SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયપર સુપાર્શ્વજિનના સમવસરણની થા ત્યાં શ્રી સુપાર્શ્વનાથ તીર્થંકરે મેઘસરખા ગંભીર ઘોષવાલીવાણીવડે મુક્તિના સુખને આપનાર ધર્મોપદેશને આપ્યો. ચરિત્ર કલ્પિત અને બનેલું બે પ્રકારે ભવ્યજીવોના બોધમાટે જાણવું. જેમ ભાત માટે લાકડાં ( તેમ ). ૫ જેમ બાંધેલો હાથી દુ:ખી થાય છે, ને છૂટો હાથી સુખી થાય છે તેવી રીતે જગતમાં કર્મવડે નિશ્ચે જીવ સુખી – દુ:ખી થાય છે. ભીમઘોષ નામના જંગલમાં સાતસો હાથણીઓવડે યુક્ત મોન્મત્ત હાથી સલ્લકીને ( વેલડીને ) ખાનારો હતો. એક વખત તેની પાસે આવીને ઉદરે ક્હયું કે હે ગજાધિપ ! જો તમને ગમે તો હંમેશાં હું તમારી સેવા કરું. હું દુષ્ટ શત્રુઓની પાસેથી તમારું રક્ષણ કરું. મેં પહેલાં સિંહ આદિ અનેક પ્રાણીઓનું રક્ષણ કરેલું છે. મશ્કરી કરતાં હાથીએ યું કે જો તું મારું ખરાબ કષ્ટથી રક્ષણ કરે છે તો હે ઉંદર ! અમારું સમગ્રકાર્ય વેગથી સિધ્ધ થયું છે. ઉંદરે કહયું કે ક્યારેક નાનો મોટાનું રક્ષણ કરનારો થાય. ક્યારેક મોટો પણ નાનાનું રક્ષણ કરી શક્તો નથી. હાંસી કરતાં હાથીએ કહયું કે – જ્યારે તું સંકટમાં પડેલા મારું રક્ષણ કરીશ ત્યારે હું વિશ્વને ઉપકાર કરનાર તને શ્રેષ્ઠ માનીશ. લીલાઘાસને ખાતો ઇચ્છા મુજબ ચારે બાજુ વનમાં ભમતો હાથી કર્મના યોગે કરીને શિકારીઓએ કરેલી જાલમા પડયો. મૃત્યુના ભયથી ભય પામતો હાથી જાળમાંથી નીક્ળવા માટે જાળને છેદવા માટે દિશાઓ તરફ જોવા લાગ્યો. તે વખતે ઉંદરે આવીને હાથીને નમસ્કાર કરીને કહયું કે હે સ્વામી ! તમે ચતુષ્પોમાં મારા સ્વામી છે. તમને શિકારીઓ મારી નાંખશે તેથી આમાંથી તમે હમણાં નીક્ળો. હાથીએ ક્હયું કે મારે આમાંથી છૂટવું અશક્ય છે. જો અહીં તારી મને છોડાવવાની હમણાં શક્તિ હોય તો સુંદરોમાં ઉત્તમ એવો તું વેગથી ઉદ્યમ કર. તે વખતે તે જ ક્ષણે ઉંદરે ઘણાં ઉંદરોને ભેગા કરીને પાણીની જેમ મોઢાના થુત્કારવડે જાળને ભીની કરી તેમજ તે વખતે ઉંદરોએ દાંતાવડે જાળને તોડી નાંખી, જેથી તેનાં સેંકડો કટકા થઇ ગયા. જેથી હાથી સ્વસ્થ થયો. જાળમાંથી નીક્ળીને હાથીએ તે વખતે સર્વે ઉંદરોને ધાન્યના સમૂહો દેખાડવાવડે આદરપૂર્વક ખુશ કર્યા. ઉપમા :– આ પ્રમાણે હાથી સરખો જીવ છે. ને શિકારી સરખું મન મનાયું છે. શિકારીની જાળ સરખું કર્મ છે. અને અરણ્ય સરખો સંસાર છે. દુષ્ટમનવડે બંધાયેલો જીવ શુક્લધ્યાનરૂપી ઉંદરવડે મુકાવાયેલો હાથીની જેમ એક્દમ સુખી થાય છે. આદ્રષ્ટાંત કલ્પિત છે. કારણ કે તે (દ્રષ્ટાંત ) બનેલ અને કલ્પિત બે પ્રકારે જાણવા. આથી પ્રાણીએ સન્માર્ગમાં મનને કરવું જોઇએ. મન જ જીવને જલ્દી નરક અને મોક્ષમાં લઇ જાય છે. આ પ્રમાણે દેશના સાંભળીને ત્યાં ઘણાં ભવ્યજીવો દીક્ષાલઇ કર્મસમૂહનો ક્ષય કરી મોક્ષમાં ગયાં. શત્રુંજય પર શ્રી સુપાર્શ્વજિનના સમવસરણની ક્થા સંપૂર્ણ.
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy