SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર શ્રી શત્રુંજયપર ચંદ્રપ્રભજિનના સમવસરણનું સ્વરૂપ ચંદ્રપુરી નગરીમાં મહાસેનરાજાને શીલગુણવડે કરીને સર્વસ્ત્રીઓમાં રેખા પ્રાપ્ત કરનાર લક્ષ્મણા નામની પત્ની હતી. લક્ષ્મણા દેવીએ શુભદિવસે ચૌદ મહાસ્વપ્નથી સૂચિત સર્વલક્ષણોથીલક્ષિત પુત્રને જન્મ આપ્યો. ા ઇન્દ્ર અને પિતાએ કરેલા જન્મોત્સવથી માંડી જ્ઞાનપ્રાપ્તિસુધીનું ચરિત્ર કહેવું ચંદ્રપ્રભપ્રભુ પગની રજવડે પૃથ્વીને પવિત્રકરતા દેવોવડે પૂજાયેલા શ્રી શત્રુંજયતીર્થપર સમવસર્યા. ત્યાં દેવ વગેરે બાર પર્ષદાઓ બેઠી ત્યારે ચંદ્રપ્રભપ્રભુએ યોજનગામિની વાણીવડે આ પ્રમાણે કહયું. સાતક્ષેત્રમાં આદરપૂર્વક હંમેશાં પોતાનું ધન વાપરતો પ્રાણી વીરસેન શેઠની જેમ મોક્ષના સુખવાલો થાય. રામપુરી નગરીમાં સારીબુધ્ધિવાલા વીરસેન શેઠને કામદેવ સરખા રૂપવાલો ચંદ્રકેતુ નામે પુત્ર હતો. પિતાએ તેને ધર્મ અને કર્મ શાસ્ત્રનો માર્ગ ભણાવ્યો પિતાની સાથે તે હંમેશાં ધર્મકાર્ય કરતો હતો. શ્રી પુર નગરમાં મદનશેઠની પુત્રી ત્રૈલોક્યસુંદરીને ચંદ્રકેતુ શુભલગ્નમાં સારા ઉત્સવપૂર્વક પરણ્યો. ત્રૈલોક્યસુંદરી ઘરનું કામ કરતી હંમેશાં બન્ને સંધ્યાને વિષે પ્રતિક્રમણ કરતી હતી. એક વખત પુત્રવધૂએ ઘરમાં જેટલામાં સાંજે દીપક ર્યો, ત્યારે દીવાનીનીચે તેલનાં નવ ટીપા પડયાં. પૃથ્વી પર પડેલાં નવબિંદુઓને જોઇ શેઠે બે જોડાને તે તેલ ચાલી જવાનાં ભયથી જલ્દી ચોપડી દીધું. પુત્રવધૂ વિચારવા લાગી કે આ કૃપણ શેઠ શું કરશે ? હું અહીં બારમું વ્રત કેવી રીતે પાળીશ ? હું સાત ક્ષેત્રમાં કાંઇક ધન વાપરું તો આ સસરો મરી જશે. અથવા તો મને મારી નાંખશે. પરીક્ષા કરવા માટે સવારમાં સૂતેલી પુત્રવધૂને જોઇને વણિકે પૂછ્યું કે હે પુત્રવધૂ ! તું હમણાં કેમ સૂતી છે ? તમને શું તાવ આવ્યો છે ? પુત્રવધૂએ કહયું કે મને પ્રાણને હરનારી અત્યંત માથાની પીડા થાય છે. તેથી શેઠે તે વખતે ઘણાં ઔષધો કરાવ્યાં. પુત્રવધૂએ કહયું કે આવા ઔષધોથી મારી વેદના જશે નહિ. શેઠે કહયું કે કેવા ઔષધોથી તારા મસ્તકની પીડા નાશ પામે ? પુત્રવધૂએ કહયું કે મારા મસ્તકની પીડા હમણાં ઘણી વધે છે. મસ્તઉપર લેપકરેલા મોતીના ચૂર્ણવડે મારા મસ્તકની પીડા ક્ષય પામે છે. તે પછી શેઠ જાતિવંત મોતી લાવીને ત્યાં પત્થરવડે જ્યારે ચૂર્ણ કરવા લાગ્યા ત્યારે પુત્રવધૂવડે પિતા એવો તે કહેવાયો. હવે મોતીને ચૂર્ણ કરતાં નહિ. મારા માથાની પીડા નાશ પામી છે. શેઠે કહ્યું કે હે પુત્રવધૂ ! તારી મસ્તકની પીડા જલ્દી કેમ નાશ પામી ? વહુએ કહયું કે તમારી ઉદારતાના ગુણરૂપી ઔષધીને જોવાથી, સૂર્યના કિરણોથી જેમ અંધકાર નાશ પામે તેમ મારા મસ્તકની પીડા તરત જ ચાલી ગઇ. પૃથ્વીપર પડેલાં તેલનાં બિંદુઓને ગ્રહણ કરતાં મારાવડે તમે જોવાયા હતાં. આથી આ બહાનું કરીને હે પિતા ! મેં તમારી પરીક્ષા કરી.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy