કે ઈન્દ્ર ઈન્દ્રમાલા ધારણ કરી. તે પછી લોકોએ તે માલાને ઇન્દ્રમાલા એવું નામ આપ્યું. ત્યારથી માંડીને આજે પણ તેને ઈન્દમાલા કહેવાય તે વખતે ચક્વર્તિએ વિધિપૂર્વક આરતિ અને મંગલદીવો કરી. પૂજા કરી અને દેદીપ્યમાન સ્તવનો વડે(સ્તુતિઓ વડે ) સ્તુતિ કરી. જીવાભિગમ સૂત્રમાં પણ કહયું છે કે: वरपुप्फगंधअक्खय पईवफलधूवनीरपत्तेहिं। नेविज्जविहाणेहिअ, जिणपूआ अट्ठहा होइ॥
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy