SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયત્નશીલ છે-એવા લોકોત્તર આત્માઓ ધર્માચાર્યોનો વિનય કેમ ન કરે ? અર્થાર્ અવશ્ય કર્યા વિના ન રહે... એ સ્પષ્ટ છે. ૨૯-૧૪|| ઉપર જણાવેલી વાતનું સમર્થન કરાય છે ज्ञानार्थं विनयं प्राहुरपि प्रकटसेविनः । अत एवाऽपवादेनाऽन्यथा शास्त्रार्थबाधनम् ।।२९-१५।। “આથી જ પ્રકટ રીતે દોષનું સેવન કરનારા સાધુનો પણ અપવાદપદે જ્ઞાન માટે ભણનારાએ વિનય કરવો જોઈએ-એમ શાસ્ત્રકારોએ કહ્યું છે. અન્યથા શાસ્ત્ર જણાવેલા અર્થનો બાધ થાય છે.''-આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જ્ઞાનાદિનું ગ્રહણ વિનયપૂર્વક જ કરવું જોઈએ એવો નિયમ સિદ્ધાંત(શાસ્ત્રઆગમ)થી સિદ્ધ થયેલો હોવાથી જ અપવાદે; જ્ઞાન માટે, પ્રકટ દોષને સેવનારા સાધુનો પણ વિનય કરવો જોઈએ. સામાન્ય રીતે સુવિહિત ગીતાર્થ પૂ. ગુરુભગવંતની પાસે જ ભણવું જોઈએ-એ ઉત્સર્ગમાર્ગ છે. પરંતુ એવા પૂ. ગુરુદેવશ્રીની પાસે ભણવાનું જ્યારે શક્ય ન જ બને ત્યારે પ્રકટ રીતે મોટા દોષોને સેવનારા શિથિલાચારી સાધુ પાસેથી જ્ઞાન મેળવી લેવું જોઈએ. અને એ વખતે તેમનો વિનય ૧૯
SR No.023233
Book TitleVinay Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy