SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પણ કરવો જોઈએ. આવી જ રીતે પર્યાયાદિથી નાના એવા સાધુ મહાત્માની પાસેથી જ્ઞાન મેળવતી વખતે પણ તેમનો વિનય અવશ્ય કરવો જોઈએ. અન્યથા; તેમના સિવાય બીજા પાસેથી જ્ઞાન મળી શકે એમ ન હોય અને પ્રકટ દોષને સેવનારા વગેરેથી જ જ્ઞાન મળતું હોય ત્યારે; ‘આ તો શિથિલાચારી અને નાના છે’એમ સમજીને વંદનાદિ વિનય ન કરવામાં આવે તો, “જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રકટ દોષને સેવનારાદિનો પણ વિનય કરવો જોઈએ’’-આ પ્રમાણે જણાવનારા શાસ્ત્રના અર્થનો (આજ્ઞાનો) બાધ થાય છે. અર્થાર્ એ મુજબ વિનય કરવામાં ન આવે તો, આજ્ઞાભટ્ટનું પાપ લાગે છે. આ વિષયને અનુલક્ષીને શ્રી આવશ્યકસૂત્રની નિર્યુક્તિ વગેરેમાં જણાવ્યું છે કે-પૂર્વે જણાવ્યા મુજબ પ્રકટ રીતે દોષ સેવનારાદિનો; જ્ઞાનની પ્રાપ્તિ માટે વાચિક નમસ્કાર અંજલી વંદન વગેરે વિનય; શિથિલાચારી સાધુને યોગ્ય હોવા છતાં શ્રી અરિહંતપરમાત્માએ ઉપદેશેલા માર્ગમાં; જે સાધુઓ તે કરતા નથી. તેમને શ્રી જિનશાસનમાં ભક્તિ નથી. ઉપરથી અભિક્તિ વગેરે દોષો લાગે છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. અપવાદસ્વરૂપે જણાવેલી વાત ઉત્સર્ગ-સ્વરૂપે સમજી ન લેવાય-એ અંગે ખાસ ખ્યાલ રાખવો. ૨૯-૧૫।। ૨૦
SR No.023233
Book TitleVinay Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy