SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ પણ્ડિતશ્રી વટપલ્લીય પદ્મવિજય ગણિકૃત પ્રશ્નોત્તરો. પ્રશ્ન: સામાચારીમાં “ચાર પાંચ યોજન જવાને અને આવવાને કહ્યું છે,” એમ કહ્યું છે, તે જવું આવવું બે થઈને જાણવા? કે જવાને આશ્રયીને જાણવા? ઉત્તર:-ચોમાસામાં ગ્લાનને માટે ઔષધ લાવવું વિગેરે કારણોએ સાધુ ચાર પાંચ યોજન જાય છે, અને તે કામ કરીને ચાર-પાંચ યોજન પાછા આવે છે, પરંતુ દરદીના ઔષધ વગેરે કાર્યો પૂર્ણ થયા પછી ક્ષણ માત્ર પણ ત્યાં રહે નહિ. તેમજ ભિક્ષાચર્યામાં પાંચ ગાઉ કહ્યા છે, તે તો જવું-આવવું એમ બન્નેયથી જાણવા. . ૩-૩૦૬ પ્રશ: (૧)નિદ્રાસમયે મુખમાંથી પાનનું બીડું કાઢી નાખવું, (૨) કપાળેથી તિલક ભૂંસી નાંખવું (૩) ડોકમાંથી ફુલમાળા કાઢી નાંખવી, (૪) અને પર્ઘકથી સ્ત્રીનો ત્યાગ કરવો, તેમ કરવાનાં કારણો શા છે? ઉત્તર:-(૧)તાંબુલનો ત્યાગ ન કરે, તો મુખ દુર્ગધી થઈ જાય. (૨)તિલકનો ત્યાગ ન કરે તો આયુષ્યની હાનિ થાય. (૩)કુલમાળાનો ત્યાગ ન કરે તો સર્પનો ભય થાય. (૪)અને સ્ત્રીનો ત્યાગ ન કરે તો બળની હાનિ થાય. આ ચાર કારણો છે. I. ૩-૭૦૭ // પ્રશ્ન: દેવ મૂળ શરીરે દેવીને ભોગવે? કે ઉત્તર વૈક્રિય શરીરે ભોગવે ? ઉત્તર:-બને પ્રકારે ભોગ કરે છે, એવા અક્ષરો ભગવતી, પન્નવાણા, જીવાભિગમ, રાયપાસેણીય વિગેરે ગ્રંથોમાં છે. જે ૩-૭૦૮ છે પ્રશ્ન: આજની બનેલી કડા વિગઈ વાપરે, તો તેમાં કેટલી વિગઈ ગણાય? ઉત્તર:-એક કડા વિગઈ લાગે છે. . ૩૭૯ ! પ્રશ્ન: દેવો મૂળ શરીર નગ્ન રહે? કે વસ્ત્ર ધારણ કરે? ઉત્તર:–મૂળશરીરમાં વસ્ત્ર ધારણ કરવાનો નિષેધ જાણેલ નથી. ૩-૭૧૦ પણ: દાતણ અને પ્રભાતભોજન કરીને ક્ષામણાપ્રતિકમણ વિગેરે કરવું કલ્પે? કે નહિ? ઉત્તર:– કારણે દાતણ અને પ્રભાત ભોજન કરીને વેલાસર ખામણાપ્રતિક્રમણ વિગેરે કરવું સૂઝે છે. / ૩-૭૧૧ /
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy