SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંભવનાથ પ્રભુનો શ્રી શત્રુંજયમાં આવવાનો સંબંધ જેના અંતમાં છે તેવા અંતકાલમાં રક્ષણ કરવા કોઈ શક્તિમાન નથી. (રામ બોલો ભાઈ રામ જેમાં બોલાય છે તે અંત સમયે રક્ષણ કરવા કોઈ શક્તિમાન નથી.) अनाज्यं भोज्यमप्राज्यं, विप्रयोगः प्रियैः सह। પ્રિી: સમયો, સર્વ પાપવિવૃષ્મિતમ્IIધા. ઘી વગરનું અને થોડું ભોજન – પ્રિય માણસોનો વિયોગ – અને અપ્રિય માણસોનો સંયોગ થવો આ બધું પાપનું ફલ છે. તેથી ત્રણે બહેનોએ એકાંતમાં બેસી અંદરો અંદર વિચાર કર્યો કે આપણે પૂર્વજન્મમાં અખંડપુણ્ય નથી કર્યું. તેથી કુકર્મવડે હમણાં આપણને વિધવાપણું પ્રાપ્ત થયેલ છે. હવે જો અખંડ પુણ્ય કરવામાં આવે તો સારું. ક્યું છે કે પતિ મરી ગયા પછી પણ જે વિધવાપણાને બરાબર પાળે છે. તો તે ફરીથી પતિને મેળવીને સ્વર્ગના ભોગોને ભોગવે છે. પતિ મરી ગયા છતાં (સતી સાધ્વી એવી ) સ્ત્રી બ્રહ્મચર્યમાં વ્યવસ્થિત રહે તો તે પુત્ર વગરની હોય તો પણ સ્વર્ગમાં જાય છે. જેમ બ્રહ્મચારીઓ સ્વર્ગે જાય છે તેમ. આમ વિચારીને તે ત્રણે બહેનોએ ભાવરૂપી શત્રુઓને જીતવા માટે હંમેશાં પોતાના મનને ધર્મકર્મની ક્લિાઓમાં સ્થાપન ક્યું. આ બાજુ મોહરાજાની સભામાં કામદેવના સેવકે કહયું કે શ્રેષ્ઠિની ત્રણે પુત્રીઓ હંમેશાં ધર્મને એવી રીતે કરે છે. પછી થોડા જ દિવસોમાં તમને અને તમારા સેવકોને જીતીને પદ્મશ્રેષ્ઠિની પુત્રીઓ મનુષ્યોની પાસે પોતાની આજ્ઞા ગ્રહણ કરવો. તેથી હમણાં તમારે તેઓને જીતવા માટેનો અવસર છે. ઉગતાં શત્રુને જો હણાય નહિ તો તે શત્રુ જ હણનારો થાય છે. તે પુત્રીઓને જીતવા માટે મોહરાજાએ બીડું હાથમાં લીધું ત્યારે નિદ્રાને વિકથા નામની સ્ત્રીઓએ મોહરાજાને નમીને કહયું કે હે મોહરાજા ! મહેરબાની કરીને અમને બન્નેને એ બીડું આપો. ત્યાં જઈને જલ્દી તેમની પાસે તમારી આજ્ઞા મનાવીશું. પછી ત્યાંથી નિદ્રાને વિકથા નામની સ્ત્રીઓને ત્રણ પુત્રીઓને જીતવા માટે સ્વામી મોહરાજા પાસેથી નીકળી અને પદ્મા નામની સ્ત્રી પાસે જઈને પહેલાં આમ કર્યું. વીરશ્રેષ્ઠિની પત્નીએ સારી એવી રસોઈ ઘણી શ્રાવિકાઓને જમાડી શું તું જમી કે નહિ? હમણાં એ વાતની મારે શું ચિંતા?તે શ્રાવિકાઓ તો ગુણવાન હતી. અવગુણના સ્થાનભૂત એવી મને જમાડી નહિં. એ પ્રમાણે નિદ્રાને વિકથાની સાથે જુદી જુદી વિકથાને કરતી પદ્મા નામની પુત્રી નિદ્રાવડે ગ્રહણ કરાઇ, એ જ પ્રમાણે નિદ્રાને વિકથાએ લક્ષ્મી પાસે પણ વિકથા વગેરે કરવાથી પોતાની આજ્ઞા મનાવી. ચંદ્રાવતીપણ ભક્તકથા વગેરે ઘણી કથાઓવડે પણ મેરુપર્વતની જેમ ધર્મધ્યાનથી ચલાયમાન કરવા માં પોતાના ધ્યાનથી સહેજપણ ચલાયમાન ન થઈ. પદ્મા અને લક્ષ્મી ભક્તકથા આદિ કરવામાં તત્પર મરીને નરકમાં ગઈ. અને ઘણાં દુઃખનું પાત્ર થઈ. ચંદ્રાવતિ જિનેશ્વર કથિત શુધ્ધધર્મને કરતી આ તીર્થમાં ઋષભદેવ પ્રભુને નમસ્કાર કરવા આવી. પ્રભુની સન્મુખ સતત તપ તથા ધ્યાનને રતીક્વલજ્ઞાન મેળવીને મોક્ષપુરીમાં ગઈ. આ પ્રમાણે આનંદથી સંભવનાથ ભગવાનના વચનને સાંભળીને ક્ષીણકર્મવાલા ઘણાં જીવો મોક્ષ નગરીને પામ્યા. શ્રી સંભવનાથ પ્રભુનો શત્રુંજયમાં આવવાનો સંબંધ સંપૂર્ણ. – – –
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy