SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થ ઉપર શ્રીવાસુપૂજયસ્વામીના આગમનનું સ્વરૂપ ચંપા નગરીમાં વપૂજયરાજાની યાનામની પ્રિયા હતી, તેણે ચૌદ મહાસ્વપ્નથી સૂચિત એવા ગર્ભને ધારણ ર્યો. ફાગણ વદ ચૌદશની તિથિના દિવસે ઉચ્ચ ગ્રહોને વિષે યાદેવીએ શુભએવા શ્રેષ્ઠ લક્ષણોથીલક્ષિત પુત્રને જન્મ આપ્યો. ઈન્દ્રવડે જન્મોત્સવ કરાયો ત્યારે પિતાએ જન્મોત્સવ કરીને સારા ઉત્સવપૂર્વક પુત્રનું વાસુપૂજય એ પ્રમાણે નામ આપ્યું. અહીં જ્ઞાનપ્રાપ્તિ સુધીનું સ્વરૂપ તેમના ચરિત્રમાંથી પોતાની જાતે જાણી લેવું. આ એક વખત પૃથ્વીપરવિહાર કરતા શ્રી વાસુપૂજ્ય સ્વામી તીર્થકર સિધ્ધગિરિ પર્વતની ઉપરની ભૂમિ પર સમવસર્યા. ત્યાં અનેક લોકો પ્રભુની સર્વપાપને છેદનારી યોજનગામિનીવાણી સાંભળવા માટે દૂર દેશથી આવ્યા. તે આ પ્રમાણે - प्रासाद प्रतिमा धर्म शालादिपुण्यत: किल। लभन्ते मनुजा : स्वर्गापवर्गादिरमा रयात् ॥६॥ પ્રાસાદ પ્રતિમા અને ધર્મશાલા વગેરેના પુણ્યથી મનુષ્યો વેગથી સ્વર્ગ – મોક્ષ આદિ લક્ષ્મીને મેળવે છે. કહ્યું છે કે: – જે ઋષભદેવથી માંડી શ્રીવીરપ્રભુસુધીના જિનેશ્વરોનું અંગૂઠાપ્રમાણ પણ શ્રેષ્ઠ બિંબ ભરાવે છે. તે મોક્ષનો આશ્રય કરે છે. अङ्गुष्ठमात्रमपि यो बिम्बं कारयति वरम् वृषभादिमवीरान्त - जिनानां स शिवं श्रयेत् ॥७॥ अङ्गुष्ठमात्रमपि यः प्रकरोति बिम्बं, वीरावसान वृषभादिजिनेश्वराणाम्। स्वर्गप्रधान विपुलर्धिसुखानि भुक्त्वा, पश्चादन्तुतरगतिं लभते सधीरः ॥८॥ શ્રી ઋષભદેવથી માંડીને વીરભગવાન સુધીના જિનેશ્વરોનું અંગૂઠાપ્રમાણ પણ જે બિંબ કરે છે. (ભરાવે છે.) તે સ્વર્ગ જેમાં પ્રધાન છે એવા મોટી ઋધ્ધિના સુખોને ભોગવીને પછી તે ધીર મોક્ષગતિને પામે છે. જે મનુષ્યો અરિહંતના પ્રસાદ અને બિંબને કરાવે છે તેઓને ધીરરાજાની સ્ત્રીની પેઠે સ્વર્ગવગેરેના સુખો થાય છે.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy