SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર શ્રી અભિનંદન સ્વામીનો શત્રુંજયમાં આવવાનો સંબંધ એક્વાર શ્રી અભિનંદનસ્વામી પૃથ્વીપર વિહાર કરતાં ઘણા સાધુઓથી સેવાયેલાં સિધ્ધાચલપર્વતપર સમવસર્યા. તે વખતે ઘણાં ભવ્યજીવો ધર્મ સાંભલવા આવ્યા ત્યારે અભિનંદનસ્વામીએ ભવ્યપ્રાણીઓના સુખમાટે ધર્મ કયો. કેટલાક મનુષ્યો બે પગવડે લક્ષ્મી ઉપાર્જન કરે છે. બીજા પ્રકારના મનુષ્યો બે હાથવડે લક્ષ્મી ઉપાર્જન કરે છે. ત્રીજા પ્રકારના મનુષ્યો માથાવડે લક્ષ્મી મેળવે છે. અને ચોથા પ્રકારના મનુષ્યો બુધ્ધિવડે લક્ષ્મી પ્રાપ્ત કરે છે. તેમાં પગવડે લક્ષ્મી ઉપાર્જન કરનારની કથા કહે છે. વીણાપુર નામના નગરમાં ભીમ નામનો દુ:ખી વાણીયો શેઠીયા અને રાજાઓના લેખ લઇને દૂરના દેશમાં લક્ષ્મી માટે જાય છે. લેખ પહોંચાડીને ધન મેળવીને તે વાણીયો પોતાનો નિર્વાહ કરે છે. તેથી ક્રમે લોકોમાં · લેખવાહક જં એવું તેનું નામ પડયું. માર્ગમાં જતો એવો તે બન્ને સંધ્યાએ ( સવાર – સાંજ ) પ્રતિક્રમણ કરતો હતો. અને મધ્યાહ્ન સમયે જિનેશ્વરપ્રભુની પૂજા કરતો હતો.. જ્યાં ગુરુ મહારાજનો યોગ હોય ત્યાં ગુરુના ચરણકમલમાં વંદન કરીને પછીજ હંમેશાં પાણી પીતો હતો. તેવા પ્રકારના વનમાં દુ:ખથી ઉપાર્જન કરેલ એક લૌડિક ( પૈસા ) ને તે ધર્મકાર્યમાં શુભભાવથી વાપરે છે. એ પ્રમાણે ભીમવાણિયો બે પગવડે ધનઉપાર્જન કરીને ધર્મકાર્યમાં વાપરીને ધર્મકરીને તે વણિક સ્વર્ગમાં ગયો. અને ત્યાંથી ચ્યવીને મનુષ્યભવ મેળવીને તે દેવતા અનુક્રમે આઠે કર્મનો ક્ષય કરીને મોક્ષ નગરમાં ગયો. આ પ્રમાણે ઘણાં ભવ્યજીવો ધર્મ સાંભળીને સુખને આપનાર એવા સિધ્ધાચલતીર્થઉપર મોક્ષે ગયા. શ્રીપુર નામના નગરમાં મંડન નામનો શ્રેષ્ઠિ બે હાથથી વસ્તુઓ તોલતાં જે દ્રવ્ય મેળવતો હતો તેના અર્ધા ભાગદ્રવ્ય ધર્મમાર્ગે વાપરે છે. બે હાથોવડે શુભ ભાવથી જિનેશ્વરપ્રભુની પૂજા કરતાં શ્રી શત્રુંજયગિઉિપર નાભિરાજાના પુત્ર શ્રી આદિનાથ પ્રભુને નમન કરવા માટે ગયો. શ્રી ઋષભદેવપ્રભુની પૂજા કરતાં કેવલજ્ઞાન મેળવીને આગિરિનાં શિખરઉપર કર્મનાક્ષયથી તે મોક્ષે ગયો. ચંદ્ર નામના નગરમાં ચંદ્ર નામનો વણિક – વેપારી પોતાના માથાપર વસ્તુઓ લાવી લાવીને વેચીને તે વણિક પોતાનો જીવનનિર્વાહ ચલાવતો હતો. મસ્તક્વડે આદિજનેશ્વરને પ્રણામ કરીને શ્રી શત્રુંજયગિરિ ઉપર ક્ષીણ થયા છે કર્મ જેના એવો તે ચંદ્રવર્ણક અનુક્રમે મોક્ષનગરીને પામ્યો. વીર નામના નગરમાં શ્રેષ્ઠિઓમાં અગ્રેસર એવા વીરશ્રેષ્ઠિએ બુધ્ધિના પરાક્રમથી ( બલથી ) ધન મેળવીને આનંદથી શ્રી શત્રુંજયગિરિઉપર યાત્રા કરી. બુધ્ધિપૂર્વક જુદા જુદા પ્રકારની રચનાવડે શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરતાં કોઇક વાર શ્રી શત્રુંજ્યઉપર પંચમ એવું કેવલજ્ઞાન પામ્યો. અનુક્રમે હંમેશાં ઘણાં જીવોને જૈનધર્મનો પ્રતિબોધ
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy