SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ પણ્ડિતશ્રી મેઘવિજય ગણિકૃત પ્રશ્નોત્તરો. : લૌકિકટીપણામાં અગીયારસ બે આવી હોય, તો ત્રીહીરવિજયસૂરીશ્વરજીનો નિર્વાણમહિમા પોસહ અને ઉપવાસ વિગેરે કૃત્યો પહેલીમાં કરવા? કે બીજીમાં કરવા? ઉત્તર:-પૂજ્યપાદશ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજનો નિર્વાણ મહિમા -પોસહ - ઉપવાસ વિગેરે કાર્યો ઔદયિકી એટલે ઉદયવાળી અગીયારસમાં કરવા.(આ ઉત્તરમાં પૂજ્યપાદ સેનસૂરીશ્વરજી મહારાજાએ લૌકિકટીપણાની બીજી અગીઆરસને શાસ્ત્ર અને પરંપરા પ્રમાણે ઔદયિકી ઠરાવી. પહેલીનો ઉદય છતાં પણ ઉદય વિનાની જણાવી. એટલે પર્વ તિથિ ન જણાવી. એટલે પરંપરાથી લૌકિક ટીપણાની બે અગીયારસમાં જે બીજી અગીયારસ તે પર્વતિથિ છે. અને પહેલી અગીયારસ તે અપર્વ તિથિરૂપ છે.) II ૩-૭૧૨ // પ્રશ્ન: સત્તરભેદી પૂજા વિગેરેમાં દેરાસરમાં જઈ નમસ્કારરૂપ ચૈત્યવંદન કરીને બેસાય છે, ત્યારે ઈરિયાવહિયા પડિકમીને બેસાય કે એમને એમ બેસાય ? ઉત્તર:– બે ઘડી વિગેરેની સ્થિરતા કરવાની સંભાવના હોય તો, ઇરિયાવહિયા પડિક્કમાય છે, અન્યથા તો જેવો અવસર હોય તેમ કરાય. [૩-૭૧૩ પ્રશ્ન: કેવળ સ્થાપનાચાર્ય પાસે પ્રતિક્રમણ કરનાર શ્રાવકો શામણાના અવસરે કેટલીવાર ક્ષામણા કરે? ઉત્તર: સ્થાપનાચાર્ય પાસે પ્રતિક્રમણ કરનાર શ્રાવકો એકવાર અભુઠિઓ - ખામે છે. / ૩-૭૧૪ પ્રશ્ન: દરેક શ્રાવકોએ મુહપત્તિ રાખવાના અક્ષરો કયા ગ્રંથમાં છે? ઉત્તર:– સન્મમવર્ષો, વનવિધિવિપુત્તિરવહરજે परिचिंतिअअइयारे, जहक्कम गुरुपुरो वियढे॥१॥ . હવે સમ્યક પ્રકારે અંગ જેણે નમાવેલું છે, એવો અને હાથમાં જેણે વિધિપૂર્વક મુહપત્તિ અને રજોહરણ ધારણ કરેલા છે, એવો શ્રાવક ચિંતવેલા અતિચારો અનુક્રમે ગુરુની પાસે પ્રક્ટ કરે” આ ગાથા યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશની ટીકામાં શ્રાવકપ્રતિકમાણના
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy