SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર श्रीमज्जिनेशनमनं तिलकत्यलीके, वक्षस्थले विमलमालति सद्विवेकः। ताडङ्कति श्रवणयोः सुगुरूपदेश-स्त्यागस्तु कंकणति पाणितले सतां हि સજજનોના કપાળમાં જિનેશ્વર ભગવાનને નમન કરવારૂપ તિલક છે. વક્ષસ્થલમાં વિવેકરૂપી માલા છે. સગુસ્નો ઉપદેશ સાંભળવો આ બે કાનના કુડલો છે. અને ત્યાગ કરવો – આપવું તે હાથનું ભૂષણ છે. પૂજા – પચ્ચકખાણ - પ્રતિકમણ – પૌષધ અને પરોપકાર આ પાંચ પ્રકાશે જેના જીવનમાં છે. તેનું સંસારમાં ભ્રમણ હોતું નથી. ઘણા માણસો અરિહંતની પૂજાનું ફલ જાણીને ઘરે આવીને હંમેશાં ભાવથી જિનપૂજન કરે છે. તે વખતે પોપટપક્ષી પણ અંગમાં ઉત્પન્ન થયેલી પાંખથી શોભતો દિવસની શરૂઆતમાં પ્રભુની આગળ ધાન્યના ઉપરના ભાગને ભેટ કરી જાય છે. અરિહંતની પૂજાના પ્રભાવવડે તે પોપટ સમાધિવડે મરીને ચંદ્રવીર રાજાનો ચંદ્રદેવ નામે પુત્ર થયો. અરિહંતની પૂજાના પ્રભાવવડે મરીને પોપટી અમરપુરમાં લક્ષરાજાની પુત્રી અનુકમે નામથી સુંદરી થઈ. આ ચંદ્રદેવકુમાર લક્ષરાજાની પુત્રીને પિતાના આદેશથી અનુક્રમે શુભલગ્નમાં પરણ્યો. અનુક્રમે તે શુકપુત્ર પોપટ મરીને પૂજાના પ્રભાવથી આ ચંદદેવકુમારનો પુત્ર કમલનામે થયો. વીરસેન રાજાએ પુત્રને પોતાની પાટપર સ્થાપન કરીને ગુરુપાસે દીક્ષા લઈને મુક્તિસુખને આપનારું ઉગ્રતા ક્યું. ગુરુપાસે હંમેશાં આગમને ભણતો તે પંડિત થયો. તે પછી સૂરિપદ પામીને શ્રેષ્ઠ . કેવલજ્ઞાન પામ્યા. એક વખત ચંદ્રદેવ પત્ની ને પુત્રસહિત સૂર્યોદયના સમયે શ્રી ઋષભદેવપ્રભુને નમસ્કાર કરવા માટે ઋષભદેવ પ્રભુના મંદિરમાં ગયો. કોઇનાવડે ભેટ રાયેલો ધાન્યનો અગ્રભાગ જોઈને પત્ની તથા પુત્રસહિત રાજા મૂચ્છ પામીને પૃથ્વી પર પડ્યો. શીતઉપચારથી સ્વસ્થ કરાયેલા પ્રિયા આદિથી સહિત રાજાએ પોતાના પૂર્વભવનું સ્વરૂપ મંત્રીઓની આગળ કહયું. તે રાજા પાસેથી અરિહંતની પૂજાનું ફલ જાણીને તે વખતે ત્યાં અનેક મનુષ્યો અરિહંતની પૂજામાં તત્પર થયા. પત્ની ને પુત્રસહિત રાજા હંમેશાં પ્રભુની પૂજા કરીને પોતાના મુખમાં અન્ન ને પાણી નાંખે છે. તે સિવાય નાંખતો નથી. ગુના મુખેથી રાજાએ સંસારની અસારતા જાણીને પુત્રને રાજય આપી પ્રિયાસહિત સંયમ લીધો. તેજ ભવમાં તપરૂપી અનિવડે કર્મરૂપી લાકડાને બાળી નાંખી ચંદ્રદેવમુનિ વેગથી મોક્ષનગરને પામ્યા. રાણી તપતીને ત્રીજા દેવલોકમાં જઈને અનુક્રમે મનુષ્યભવ પામી સર્વકર્મનો ક્ષયરી મોક્ષમાં ગઈ. કમલ પોતાના પુત્રને પોતાની પાટઉપર સારા ઉત્સવપૂર્વક સ્થાપન કરી દીક્ષા લઈ. કેવલજ્ઞાન પામી મોક્ષમાં ગયો. આ પ્રમાણે પ્રભુની વાણી સાંભળીને ઘણાં ભવ્યપ્રાણીઓ સમસ્તકર્મનો ક્ષય કરી શ્રી શત્રુંજ્યપર મોક્ષમાં ગયાં. એ પ્રમાણે શ્રી શત્રુંજય તીર્થ ઉપર શ્રેયાંસનાથ પ્રભુનું આવવાનું વરૂપ
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy